ગ્લાસ બનો, તળાવ નહીં…..
એક માણસ ઝેન ગુરુ પાસે ગયો અને કહ્યું: ‘હું ખૂબ દુઃખી છું. સમાધાન બતાવો.’ ગુરુ એને એક તળાવ પાસે લઈ ગયા અને કહ્યું કે તળાવમાંથી એક ગ્લાસ પાણી ભર અને અંદર થોડું મીઠું નાખીને પી જા. માણસે સૂચનાનું પાલન કર્યું.
‘કેવું લાગે છે પાણી?’ ગુરુએ પૂછ્યું.
‘આ તો બહુ ખરાબ લાગે છે.’ માણસે પાણીને ફૂંકીને કહ્યું.
ગુરુએ કહ્યું: ‘હવે, એટલું જ મીઠું તળાવમાં નાખ અને એમાંથી સીધું જ પાણી પીને કહે કે કેવું લાગે છે.’
માણસે કહ્યું: ‘આ તો સારું લાગે છે.’ ‘
‘મીઠાનો સ્વાદ નથી આવતો?’
‘ના, જરાય નહીં.’
ગુરુએ માણસને હાથ પકડીને બેસાડ્યો અને કહ્યું: ‘જીવનની પીડા મીઠા જેવી હોય છે. એની માત્રા સરખી જ હોય છે, ના વધારે, ના ઓછી. પીડાના અનુભવોની માત્રા આપણે કયા વાસણમાંથી એને ચાખીએ છીએ એના પર નિર્ભર કરે છે એટલે બીજી વાર પીડાનો અનુભવ થાય ત્યારે સ્થિતિની સમજણનો વિસ્તાર કરજે. ગ્લાસ ના બનતો, તળાવ બનજે.’
***
તમે દુનિયાના સૌથી ખુશ દેશનું નામ સાંભળ્યું હશે (ફિનલૅન્ડ), પણ તમને એ ખબર છે કે એક માણસ એવો પણ છે જેને દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ ગણવામાં આવે છે? એ વ્યક્તિ ફિનલૅન્ડની નહીં, પણ ફ્રાન્સની છે અને અત્યારે નેપાળના શેચેન બૌદ્ધ મઠમાં રહે છે. ૭૮ વર્ષના આ બૌદ્ધ સાધુ મેથ્યુ રિકાર્ડને મિડિયાએ દુનિયાની સૌથી ખુશ વ્યક્તિનો ખિતાબ આપ્યો છે, પણ એ પોતે એને હસી કાઢે છે.
Esta historia es de la edición June 17, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 17, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.