ઈન્ટરનેટિયું મેડિકલ જ્ઞાન... એક જટિલ બીમારી
Chitralekha Gujarati|September 30, 2024
બિહારના એક ચોંકાવનારા કિસ્સામાં એક ઊંટવૈદે વિડિયો જોઈને સર્જરી કરવાની કોશિશ કરી તો દરદીનું મૃત્યુ થયું. અધકચરા અજ્ઞાનથી સમસ્યા વહોરી લીધી હોય એવી દેશમાં અનેક ઘટના બને છે. તબીબીજગતના નિષ્ણાતોનું કહેવું છે કે ઈન્ટરનેટની શિખામણનું આંધળું અનુકરણ ગંભીર પરિણામ લાવી શકે.
કેતન મિસ્ત્રી (મુંબઈ)
ઈન્ટરનેટિયું મેડિકલ જ્ઞાન... એક જટિલ બીમારી

ખવાડિયા પહેલાંની વાત. બિહારના સારણ જિલ્લાનું મદોરા ગામ. ૧૫ વર્ષી કૃષ્ણ કુમાર શાહને થોડા દિવસથી ક્યારેક ઊલટી થાય તો ક્યારેક પેટમાં દુખાવો. એને પથરીની સમસ્યા સતાવતી હતી. માતા-પિતા કૃષ્ણને ડૉક્ટર અજિત કુમાર પુરીના ક્લિનિકમાં લઈ ગયાં. પુરીએ કહ્યું કે પથરીની સમસ્યાના લીધે આમ થાય છે. બે દિવસ એણે દવા-ઈન્જેક્શન આપ્યાં. પછી અચાનક એક દિવસ પુરીએ પિત્તાશયમાંથી પથરી કાઢવા કૃષ્ણનું ઑપરેશન ચાલુ કરી દીધું. ઑપરેશન દરમિયાન કૃષ્ણને શ્વાસોચ્છ્વાસની તકલીફ થઈ. એ બેભાન થઈ ગયો અને...

કૃષ્ણના પિતા ચંદન શાહે પોલીસફરિયાદમાં જણાવ્યું કે અમારી પરવાનગી વિના પુરીએ ઑપરેશન કર્યું. એ મોબાઈલમાં હાઉ ટુ રિમૂવ સ્ટોન ફ્રૉમ ગોલ બ્લેડરનો યુટ્યૂબ વિડિયો જોતાં જોતાં ઑપરેશન કરતો હતો. મેં એને આ વિશે સવાલ કર્યો તો એણે કહ્યું, ડૉક્ટર હું છું કે તમે? ઑપરેશન દરમિયાન કૃષ્ણની તિબયત બગડી એટલે પુરીએ એને પટણાની હૉસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરી, પણ રસ્તામાં જ કૃષ્ણનું મોત થયું. એ પછી પુરી ભાગી ગયો.

બે દિવસ નાસતા ફરતા પુરીની છેવટે પોલીસે ધરપકડ કરી ત્યારે ખબર પડી કે એ તો બોગસ ડૉક્ટર હતો. હેલ્પર-કમ કમ્પાઉન્ડર તરીકે ચાર વર્ષ કામ કર્યા બાદ એ ડૉક્ટર બની બેઠો હતો. એણે એની મેડિકલ ડિગ્રી મેળવી યુટ્યૂબના જાતજાતના વિડિયોમાંથી! ધરપકડ બાદ પોલીસે એનું ક્લિનિક સીલ કરી દીધું.

આ પહેલાં આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ત્રણ બાળકોને ઈમર્જન્સીમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાં પડ્યાં, કેમ કે પચાસ વર્ષના એક યુટ્યૂબ ડૉક્ટરે કરેલા ઈલાજમાં લોચો થઈ ગયો. ભૂમેશ્વર રાવ નામના આ ઊંટવૈદનો દાવો હતો કે એ ભલભલા જટિલ રોગ ચાર અઠવાડિયાં કરતાં ઓછા સમયમાં મટાડી શકે.

Esta historia es de la edición September 30, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 30, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
Chitralekha Gujarati

આપણે કોની પાછળ ભાગીએ છીએ?

આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.

time-read
2 minutos  |
October 07, 2024
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
Chitralekha Gujarati

પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?

હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...

time-read
5 minutos  |
October 07, 2024
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
Chitralekha Gujarati

સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ

સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.

time-read
5 minutos  |
October 07, 2024
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
Chitralekha Gujarati

અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?

મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!

time-read
5 minutos  |
October 07, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પોતાની પાસે જે હોય એની કદર ન હોય અને એની સંભાળ લેવાની બેદરકારી દાખવીને કોઈ નવી વસ્તુ તરફ લલચાઈ એની પાછળ આંધળી દોટ લગાવવાથી તો બન્ને વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે છે. નવાની લાયમાં જૂનાની અવગણના કરવી જોઈએ નહીં.

time-read
1 min  |
October 07, 2024
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!
Chitralekha Gujarati

હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!

લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પરનો ઊંચો જીએસટી નાબૂદ કરવાની અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી થઈ રહી છે. અત્યારે તો આ મામલો નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે, પણ મધ્યમ વર્ગ અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા આ પગલું ભરવામાં વિલંબ થવો જોઈએ નહીં.

time-read
5 minutos  |
September 30, 2024
પુરાની ફિલ્મો લાવી નવી બસંત!
Chitralekha Gujarati

પુરાની ફિલ્મો લાવી નવી બસંત!

પુરાણી ફિલ્મોને ફરી રિલીઝ કરવા પાછળનું ગણિત શું છે?

time-read
2 minutos  |
September 30, 2024
બાળકને બાળકની જેમ મોટાં થવા દો...
Chitralekha Gujarati

બાળકને બાળકની જેમ મોટાં થવા દો...

સોશિયલ મિડિયાએ આપણાં બચ્ચાંઓનું બાળપણ છીનવી લીધું છે અને એમના માટે અપાર સમસ્યા ઊભી કરી છે.

time-read
3 minutos  |
September 30, 2024
પ્રેગ્નન્સીમાં ક્યારે-કેવા ડેવા આવી શકે પ્રોબ્લેમ્સ?
Chitralekha Gujarati

પ્રેગ્નન્સીમાં ક્યારે-કેવા ડેવા આવી શકે પ્રોબ્લેમ્સ?

ગર્ભાશયમાં ‘ફાઈબ્રોઈડ’ની બહુ ગાંઠ હોય તો એનો ઈલાજ હવે સરળ છે.

time-read
3 minutos  |
September 30, 2024
પિતૃતર્પણ રૂપે પીરસો આ વ્યંજન.
Chitralekha Gujarati

પિતૃતર્પણ રૂપે પીરસો આ વ્યંજન.

સોળ દિવસના શ્રાદ્ધપક્ષ દરમિયાન પૂર્વજોની તૃપ્તિ માટે શું શું બનાવી શકાય?

time-read
3 minutos  |
September 30, 2024