બનીઠની નામ સાંભળ્યું છે? બનીઠની કે બની ઠની બ્રાન્ડ નેમ રાખી ઘણા બિઝનેસ કરે છે. મૂળે ૧૭૪૮થી ૧૭૬૪ વચ્ચે કિશનગઢના રાજા સાવંતસિંહ રાઠોડની સભામાં એક ગાયિકા એવમ્ કવિયત્રી હતી, જેનું નામ હતું બનીઠની. કિશનગઢ ચિત્રશૈલી સાથે બનીઠની ચિત્રશૈલી જોડાયેલી છે. ૫ મે, ૧૯૭૩ના રોજ તેમની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, એ રીતે તેમનું વર્ષો પછી સન્માન કરી તેમની મેમરી ઑથોરાઇઝડ રીતે સ્ટોર કરવામાં આવી હતી. બનીઠની એક સ્ટાન્ડર્ડથી વધારે અનન્ય આઇકોન છે. તેમની સામે પશ્ચિમની મોનાલિસા તૈયાર થયા વગરની યા શૂન્ય શૃંગાર વાળી લાગે. જેન ઝિ માટે જોકે મોનાલિસા પણ સમથિંગ સ્પેશિયલ છે કે નહીં, તે પ્રશ્ન છે. એમને જોકે એવો સવાલ પૂછવા જેવો જ નથી કે તમોની દષ્ટિએ કઈ સૌંદર્યમૂર્તિની ઇમેજ તમારા માટે પ્રતિમા પ્રતિનિધાન કરે છે? બાકી એક વાત નિશ્ચિત છે કે બની ઠની બેજોડ હતી અને રહેશે.
બેઠે આજ બનીઠની કે દોઉ ભૈયા વૈષ્ણવ ભજન થોડું જાણીતું છે. બીજું છે આલીરી આજ બનઠન બેઠે બનવારી, જોરીકે સભા નંદ દરબાર. મેં દુલહિન બનઠન કે બેઠી કબ આવત નંદલાલ, ઓઢયું ચુનર મેં મોહન પ્યારે. તાન માન સુભગ તાલ, મન મરાલ લીને. બ્રહ્મનિર સુન ભર ઉછાવ, બનઠન તન અતિ બનાવ. બનીઠની બેઠો છું હું રે માડી, જોઉં છું રાહ ખૂબ તો તારી ગુજરાતી ભજન છે. કોઉ તો બનઠન ચંગે દિખાવે, વો તો નંગે ખાલી હૈ, અવધૂતોકી ગત ન્યારી હૈ. ૧૯૬૬માં આવેલા પિક્ચર ઠાકુર જર્નેલસિંઘમાં લતાજીએ ગાયેલું કે, સૈંયા સે વાદા થા નાજુક ઘડી થી, બનઠન કે યૂં. બની ઠની પરથી બનઠન અને ટિપટોપ અર્થાત્ બહુ જ વ્યવસ્થિત તૈયા૨ થવું એટલે બનવું ઇનવું જેવા શબ્દપ્રયોગ આવ્યા.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય