ભારતીય સંસ્કૃતિમાં તહેવાર અને ઉત્સવોની એક આગવી પરંપરા છે. શિવરાત્રિ, નવરાત્રિ, જન્માષ્ટમી, દિવાળી, મકરસંક્રાંતિ, રામનવમીથી માંડીને વર્ષભરમાં અનેક પર્વ આવે છે, પરંતુ મહાકુંભનો અવસર બાર વર્ષે એક વાર જ આવે છે. આ પર્વ પાછળ અનેક પૌરાણિક લોકવાયકા અને સંસ્કૃતિની વાતો જોડાયેલી છે ત્યારે હવે ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમસ્થાને પુણ્યની ડૂબકી લગાવવાનો પુણ્ય પ્રસંગ નજીક આવી પહોંચ્યો છે. સમુદ્રમંથન વખતે અમૃતકુંભમાંથી પાણીનું બુંદ જ્યાં પડ્યું એ પૌરાણિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં આ વખતે મહાકુંભ-૨૦૨૫ યોજાશે.
આસ્થા, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની અલખ જગાવતા મહાકુંભ મેળાનો મહિમા અલૌકિક, દિવ્ય અને અદ્વિતીય છે. ઈશ્વર સાથે એકાકાર કરાવતા આ ધાર્મિક મેળામાં સવા મહિના દરમિયાન અંદાજે પચ્ચીસ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ મુકાઈ રહ્યો છે ત્યારે આ વખતના મહાકુંભની તૈયારી વિશે ઉત્તર પ્રદેશના ઊર્જા અને નગર વિકાસમંત્રી અરવિંદ કુમાર શર્મા ચિત્રલેખાને કહે છે:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં પ્રયાગરાજ આવી પૂજાપાઠ સાથે કુંભ સંબંધિત અનેક યોજનાનું લોકાર્પણ કર્યું તો જુદા જુદા અખાડાના સાધુબાવાઓની પણ અહીં પધરામણી થવા લાગી છે. ઘણા શ્રદ્ધાળુઓ સુદ્ધાં વહેલા આવવા લાશે.
‘ભારતની સાંસ્કૃતિક ધરોહર છે મહાકુંભની પરંપરા. સમુદ્રમંથન વખતે અમૃતકળશ પણ નીકળ્યો હતો. ભગવાન વિષ્ણુએ ગરુડજીને અમૃતકળશની રક્ષા કરવાનું કામ સોંપ્યું હતું. આ દરમિયાન અમૃતકળશમાંથી અમૃતનાં કેટલાંક ટીપાં ભારતના ભૂ ભાગ પર નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને પ્રયાગરાજ એમ ચાર સ્થાને પડ્યાં હતાં. આ ચાર જગ્યાએ છ-છ વર્ષના અંતરાલમાં કુંભમેળાનું આયોજન થાય છે. છ વર્ષ પછી આવે એ કુંભ કહેવાય છે અને બાર વર્ષે આવે એ મહાકુંભ. આ પરંપરા સદીઓ જૂની છે.’
Esta historia es de la edición December 30, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 30, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.