સરકાર મારી... તો લગામ પણ મારી જ ને!
Chitralekha Gujarati|June 24 , 2024
નવી સરકારની રચના પહેલાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નાક દબાવશે એવી શક્યતા વ્યક્ત થતી હતી, પરંતુ મોદીએ એમની માગણી અને મહત્ત્વાકાંક્ષા પર લગામ તાણી દીધી છે. પ્રધાનમંડળમાં સંખ્યાબળથી માંડી ખાતાંની ફાળવણીમાં પણ મોદીએ એમની કારી ફાવવા દીધી નથી.
હીરેન મહેતા
સરકાર મારી... તો લગામ પણ મારી જ ને!

રાજકીય વર્તુળોમાં જેટલો ગણગણાટ હતો એના કરતાં ઘણી સરળતાથી નરેન્દ્ર મોદીની ત્રીજી વારની સરકાર સત્તારૂઢ થઈ ગઈ છે અને મોદીએ એમની આદત પ્રમાણે વડા પ્રધાનપદ સંભાળતાંની સાથે જ અઢી મહિનાથી ચૂંટણીની આચારસંહિતાને કારણે સુષુપ્ત થઈ પડેલા પ્રશાસનતંત્રને ચાબુક મારી ફરી દોડતું પણ કરી દીધું છે.

ગયા મંગળવારે ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં ગયાં અને ભાજપ પોતે સ્પષ્ટ બહુમતથી છેટે રહી જશે એ સાફ થયું ત્યારથી મોદીએ વડા પ્રધાન તરીકેની એમની ત્રીજી મુદતમાં વિશેષ તો તેલુગુ દેશમના ચંદ્રાબાબુ નાયડુ (લોકસભામાં ૧૬ બેઠક) અને જનતા દળ-યુનાઈટેડના નીતિશ કુમાર (લોકસભામાં ૧૨ બેઠક)ના ઓશિયાળા બનીને રહેવું પડશે એવી ચર્ચા હતી. આખરે તો એમની સરકારનું અસ્તિત્વ આ બે મોટા સાથી પક્ષો પર અવલંબિત છે. આ બન્ને પક્ષોની અપેક્ષા (ખરેખર તો માગણી)ની યાદી બહુ મોટી હતી. રાજકારણમાં આમેય નાક દબાવવાના મોકા કોઈ છોડતું નથી. એ હિસાબે આ બન્ને પક્ષે પ્રધાનમંડળમાં મોટા સહભાગની માગણી કરી હતી. રાજકારણના ખેલમાં બોલ્યા વગર પણ ઘણા સંકેત આપવામાં આવે છે. મોદી પોતાની માગણી નહીં સ્વીકારે તો ભાજપ સાથે છેડો ફાડવા સુધીની નોબત આવી શકે એવા ઈશારા આપવામાં આવ્યા હોય એવી પણ ભારોભાર શક્યતા છે.

હાથ જોડ્યા, પણ હાથ ઉપર રાખ્યા: નરેન્દ્ર મોદીએ ભાજપના મોટા ભાગના મંત્રીઓનાં ખાતાં જાળવી રાખવામાં પણ સફળતા મેળવી.

Esta historia es de la edición June 24 , 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 24 , 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!
Chitralekha Gujarati

અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!

મહારાષ્ટ્રની આ ‘ગરીબ’ યુવતી બોગસ સર્ટિફિકેટ આપીને સરકારી ઑફિસર બની બેઠી હોવાની બબાલ જામી છે.

time-read
2 minutos  |
July 29, 2024
ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ
Chitralekha Gujarati

ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ન જઈ શકનારા વિદ્યાર્થીઓ હવે ગિફ્ટ સિટીના માધ્યમથી એ સપનું સાકાર કરી શકશે. એ જ રીતે, અહીંથી બીજા દેશોમાં વિવિધ ઉપયોગ માટે નાણાં મોકલવાનો પ્લાન કરનારી વ્યક્તિનું કામ પણ અહીં થઈ જશે.

time-read
2 minutos  |
July 29, 2024
કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?
Chitralekha Gujarati

કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?

કેફી દ્રવ્યોની લતનું પ્રમાણ આપણાં બાળકો-તરુણોમાં બહુ વધી રહ્યું છે. એ રોકવાના ઉપાય છે...

time-read
3 minutos  |
July 29, 2024
છોટી સી બાતથી છૂટાછેડા સુધી...
Chitralekha Gujarati

છોટી સી બાતથી છૂટાછેડા સુધી...

સંબંધમાં વિચ્છેદ ન પડે એવું ઈચ્છતાં હો તો આટલી તકેદારી લો.

time-read
3 minutos  |
July 29, 2024
મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા
Chitralekha Gujarati

મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા

ચોમાસા દરમિયાન પુછાતો યક્ષપ્રશ્નઃ આવી ચીજવસ્તુ ખાવી કે નહીં?

time-read
3 minutos  |
July 29, 2024
બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ
Chitralekha Gujarati

બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ

સારવારનો અભાવ બાળકોને મોત નહીં તો પણ યાતનામય જિંદગી તરફ ધકેલે એવા ટાઈપ-વન પ્રકારના ડાયાબિટીસ વિશે લોકોને સભાન કરવાનું કામ એમને વધુ સંતોષ આપે છે. આખરે તો દાદાજીને આપેલા વચનનું એનાથી પાલન થાય છે.

time-read
6 minutos  |
July 29, 2024
શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી
Chitralekha Gujarati

શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી

સરહદ પર લડવા સિપાહીઓ છે, પણ સરહદની અંદર રહીને દેશસેવાની મશાલ પણ કોઈએ તો પ્રગટાવવી જોઈએ ને? સુરતની એક સંસ્થા દેશભરના શહીદના પરિવારો માટે સેવાનું અનોખું કામ કરે છે.

time-read
2 minutos  |
July 29, 2024
હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!
Chitralekha Gujarati

હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!

ઑપરેશન વિજયની સ્વર્ણજયંતી હિંદુસ્તાન કો નાઝ હોગા હમ દીવાનોં પર... પચ્ચીસ વર્ષ પહેલાં પાકિસ્તાનની દગાખોરીનો આપણા શૂર સિપાઈઓએ જડબાંતોડ જવાબ આપ્યો એની સ્વર્ણજયંતી ૨૬ જુલાઈએ દેશભરમાં ઊજવાશે. કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના કારગિલ જિલ્લાની દ્રાસ નગરીમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલું વિજય સ્મારક હવે દેશના પર્યટનસ્થળની યાદીમાં ઉમેરાયું છે. ઉમ્બંગ ઘાટીઓની શૃંખલાથી બનેલો કારગિલ જિલ્લાનો એક અનોખો ઈતિહાસ છે, ભૌગોલિક વિશેષતા તથા પોતીકી સંસ્કૃતિ છે.

time-read
4 minutos  |
July 29, 2024
કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ
Chitralekha Gujarati

કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ

શાંતિનો સંબંધ બંધાઈ રહ્યો હતો અને લડાખના પર્વતો પર બરફ પીગળી રહ્યો હતો ત્યારે ભારતીય સરકાર અને સેનાને ગાફેલ રાખી પાકિસ્તાને કારગિલ અને એની આસપાસની નિયંત્રણરેખા ઉવેખી ભારતમાં ઘૂસણખોરી કરી. આશરે અઢી મહિના બાદ પાક સેનાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. જો કે એ પહેલાં સરહદની બન્ને બાજુ જવાનોની ભારે ખુવારી થઈ. ઑપરેશન વિજય’ને પચ્ચીસ વર્ષ પૂરાં થવામાં છે ત્યારે ‘ચિત્રલેખા’ તાજા કરે છે કારગિલ યુદ્ધના આંખેદેખ્યા હાલનો પ્રથમ મણકો.

time-read
4 minutos  |
July 29, 2024
સરહદ, સૈનિક અને સેવા
Chitralekha Gujarati

સરહદ, સૈનિક અને સેવા

ગંભીર માંદગીનું દર્દ ભૂલવા મથતાં બાળકે હૉસ્પિટલના બિછાને ચિત્રો દોર્યાં અને સૈનિકોને મળવાની જીદ પકડી. એમાંથી પાંગરી દેશપ્રેમની પ્રવૃત્તિ. તનથી પીડિત, પણ મનથી મજબૂત દિલ્હીના બાળવીર અથર્વ તિવારીના અનોખા મિશનની પ્રેરક કથા.

time-read
5 minutos  |
July 29, 2024