હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati|May 06, 2024
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
મહેશ શાહ
હું અમદાવાદની રિક્ષાવાળી...

વાત અમદાવાદની છે. ઉનાળાની બપોરે જાણે અગનલૂ વરસે છે. બસ-સ્ટૅન્ડ પર બસની રાહ જોઈને થાકેલા એક વડીલે દૂરથી ખાલી આવતી રિક્ષા જોઈ એને ઊભી રાખવા પોતાનો એક હાથ ઊંચો કર્યો. રિક્ષા પાસે આવીને ઊભી રહી. રિક્ષાચાલકને જોઈને વડીલ ચમક્યા અને મોઢું મચકોડશું. પછી ચાલક સામે જોઈને બોલ્યાઃ તારી રિક્ષામાં બેસવાનું જોખમ ના લેવાય. રિક્ષાચાલકે પ્રતિભાવ ના આપ્યો. બાદમાં એક યુવતી આવીને રિક્ષામાં બેઠી. વડીલ જોતા રહી ગયા.

આ રિક્ષાચાલકે હવે ટીકા, ટકોર કે ટોણા સાંભળી લેવાનું મન બનાવી લીધું છે, કારણ કે એને પોતાનું અને બે દીકરાનું જીવન બહેતર અને સુખી બનાવવું છે. ખુદનો જીવનપથ સંઘર્ષભર્યો રહ્યો. વધારામાં, રિક્ષાચાલક તરીકે એથીય વધુ સંઘર્ષ વેઠે છે એકલપંડે, કારણ કે એ રિક્ષાચાલક યુવતી છે. અમદાવાદમાં સેંકડો રિક્ષાચાલકો છે, એમાં હાલમાં સંભવતઃ આ એકમાત્ર લેડી રિક્ષાડ્રાઈવર હશે.

અમદાવાદના રિક્ષાચાલકો વિશે વર્ષોથી સમાજમાં અવનવી વાતો થતી રહે. વર્ષો પહેલાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ મા-બાપના એક ગીતના કેન્દ્રમાં પણ રિક્ષાચાલક. ફિલ્મમાં રિક્ષાવાળાની ભૂમિકા ભજવતા અસરાની પર ફિલ્માંકન થયેલા ગીતના શબ્દો હતાઃ હું અમદાવાદનો રિક્ષાવાળો, નવસો નવ્વાણું નંબરવાળો, અમદાવાદ બતાવું ચાલો...

આજે તમને ઓળખ કરાવીશું અમદાવાદની રિક્ષાવાળી સાથે... જી હા, લેડી રિક્ષાચાલક ઊર્મિલા ગોહિલ સાથે. ૩૩ વર્ષનાં ઊર્મિલાબહેન પોતાની કારકુનીથી રિક્ષાચાલક સુધીની સંઘર્ષપૂર્ણ સફર અંગે પ્રિયદર્શિનીને માંડીને વાત કરે છે.

મારો જન્મ અમદાવાદમાં. પિતા મિલકામદાર અને માતા ગૃહિણી. હું હાઈ સ્કૂલમાં ભણતી ત્યારે પરિવારને મદદરૂપ થવા કાપડ બનાવતી ફૅક્ટરીમાં કારકુન તરીકે નોકરી કરતી. ત્યાં અમારા સમાજનો કમલેશ ગોહિલ ટેલર તરીકે કામ કરે. એની સાથેનો પરિચય પ્રેમમાં પરિણમ્યો.’

જો કે રૂઢિચુસ્ત પરિવાર બાર ધોરણ ભણેલી ઊર્મિલા સોલંકીને પાંચ ધોરણ ભણેલા કમલેશ ગોહિલ સાથે લવ મૅરેજની મંજૂરી આપે એમ નહોતો. સામે કમલેશનો પરિવાર પણ બહુ રાજી નહોતો એટલે બન્નેએ પોતાના પરિવારની નારાજગી વેઠીને વર્ષ ૨૦૦૬માં કોર્ટ મૅરેજ કર્યાં.

પછી ભાડાની ઓરડીમાં સ્નેહ-સંસાર શરૂ કર્યો. થોડા મહિના પછી બન્નેએ નોકરી બદલી. સમય જતાં બે પુત્ર જન્મ્યા, દિગ્ધાંત અને જેનિલ.

Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
શોષણ કરવાની આપણી માનસતા છો ક્યારે?
Chitralekha Gujarati

શોષણ કરવાની આપણી માનસતા છો ક્યારે?

શ્રમિકોને એમના અધિકાર આપવાની દાનત નથી અને કાયદા પણ પાંગળા બની રહ્યા છે.

time-read
3 minutos  |
July 15, 2024
સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...
Chitralekha Gujarati

સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...

આયર્ન-ફોલિક ઍસિડની સાથે સાથે કૅલ્શિયમ સભર આહાર ગણાય આ ગાળામાં ઉત્તમ.

time-read
3 minutos  |
July 15, 2024
એમની સાંખોનું નિશાન છે, ત્રીજી આંખ
Chitralekha Gujarati

એમની સાંખોનું નિશાન છે, ત્રીજી આંખ

આજની મહિલા વિવિધ ક્ષેત્ર સર કરી રહી છે ત્યારે સીસીટીવી સિક્યોરિટી સિસ્ટમ જેવા ટેક્નિકલ ફીલ્ડમાં ડિજિટલ છલાંગ ભરી રહેલાં સુરતનાં આ સન્નારી અનેક સ્ત્રીઓ માટે પ્રેરક બન્યાં છે. પ્રસ્તુત છે એક નારીની નવલી બિઝનેસ ગાથા.

time-read
2 minutos  |
July 15, 2024
ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!
Chitralekha Gujarati

ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!

શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગથી રિટેલ રોકાણકારોને દૂર રાખવા, તમામ પ્લેયર્સને સાઈબર જોખમોથી બચાવવા અને ડિજિટલ પ્લૅટફૉર્મના લેભાગુઓથી મધ્યસ્થીઓ સહિત નવા ઈન્વેસ્ટર્સને ચેતવવા ‘સેબી’એ હમણાં વધુ કદમ ભર્યાં છે એની ઝલક જોઈએ.

time-read
3 minutos  |
July 15, 2024
દસ લાખ આપો...નીટમાં સફળ થાવ!
Chitralekha Gujarati

દસ લાખ આપો...નીટમાં સફળ થાવ!

હવે ગેરરીતિમાં પણ ગૅરન્ટી? ચકચારી એક્ઝામ ફ્રૉડના ગોધરા કનેક્શને ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસને દોડતી કરી દીધી. અનેક ધરપકડો પછી હવે સીબીઆઈએ તપાસ સંભાળી છે.

time-read
3 minutos  |
July 15, 2024
નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...
Chitralekha Gujarati

નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...

મેડિકલ-ડેન્ટલ કૉલેજમાં પ્રવેશ અપાવતી પરીક્ષાનાં પેપર ફાં, વિદ્યાર્થીઓને અણહક્કના ગ્રેસ માર્ક્સ અપાયા અને ખાસ તો અમુક પરીક્ષાર્થીની ઉત્તરવહી સાથે પણ ચેડાં થયાં. સરકાર અને તપાસ એજન્સીઓ હવે અચાનક જાગ્રત થઈ છે. અહીં સવાલ એ છે કે લાખ્ખો વિદ્યાર્થીનાં ભવિષ્યનો સવાલ હોય ત્યારે આગોતરી સાવચેતી કેમ રાખી ન શકાય?

time-read
5 minutos  |
July 15, 2024
પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન
Chitralekha Gujarati

પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન

ગયા વર્ષે ઘરઆંગણે, અમદાવાદમાં એક લાખ કરતાં વધુ દર્શકોની હાજરીમાં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ધોવાઈ ગયેલી ટીમની આબરૂ પુનઃ સ્થાપિત કરવાનું કામ લગીરે સહેલું નહોતું. જો કે રાહુલ દ્રવિડ જેનું નામ. ભૂતકાળના સારા-નરસા અનુભવોનો ભાર રાખ્યા વગર, ગમે એવી પરિસ્થિતિમાં મગજ પરનો કાબૂ ગુમાવ્યા વગર અને વિશેષ તો જરાય ગાજવીજ કર્યા વગર કોચ તરીકે એણે ટીમને ફરી બેઠી કરી અને લાંબા સમયથી ભારત જેનાથી વંચિત હતું એ ટી-૨૦ વર્લ્ડ કપ જિતાડી આપ્યો. એણે મેદાનમાં રમવા ઊતરવાનું નહોતું, ચાલ ચાલવાની રણનીતિ અજમાવવાની હતી.

time-read
4 minutos  |
July 15, 2024
આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!
Chitralekha Gujarati

આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!

અંધજનોની વ્યથા સમજવી છે? ભારત માટે નવતર કહી શકાય એવા આશરે દાયકા અગાઉ શરૂ કરવામાં આવેલા ‘વિઝન-ઈન-ધ-ડાર્ક' પ્રોજેક્ટને હમણાં મ્યુઝિયમ તરીકેની ઓળખ મળી છે અને આ એક અભ્યાસનો-સંવેદનાનો વિષય બન્યો છે.

time-read
4 minutos  |
July 15, 2024
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
Chitralekha Gujarati

વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...

ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.

time-read
3 minutos  |
July 15, 2024
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
Chitralekha Gujarati

વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...

ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.

time-read
3 minutos  |
July 15, 2024