મિત્રો, એક સમાચાર આપતાં અમને આનંદની લાગણી થાય છે. મંગળ પરથી પ્રકાશિત થનારું ‘ચિત્રલેખા' સૌપ્રથમ સામયિક બનશે. આ માટે ‘ટીમ ચિત્રલેખા’ ટૂંક સમયમાં મંગળ પર જશે.
વાંચીને રોમાંચ થયો ને? અમને પણ. ફરક એટલો કે અમને ખબર છે, અમે વાચકો સાથે એક નિર્દોષ પૅન્ક કરી છે. પ્રેન્ક અથવા મજાક અથવા ઉલ્લુ પટાવવા કે કોઈને બનાવવા એ બધાનો અર્થ એક જ થાયઃ એપ્રિલ ફૂલ.
એપ્રિલ ફૂલની પરંપરા ક્યાંથી ને કેવી રીતે શરૂ થઈ એ વિશે જાતજાતના મતમતાંતર છે. અમુક ઈતિહાસકારોનું કહેવું છે કે એનો સંબંધ પ્રાચીન રોમન તહેવાર હિલારિયા સાથે છે. માર્ચ મહિનાના અંતમાં ભગવાન એટિસના પુનરુત્થાનનો ઉત્સવ ઊજવવા બધા ભેળા મળે છે. નવીનીકરણના આ ઓચ્છવમાં સામેલ થનારા લોકો વેશ બદલીને બીજાની નકલ પણ કરતા તથા એકબીજાને બનાવતા. કોઈ વળી એમ કહે છે કે આ તો મધ્યયુગમાં ઊજવાતો એક ઉત્સવ છે, જેમાં એક નકલી બિશપ કે પોપની ચૂંટણી કરવામાં આવતી તથા ચર્ચનાં નીતિ-નિયમોની નકલ કરવામાં આવતી. એનાથી પ્રેરિત હાલનો એપ્રિલ ફૂલ ડે હોઈ શકે. તો ઈતિહાસકારોના એક વર્ગનું એવું છે કે માનવું છે કે એપ્રિલ ફૂલ ડેનો આરંભ ૧૬મી શતાબ્દીમાં થયો, જ્યારે ફ્રાન્સ દેશ જુલિયન કૅલેન્ડર પરથી ગ્રેગોરિયન કૅલેન્ડર પર આવ્યો. જુલિયન કૅલેન્ડરમાં નવવર્ષનો આરંભ પહેલી એપ્રિલથી થતો, જ્યારે ગ્રેગોરિયન પંચાંગમાં પહેલી જાન્યુઆરીથી. ગ્રેગોરિયન કૅલેન્ડર લાગુ થયા પછી પણ જે લોકો પહેલી એપ્રિલે ન્યુ યર ઊજવતા એવા લોકોને ફૂલ કહેવાની પ્રથા પડી ને એ રીતે એપ્રિલ ફૂલ શરૂ થયું.
ઉદ્ભવસ્થળ કે તિથિ જે હોય તે, પણ નિર્દોષ મસ્તીમજાકનો આ દિવસ છે બડો મજેદાર. દર વર્ષે પહેલી એપ્રિલને દુનિયાભરમાં અમુક મશ્કરા એપ્રિલ ફૂલ ડે તરીકે ઊજવે. કોઈ વળી એને લ ફૂલ્સ ડે તરીકે પણ ઓળખે છે. એ અમુક લોકો ડે યારદિલદારોને, કઝીન્સને તથા સ્નેહીજનો સાથે નાની-મોટી પૅન્ક કરી એમને બેવકૂફ બનાવીને સેલિબ્રેટ કરે છે. જો કે અમુક મશ્કરા એવા કે એમને માટે ઑલ ડેઝ ફૂલ્સ ડે હોય છે અર્થાત્ મિત્રો સાથે એમને હંમેશાં ટીખળ કરવી ગમે છે.
Esta historia es de la edición April 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.