જાન્યુઆરી, ૨૦૨૪માં ટોકિયો ખાતે પ્રખ્યાત ગાયિકા જ સંગીત જલસો હતો. ત્યાર બાદ એણે મેલબોર્નમાં કૉન્સર્ટ આપવાની હતી. ત્યાં તો ખબર આવ્યા કે અમેરિકાના લાસ વેગાસમાં ટેલરબહેનનો બૉયફ્રેન્ડ સુપર બૉલ મૅચમાં રમવાનો છે. પછી તો પ્રેમીને પાનો ચઢાવવા જવા માટે ટેલરે ટોકિયોથી ખાનગી વિમાન ભાડે કર્યું અને પહોંચી ગઈ લાસ વેગાસ. મૅચ પૂરી કર્યા પછી ટેલર એ જ વિમાનમાં મેલબોર્ન ગઈ. આ બન્ને પ્રવાસમાં એના વિમાને ૮૮૦૦ ગૅલન (આશરે ૩૪,૦૦૦ લિટર) ફ્યુઅલ વાપર્યું, જેના ધુમાડા રૂપે ૯૦ ટન કાર્બન વાતાવરણમાં ભળી ગયો. સરખામણી કરો તો અમેરિકામાં છ માણસો એક વર્ષમાં રોજિંદું ૯૦ ટન કાર્બન ઉત્સર્જન કરે છે.
અહીં જાણવું જરૂરી છે કે ટેલર સ્વિફ્ટ જાહેર જીવનમાં પોતાની જાતને પર્યાવરણવાદી તરીકે ઓળખાવે છે. ક્લાઈમેટ ચેન્જ સામેનાં આંદોલનોમાં એ બોલકી રીતે કૂદી પડતી હોય છે, પણ અંગત સુવિધાની વાત આવે ત્યારે ક્લાઈમેટ જાય ભાડમાં.
આજે ગ્રેટા થનબર્ગ નામની સ્વિસ છોકરી દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત પર્યાવરણવાદી ગણાય છે. ઓગસ્ટ, ૨૦૧૯માં ગ્રેટા ઈંગ્લૅન્ડથી ન્યુ યોર્ક એક પર્યાવરણીય પરિષદમાં હાજરી આપવા વિમાનને બદલે સઢવાળા વહાણમાં બેસીને ગઈ હતી, કેમ કે વિમાન વધુ પ્રદૂષણ ફેલાવે છે. જો કે પછી ખબર પડી કે ગ્રેટાકુમારીની સેઈલ બોટનું સંચાલન કરવા માટે બે કર્મચારીઓ ખાસ અમેરિકાથી પ્લેનમાં ઈંગ્લૅન્ડ આવ્યા હતા! ટૂંકમાં, ગ્રેટાનો દંભ પહેલેથી જ ખુલ્લો પડી ગયો હતો.
૨૧ જૂન, ૨૦૧૮ના રોજ ગ્રેટા થનબર્ગે કરેલું ટ્વીટ વાંચવા જેવું છે. એણે અનામી વિજ્ઞાનીઓને ટાંકીને ચેતવણી આપી હતી કે પાંચેક વર્ષમાં (૨૦૨૩ સુધી) માનવી ફોસિલ ફ્યુઅલ (અશ્મીભૂત ઈંધણ)નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ નહીં કરી દે તો માનવજાતનો વિનાશ થઈ જશે.
Esta historia es de la edición September 23, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 23, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.