આદિત્ય ગઢવીના કંઠમાંથી રેલાયેલું, સૌમ્ય જોશી લિખિત, અચિંત ઠક્કર સ્વરાંકિત ખલાસીગીતની લોકપ્રિયતા ઓસરવાનું નામ લેતી નથી. દેશના, ભાષાના સીમાડા વટાવી ગયેલું ચારણી શૈલીનું આ ગીત લાખો સંગીતપ્રેમીઓએ માણ્યું, હજી માણી રહ્યા છે.
આ ગીતનો આ ક્ષણે ઉલ્લેખ કરવાનું પ્રયોજન છે આપણા વડા પ્રધાન. વસ્તુ એવી બની કે ૨૦૨૪ના સરસમજાના અરુણા પ્રભાતે, બીજી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટાપુસમૂહ લક્ષ્મીપ ગયા. ત્યાં દરિયાકાંઠે એ ટહેલતા હોય, નિરાંતજીવે ખુરસીમાં બેઠા હોય તથા સ્નોર્કેલિંગ માટે સજ્જ થતા હોય એવી એમની તસવીરો વાઈરલ થઈ... તસવીરોની સાથે આ ટાપુસમૂહનો મહિમા વર્ણવતાં પ્રધાન મંત્રીએ કહ્યું કે ભાઈઓ અને બહેનો, લક્ષદ્વીપ ફરવા જાઓ...
યા મોદી સાહેબન દરમિયાન કાંઠેથી જા તું જા, દરિયે... દરિયેથી જા તું જા, તળિયે... સ્વચ્છ સાગરકાંઠા, તાડનાં ઝાડનાં ઝુંડવાળા લક્ષદ્વીપ અને પીએમની તસવીરો ચોમેર ફેલાઈ એ સાથે જાતજાતની પ્રતિક્રિયા પણ આવી. મોટા ભાગની પ્રતિક્રિયા મોદી સાહેબને બિરદાવતી જ આવી. પ્રોબ્લેમ શરૂ થયો માલદીવ્સના રાજકારણીઓનાં પેટમાં ગરમાગરમ તેલ રેડાયા બાદ, જેમ કે માલદીવ્સનાં યૂથ એમ્પાવરમેન્ટ-ઈન્ફર્મેશન-કલ્ચર મિનિસ્ટર ભારતદ્વેષી મરિયમ શિઉનાએ પીએમ વિશે ઉટપટાંગ કમેન્ટ કરી ત્યાંથી. જો કે થોડી વારમાં એમણે એમનું લખાણ દૂર કર્યું, પણ ત્યાં સુધીમાં મરિયમ અને એમના જેવા માલદીવ્સના અમુક રાજકારણીઓને જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. માલદીવ્સ સરકારે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું કે આ લોકોએ બફાટ કર્યો એની પર સરકારની મહોર નથી, અમે એમની સાથે સંમત નથી... એ પછી માલદીવ્સ-લક્ષદ્વીપનો મુદ્દો ટ્રેન્ડ થઈ ગયો અર્થાત્ એની પર જાતજાતના લોકો જાતજાતની પ્રતિક્રિયા આપવા લાગ્યા. બોલીવૂડ આખાએ એક્સ (પહેલાંના ટ્વિટર) પરથી સંદેશનો મારો ચલાવ્યોઃ ફેન્ટાસ્ટિક લક્ષદ્વીપ, તમે પણ જાઓ, હવે માલદીવ્સ જાય એ બીજા... વગેરે. બોલીવૂડની સાથે અન્ય સેલિબ્રિટીઓએ પણ આમાં સૂર પુરાવ્યો. તો ટ્રાવેલ પોર્ટલ ઈઝમાયટ્રિપના સ્થાપક-સીઈઓ નિશાંત પિત્તીએ એમની કંપનીએ લીધેલાં માલદીવ્સનાં બધાં ફ્લાઈટ બુકિંગ રદ કરવાની જાહેરાત કરી દીધી.
Esta historia es de la edición January 22, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 22, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.