નવા વર્ષનાં એંધાણ બહુ સારાં નથી.ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં એવી અમુક ઘટના બની છે જે સૂચવે છે કે વૈશ્વિક સ્તરે આગામી કેટલાક મહિના કે કદાચ આખું વર્ષ શાંતિથી પાર નહીં પડે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આમ તો વિસ્મૃતિમાં સરી ગયું છે અને પેલેસ્ટિનના ગાઝા પટ્ટી વિસ્તાર પર શાસન કરી રહેલા સંગઠન હમસ તથા ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ પણ હવે અખબારોનાં અંદરનાં પાને ઢંકાવા લાગ્યો છે.
જો કે હમણાં અચાનક રશિયા-યુક્રેન યુદ્ધમાં ગરમાવો આવી ગયો અને હમસની પડખે ઊભેલા યમનના આતંકી જૂથ હીએ સમુદ્રમાંથી પસાર થતાં માલવાહક જહાજો પર હુમલા કરવા માંડ્યા. ડિસેમ્બરના ૧૫ દિવસમાં હુથી આતંકીઓએ પાંચ જહાજોને નિશાન બનાવ્યાં એ પછી યુરોપની એક મોટી કંપનીએ રાતા સમુદ્રમાં એનાં જહાજોની અવરજવર ગિત કરી દીધી છે. ૨૦૨૩ના વિદાય લેતા સપ્તાહમાં રશિયાએ ગણતરી ના કલાકોમાં યુક્રેન પર દોઢસોથી વધુ મિસાઈલ્સ દાગી અને એના જવાબ રૂપે યુક્રેને એની સરહદ નજીકના રશિયન શહેર પર બૉમ્બવર્ષા કરી. યુક્રેન પર આક્રમણ કર્યાને બે વર્ષ વીતવા આવ્યાં તેમ છતાં રશિયા એની પાશવી લશ્કરી તાકાત સાથે પણ નોંધપાત્ર કહી શકાય એટલો વિસ્તાર કબજે કરી શક્યું નથી. રશિયન પ્રમુખ પુતિન એમની સામે અવાજ ઉઠાવનારા લોકોને એક પછી એક કાં મરાવી રહ્યા કાં જેલભેગા કરી રહ્યા છે. જો કે યુક્રેનને થોડા જ દિવસોમાં મસળી નાખવાની એમની મનસા હજી પૂરી થઈ નથી. યુક્રેન મોરચે રશિયાએ ચાર લાખથી વધુ સૈનિકો ખડક્યા છે અને હજી વધારે જવાનોને ત્યાં તહેનાત કરવાની વાત પુતિને ઉચ્ચારી છે.
સમસ્યામાં ગૂંચવાઈ જવાની શક્યતા વધુ છે, સમાધાનની શક્યતા ઓછી.
ધારી સફળતા ન મળતાં પુતિન મરણિયા થયા છે. કોઈ પણ ભોગે જંગ જીતવાની પુતિનની જીદ એમને આગામી દિવસોમાં યુક્રેન પ્રત્યે વધુ આક્રમક બનાવશે એ નિશ્ચિત છે. પુતિન જેવા જક્કી માણસો વાર્યા તો નથી જ વળતા, હાર્યા પણ પાછા વળતા નથી. એમના માટે આબરૂ બચાવીને પારોઠનાં પગલાં ભરવાનો વિકલ્પ પણ નથી, કારણ કે યુક્રેન પર આક્રમણ કરી પુતિન કશું સિદ્ધ કરી શક્યા નથી. જો કે આ જ હકીકત પુતિનને કઠતી હશે. જેના માથે ભૂત સવાર થયું હોય એ ગાંડપણની કોઈ પણ હદે જઈ શકે. પુતિન અત્યારે ગાંડપણની એ હદની નજીક સરકી રહ્યા છે એ સ્થિતિ ચિંતા ઉપજાવનારી છે.
Esta historia es de la edición January 15, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 15, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.