પાંચેક મહિના પહેલાંની વાત. બિહારનું ગયાસ્થિત મહાબોધિ ટેમ્પલ કૉમ્પ્લેક્સ. બૌદ્ધધર્મીઓ માટેની યુનેસ્કોએ જાહેર કરેલી આ વર્લ્ડ હેરિટેજ સાઈટની મુલાકાતે તિબેટિયન આધ્યાત્મિક વડા દલાઈ લામા આવવાના હતા એટલે ચાંપતો પોલીસ બંદોબસ્ત હતો.
અચાનક એક મહિલા કૉન્સ્ટેબલને શું સૂઝ્યું તે એ મોબાઈલમાં સોન્ગ વગાડવા માંડીઃ ઓ મેરી જાન, હેય ઓ મેરી જાન... ગીતના તાલે એક કૉન્સ્ટેબલ ખુલ્લૂ કુમારી નાચવા માંડી, જ્યારે બીજી એનો વિડિયો શૂટ કરવા લાગી. ટેમ્પલ કૉમ્પ્લેક્સની સિક્યોરિટી બાજુએ રહી ગઈ, મંદિર દેખાય એ રીતે ખુલ્લૂ કુમારીનો ડાન્સ મહત્ત્વનો બની ગયો. જેવો આ ડાન્સિંગ વિડિયો ખુલ્લૂ કુમારીએ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો કે ચારે બાજુ કાગારોળ મચીઃ પબ્લિક માટે મંદિરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ, પણ પોલીસ જેવી જવાબદાર વ્યક્તિ મોબાઈલ પર ડાન્સિંગ વિડિયો બનાવે? આ કેવું?
પરિણામ? ઈન્ક્વાયરી બેસી અને ખુશ્બ કુમારીને સસ્પેન્ડ કરવામાં આવી.
નોકરિયાત વ્યક્તિએ સોશિયલ મિડિયાનો કેટલો અને કેવો ઉપયોગ કરવો જોઈએ?
છેલ્લા થોડા સમયથી પ્રચાર-પ્રસાર માધ્યમમાં આ વિશે ચર્ચા ચાલી રહી છે, દેશ-દુનિયામાં સોશિયલ મિડિયા પર બેજવાબદાર પોસ્ટ કરવાના લીધે અનેક લોકોની નોકરી ગઈ છે. અરે, ઘણાની તો કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. એક વર્ગનું કહેવું છે કે નાની કે મોટી, જાણીતી કે અજાણી કંપનીમાં નોકરીમાં જોડાવાની સાથે જ એ કંપનીની શાખ જાળવવાની જવાબદારી કર્મચારીના શિરે આવી જાય છે. એણે એવું કંઈ જ ન કરવું જોઈએ, સોશિયલ મિડિયા જેવા જાહેર મંચ પરથી તો કદાપિ નહીં, કે જેથી કંપનીની આબરૂ જાય. જો આમ થાય તો કંપની તમારી સામે પગલાં લેતાં અચકાશે નહીં. બીજો વર્ગ કહે છે કે કંપનીનું આવું આત્યંતિક પગલું વાજબી ગણાય?
Esta historia es de la edición June 03, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 03, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.