પ્લાનેટ બ્લ્યુ એટલે પૃથ્વી પર પાણી વધારે અને જમીન ઓછી. એટલે જમીન પર વિચરતા જીવોને દરિયાનો આશરો તો લેવો જ પડે. દરિયાને મળેલ અગાધ વિસ્તાર અને અતાગ ઊંડાણમાં એ સઘળું સમાવી લે. બે પગે ટટ્ટાર ચાલતા મૂરખ માણસની અક્ષમ્ય ભૂલો સામે નીલકંઠ બનીને પર્યાવરણને બચાવતો રહે. પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્રમંથન થકી એકથી એક ચિડયાતા અમૂલ્ય ઉપહારો પ્રાપ્ત થયા હતા. એ સિલસિલો આજે પણ યથાવત્ છે. વિતેલા યુગની આ વાત આજે પણ સાંપ્રત સાબિત કરી શકાય તેવા અનેક ઉપહારો આપણને સમુદ્ર તરફથી મળતા રહ્યા છે. આ યુગમાં પ્રાપ્ત થયેલ આવો જ એક અનન્ય ઉપહાર છે સી-વીડ એટલે કે દરિયાઈ શેવાળ.
પર્યાવરણ માટે લાખ દુ:ખોં કી એક દવા જેવી આ દરિયાઈ શેવાળની અજબ લાક્ષણિકતામાં ગજબ ઉપયોગિતાઓ રહેલી છે. સી-વીડ - મૂળ, ડાળી, ફૂલ કે પાંદડાં વિનાની આ આદિમ દરિયાઈ વનસ્પતિ જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અસંખ્ય કદ, આકાર અને રંગમાં જોવા મળતાં આ જીવતંત્રની હજારો પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે રહેઠાણ અને રક્ષણ પૂરાં પાડે છે. દરિયાઈ શેવાળ ધારા દરિયાઈ પાણીમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાથી ઑક્સિજનનું સ્તર વધે છે. દરિયામાં જૈવિક તેમ જ રાસાયણિક કચરો ફેંકવામાં આવે છે ત્યારે દરિયાઈ જીવન માટે જોખમો ઊભાં થાય છે. ત્યારે આ ઝેરીલા તત્ત્વોને શોષીને તે ઇકોસિસ્ટમને સંતુલિત કરે છે. ક્લાઇમેટ ચેન્જ જેવા ચેલેન્જને પહોંચી વળવા માટે સમુદ્રના ૯ ટકા હિસ્સામાં સી-વીડ વડે વનીકરણ કરવાથી વાર્ષિક અબજો ટન કાર્બન ડાયોક્સાઇડને નાથવાનું શક્ય બન્યું છે. તે બીચનું ધોવાણ થતું અટકાવે છે.
સી-વીડના મુખ્ય ચાર પ્રકારને લંબાઈ અને લીલા, વાદળી, ભૂરા અને લાલ જેવા રંગના આધારે ઓળખવામાં આવે છે. આ રંગ તેની આસપાસના વાતાવરણના આધારે નક્કી થાય છે. જેમ કે ઉષ્ણકટિબંધની આસપાસના વિસ્તારોમાં લાલ અને ઠંડા કે સમશીતોષ્ણ કટિબંધની આસપાસ ભૂરા રંગની સી-વીડ ઊગે છે. વિશ્વના કુલ ૪૨ દેશોમાં એશિન દેશો ૮૦% ઉત્પાદન સાથે અગ્રેસર છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય