ProbarGOLD- Free

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati|November 25, 2024
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
- જયેશ ચિતલિયા
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમારે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના શૅર ખરીદવા છે? તમે કહેશો, અરે, એનએસઈના શૅર તો લિસ્ટેડ જ નથી. તો પછી કઈ રીતે ખરીદી શકાય? એનો આઈપીઓ આવવાની વાતો ચાલી રહી છે, પરંતુ અત્યારે કેવી રીતે ખરીદી શકાય? જવાબ છે, આઈપીઓ આવે ત્યારની વાત ત્યારે, તમારે અત્યારે એ શૅર ખરીદવા હોય તો સંભવ છે. વાત માત્ર એનએસઈની નથી, બલકે સંખ્યાબંધ અનલિસ્ટેડ કંપનીઓના સ્ટૉક્સના સોદાની પ્રવૃત્તિ વધી રહી છે.

ખાનગી ક્ષેત્રની અગ્રણી એવી એચડીએફસી બૅન્કની સબસિડિયરી એચડીબી ફાઈનાન્સિયલ સર્વિસીસના શૅર્સમાં પણ હાલ આ જ રીતે સોદા થઈ રહ્યા છે, જે અનલિસ્ટેડ છે. અલબત્ત, આ કંપનીનો આઈપીઓ લાવવાની તૈયારી થઈ રહી છે. અલબત્ત, આ ખેલ મોટે ભાગે મોટા રોકાણકારોનો ગણાય છે, પરંતુ હવે નાના-મધ્યમ કદના રોકાણકારો પણ એમાં રસ લેતાં થયા છે.

છેલ્લાં અમુક વરસથી કંપનીઓના અનલિસ્ટેડ સ્ટૉક્સમાં સોદા કરવાનું અને રોકાણનું પ્રમાણ વધતું રહ્યું છે. ભવિષ્યમાં આવી કંપની આઈપીઓ લાવશે એવા અહેવાલ ફરતા થવાની સાથે એ પહેલાં જ એનો લાભ લેવાની આશાએ આવાં રોકાણ થતાં હોય છે. આમ પણ જે-તે કંપનીના આઈપીઓમાં અરજી કર્યા બાદ શૅર મળશે કે કેમ એની ખાતરી હોતી નથી.

અનલિસ્ટેડ સ્ટૉક્સનો એક માર્ગ ‘ઈસોપ’

Esta historia es de la edición November 25, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 25, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
સ્ટારબાલુડાની ઓટીટીથી એન્ટ્રીઃ ચતુરાઈ કે નાદાનિયાં?
Chitralekha Gujarati

સ્ટારબાલુડાની ઓટીટીથી એન્ટ્રીઃ ચતુરાઈ કે નાદાનિયાં?

જુનૈદ ખાન, સુહાના ખાન, ખુશી કપૂર, ઈબ્રાહિમ અલી ખાન થિયેટરમાં મેળ નહીં પડે, હવે તો ઓટીટી એ જ કલ્યાણ.

time-read
2 minutos  |
March 24, 2025
એવૉર્ડ્સ... આપણા ને એમના
Chitralekha Gujarati

એવૉર્ડ્સ... આપણા ને એમના

ભારત હોય કે અમેરિકા, ફિલ્મ એવૉર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે. અમેરિકા પાસે આઠ-નવ દાયકાથી એનાયત થતા ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ્સ જેવાં સમ્માન છે તો આપણે ત્યાં નૅશનલ અને દાદાસાહેબ ફાળકેથી લઈને ડઝનબંધ ખાનગી સંસ્થાના ફિલ્મ એવૉર્ડ્સ છે. આજકાલ બધા જ બધાને એવૉર્ડ આપે છે. આમ તો કોઈ પણ એવૉર્ડ્સ વિવાદાસ્પદ હોય જ, પણ ઓસ્કારમાં વર્ષોથી કલાકાર-કસબીઓ દ્વારા ટ્રૉફી સ્વીકારીને (કે ન સ્વીકારીને) જાતજાતના પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવાની એક પરંપરા રહી છે. આમાં અમેરિકાના પ્રમુખ પણ બાકાત હોતા નથી. જો કે હવે સમય બદલાઈ રહ્યો હોય એવું લાગે છે.

time-read
5 minutos  |
March 24, 2025
તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?
Chitralekha Gujarati

તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?

હોર્મોનલ ફેરફારથી માંડી અમુક ચીજો ખાવાની તલપ સુધી ગર્ભાધાનના આ છે સંકેત.

time-read
3 minutos  |
March 24, 2025
વડીલો પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ?
Chitralekha Gujarati

વડીલો પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ?

વૃદ્ધ માતા-પિતાનાં માન-મર્યાદા ચૂકી જવાના કિસ્સા બહુ વધી રહ્યા છે ત્યારે...

time-read
3 minutos  |
March 24, 2025
ઝેલેન્સ્કી, તુમ યહ ડીલ સાઈન કરતે હો યા નહી?
Chitralekha Gujarati

ઝેલેન્સ્કી, તુમ યહ ડીલ સાઈન કરતે હો યા નહી?

એક હજાર દિવસથી વધુ લાંબા ખેંચાયેલા રશિયા-યુક્રેન યુદ્ધનું મૂળ પુતિનના અહં કરતાં પણ વધારે યુક્રેનની ધરતીમાં ધરબાયેલાં અણમોલ ખનિજના ખજાનાને હાથ કરવામાં છે. હવે ટ્રમ્પની આગેવાની હેઠળના અમેરિકાને પણ યુક્રેનનો ખનિજભંડાર અંકે કરી લેવો છે. અહીં સવાલ એ છે કે રશિયાનો ફટકો સહન કરી રહેલું યુક્રેન અમેરિકાની દાદાગીરી સામે કેટલી ઝીંક ઝીલશે.

time-read
5 minutos  |
March 24, 2025
જરદોશીથી ઝળકે છે, સુરતની સૂરત
Chitralekha Gujarati

જરદોશીથી ઝળકે છે, સુરતની સૂરત

દેશનું ૯૮ ટકા જરદોશીવર્ક માત્ર સુરતમાં થાય છે. આ કળાની ચમક અગાઉ રાજાઓને આકર્ષતી તો હવે આમ પ્રજાને પણ આકર્ષે છે. સૈકાઓ જૂની આ કળાના વધુ કારીગરો તૈયાર કરવા સુરતમાં હમણાં અનેક પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ત્યારે આ અજાયબ આર્ટ વિશે થોડું જાણીએ.

time-read
3 minutos  |
March 24, 2025
અશક્ત શરીર, પણ સશક્ત મનથી અસહ્ય બીમારીને આાપી માત
Chitralekha Gujarati

અશક્ત શરીર, પણ સશક્ત મનથી અસહ્ય બીમારીને આાપી માત

એનો જન્મ જાહોજલાલીમાં થયો. લગ્ન પણ સાધન-સંપન્ન પરિવારમાં થયાં. સુખ-વૈભવથી છલોછલ આ મહિલાને કોઈ વાતની કમી નહોતી, પરંતુ અચાનક એક જટિલ બીમારીએ એના શરીર પર કબજો કર્યો. શરૂઆતની હતાશા ખંખેરી એણે કોઈ વિચારી પણ ન શકે એવા ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. માંદગી, નાણાકીય સંકટ અને કુટુંબની જવાબદારી વચ્ચે અમદાવાદની આ ગૃહિણીએ અસાધારણ હિંમત અને મક્કમતા દાખવી. પોતાની સાહસિકતા સાબિત કરવા સાથે જ જીવનમાં હાર માની ચૂકેલી અનેક મહિલાઓને એ મક્કમ મનોબળથી કોઈ પણ મુશ્કેલી પર જીત મેળવતાં શીખવે છે.

time-read
4 minutos  |
March 24, 2025
નાના-મોટા સહુને ભાવે ડ્રાયફ્રૂટ મઠો
Chitralekha Gujarati

નાના-મોટા સહુને ભાવે ડ્રાયફ્રૂટ મઠો

ઠંડા ઠંડા કૂલ ફૂલઃ આ ડેઝર્ટ છે તો બહુ લહેજતદાર

time-read
2 minutos  |
March 24, 2025
શૅરબજારને વિદેશી રોકાણ પણ જોઈએ જ છે...
Chitralekha Gujarati

શૅરબજારને વિદેશી રોકાણ પણ જોઈએ જ છે...

આમ તો નિયમન સંસ્થાએ શૅરબજારની મંદીની-કડાકાની ચિંતા કરવાની ન હોય અને તેજીનાં ગાણાં પણ ગાવાનાં ન હોય, જો કે હમણાં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા જે આક્રમક વેચાણ થતું રહ્યું અને જેને પગલે ભારે કરેક્શનનો દૌર ચાલ્યો એને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ‘સેબી’ના નવા અધ્યક્ષ તુહિન પાંડેએ માર્કેટ, ઈકોનોમી અને રોકાણકારોના વિષયમાં કરેલાં નિવેદનોના સંકેત અને સાર સમજવા જોઈએ.

time-read
2 minutos  |
March 24, 2025
એ અવશેષો ખરેખર સોમનાથના છે?
Chitralekha Gujarati

એ અવશેષો ખરેખર સોમનાથના છે?

એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીના આક્રમણ વખતે સોમનાથના લિંગના ભગ્નાવેષો લઈને તામિલનાડુ પહોંચેલા બ્રાહ્મણપરિવારના વંશજોએ આરસના બે ગોળાકાર ટુકડા શ્રી શ્રી રવિશંકરજીને સોંપ્યા. હવે એ અવશેષોની યાત્રા કાઢવાની તૈયારી થઈ રહી છે ત્યારે જાણીએ, ઈતિહાસ શું કહે છે.

time-read
3 minutos  |
March 24, 2025

Usamos cookies para proporcionar y mejorar nuestros servicios. Al usan nuestro sitio aceptas el uso de cookies. Learn more