ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...
Chitralekha Gujarati|April 15, 2024
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના જંગ વચ્ચે પક્ષના બીજા કેટલાક ઉમેદવારો સામે પણ ઠેર ઠેર પ્રસરેલા અસંતોષ પછી ગુજરાત ભાજપ શા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની?
કેતન ત્રિવેદી (અમદાવાદ)
ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...

ને મોવડીમંડળનો (અતિ) આત્મવિશ્વાસ ગણવો કે પક્ષમાં કોંગ્રેસીકરણની શરૂઆત ગણવી એ નક્કી કરવું અઘરું છે, પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીને લઈને જે ઘમાસાણ મચ્યું છે એનાથી પક્ષની આબરૂના સરાજાહેર ધજાગરા ઊડી ચૂક્યા છે.

હમણાં સુધી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી વખતે આંતરિક વિરોધ થાય, પ્રદેશ કાર્યાલય પર તોડફોડ થાય, ક્યારેક અલગ અલગ દાવેદારતરફી કાર્યકરો વચ્ચે હાથાપાયી થાય અને સુરક્ષાકર્મીઓ ગોઠવવા પડે એ બધું કોંગ્રેસ માટે સ્વાભાવિક ગણાતું હતું. આ વખતે ગંગા ઊલટી વહી છે. કોંગ્રેસને બદલે ભાજપમાં સાબરકાંઠા, વડોદરા, સુરેન્દ્રનગર જેવી બેઠકોમાં પક્ષના કાર્યકરો શિસ્તની સીમા ઓળંગીને વિરોધ કરી રહ્યા છે. બીજી અમુક બેઠકોમાં પણ બહુ નહીં તો છાનો ગણગણાટ તો છે જ.

ભારતીય જનતા પક્ષની રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં ભાજપ અત્યારે બે સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છેઃ પાયાના કાર્યકરોમાં ઝડપથી પ્રસરી રહેલો અસંતોષ અને રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં તીવ્રતાથી ફેલાઈ રહેલો રોષ.

મંગળવાર, બે એપ્રિલની સવારે આ લખાઈ રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરુદ્ધ ભડકેલી આગને ઠારવા માટે ગાંધીનગરમાં પ્રદેશમોવડીઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. એમાં શું નીપજે છે એ પછી ખબર પડશે, પણ સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે રૂપાલાએ બે વખત આ મુદ્દે માફી માગવા છતાં વિવાદ વકરી કેમ રહ્યો છે? પ્રદેશ ભાજપના કહેવાતા ક્ષત્રિય નેતાઓ આગ ઠારવાના બદલે ચૂપ કેમ બેઠા છે? ગોંડલના જયરાજસિંહ જાડેજાએ સમાજનું સંમેલન બોલાવીને માફીનો તખતો ઊભો કર્યો એ સિવાય ભાજપના પ્રદેશકક્ષાના કોઈ ક્ષત્રિય નેતા આ વિવાદને ઠારવા ખોંખારો ખાઈને બોલ્યા નથી. ક્ષત્રિય સમાજ વતી બોલતાં પદ્મિનીબા હજુ થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયાં છે, પણ પ્રદેશના કોઈ નેતા એમને અટકાવી શક્યા નથી.

રૂખી સમાજના એક કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન પછી રાજપૂત સમાજનો વિરોધ શરૂ થયો ત્યારે મોટા ભાગના લોકો આ મામલો ક્ષત્રિય વર્સિસ પટેલ એ દિશા પકડી રહ્યો છે એવું માનતા હતા. રાજકોટ બેઠક પર કડવા પટેલ ઉમેદવારને કારણે લેઉઆ અને કડવા પટેલો વચ્ચે બિનજરૂરી વિવાદ ન થાય અને આ રીતે પટેલો એક થાય તો પણ સ્થિતિ ભાજપના ફાયદામાં જ હતી.

Esta historia es de la edición April 15, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición April 15, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
Chitralekha Gujarati

ગરબા સંગે ડાકલાં પણ ગુંજે

દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.

time-read
5 minutos  |
October 14, 2024
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
Chitralekha Gujarati

અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ

સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?

time-read
3 minutos  |
October 14, 2024
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
Chitralekha Gujarati

શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ

કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?

time-read
2 minutos  |
October 14, 2024
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
Chitralekha Gujarati

ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ

સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.

time-read
7 minutos  |
October 14, 2024
રાઈનો પહાડ ના કરવો...
Chitralekha Gujarati

રાઈનો પહાડ ના કરવો...

મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.

time-read
5 minutos  |
October 14, 2024
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
Chitralekha Gujarati

એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!

ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

time-read
3 minutos  |
October 14, 2024
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
Chitralekha Gujarati

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.

time-read
3 minutos  |
October 14, 2024
જસ્ટ, એક મિનિટ.
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ.

પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - 14 October, 2024
પ્રશંસા અને ટીકાની વચ્ચે
Chitralekha Gujarati

પ્રશંસા અને ટીકાની વચ્ચે

જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.

time-read
2 minutos  |
Chitralekha Gujarati - 14 October, 2024
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 minutos  |
October 07, 2024