એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી

સાડા ત્રણેક દાયકા પહેલાંની વાત છે. પંજાબના હોશિયારપુર જિલ્લાનાબોદાલ દસ્બા ગામમાં રૂઢિચુસ્ત પંજાબી દંપતી નરંજન કાર બલદેવ સિંહ રહે. એમને બે દીકરી પછી દીકરો અવતર્યો એટલે પરિવારમાં ભારે ખુશી થઈ. જો કે અમુક વર્ષ બાદ વધુ એક દીકરી નવપ્રીત જન્મી. એ વખતે કેટલાક પરિવારજનોએ ટીકા કરીઃ યે એક્સ્ટ્રા આ ગઈ. મતલબ કે વધારાનું સંતાન!
એ સમયે સિંહપરિવાર અને ગામમાં દીકરી ભારરૂપ ગણાતી, પરંતુ ડિસ્ટ્રિક્ટ પબ્લિક રિલેશન ઑફિસર એવા બલદેવ સિંહે ત્રણ દીકરી અને દીકરાનો સમાન ઉછેર કર્યો. અલબત્ત, કોઈના ને કોઈના મોઢે પોતાના માટે એક્સ્ટ્રાવાલી શબ્દ સાંભળીને નવપ્રીત સમસમી ઊઠતી, છતાંય હકારાત્મક બનીને મનોમન એણે નક્કી કર્યુંઃ મેં એક્સ્ટ્રા સે એક્સ્ટ્રા-ઑર્ડિનરી બનકે દિખાઉંગી...
સંકલ્પ લેવો સરળ, પણ સિદ્ધ કરવાનું કાર્ય કઠિન. એ દિવસોમાં પિતાએ એને ઉચ્ચ શિક્ષણ લેવા અમૃતસર મોકલી. નવપ્રીત માટે આપબળે વિકસવાનું એ પ્રથમ ચરણ બની રહ્યું. એણે હૉસ્ટેલમાં રહીને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી બીએ, એલએલબી કર્યું. પછી એલએલએમ કરતી હતી એ દિવસો (વર્ષ ૨૦૧૨)માં ચંડીગઢવાસી ઍડ્વોકેટ હરીન્દ્ર પ્રતાપ સિંહ સાથે લગ્ન થયાં. એ પછી કાયદાના અનુસ્નાતક (એલએલએમ)નો અભ્યાસ પૂરો કર્યો.
પછી તો ચંડીગઢની રિયાત કૉલેજ ઑફ લૉમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી. એક દિવસ ઍસિડ હુમલાનો ભોગ બનેલી યુવતીના ચોંકાવનારા સમાચાર છાપામાં વાંચ્યા. પછીના દિવસોમાં એવો જ બીજો કિસ્સો વાંચ્યો. એક સ્ત્રી પર કોઈ અચાનક ઍસિડ નાખે તો શું હાલત થાય? જીવનભર કેવી બળતરા અને પીડા વેઠવી પડે? એની કલ્પનાથી એ ધ્રૂજી ગઈ. એ વિશે વધુ જાણવામાં રસ પડ્યો એટલે ઍસિડ હુમલાનો ભોગ બનેલી મહિલાઓ વિશે પીએચ.ડી. કરવાનું નક્કી કર્યું. એ માટે પંજાબ યુનિવિર્સિટીના લૉ વિભાગમાં દરખાસ્ત આપી. ત્યાંથી સૂચન થયું: આના બદલે કોઈ સારા વિષયની પ્રપોઝલ લાવો!
લક્ષ્મી અગ્રવાલની સંસ્થા દ્વારા ઍસિડના બેરોકટોક વેચાણ સામે ઝુંબેશ ચાલે છે, પણ કોઈનું આયખું બગાડવા એનો ઉપયોગ ચાલુ જ છે.
Esta historia es de la edición August 12, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 12, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

સિક્કાની બે બાજુ હોય છે.
હિતેન આનંદપરા

જસ્ટ, એક મિનિટ..
સારાંશ એ કે ભણતર, સંપત્તિ કે પદને નહીં, પણ લોકો માણસના આચરણને વધુ માન આપે છે.

ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...
દુનિયાની સૌથી પ્રાચીન કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર ખેલાતી પ્રસિદ્ધ મસાણ હોળીમાં આ વર્ષે શું બન્યું? ભડભડતી ચિતાની વચ્ચે દેવાધિદેવ મહાદેવના ભક્તો રાખથી હોળી રમે છે એની પાછળનાં કારણ બડાં રસપ્રદ છે.

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?
વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...
સાચું કહેજો, ભારતીય અર્થતંત્રના વિકાસ વિશે તમે શું માનો છો? માત્ર શૅરબજારની ચાલ અને હાલને જોઈને જવાબ નહીં આપતા. શૅરબજાર ભલે ઈકોનોમીનું બેરોમીટર ગણાતું, પરંતુ ખરેખર સ્ટૉક માર્કેટ તો માત્ર સંકેત છે, એને પૂર્ણ આધાર માની શકાય નહીં. આટલી પાયાની સમજ સાથે આપણે દેશના અર્થતંત્ર વિશે વૈશ્વિક સંસ્થા-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ શું માને છે એના પર નજર કરીએ.

પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.

સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?
જડસુ તાલિબાની શાસકોની તો વાત જ જવા દો, પણ બીજે પણ મહિલાઓના હાલ બહુ સારા તો નથી જ.

સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...
નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...
દરદીઓને અમૃતપાન કરાવે છે આ દંપતી

તુજ સંગ પ્રીત લગાઈ સોના...
માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?