જીવનમંત્ર
“બીજાને માન આપશો તો તમને માન મળશે, જો સમયને માન આપીશું તો ચોક્કસ સમય તમને માન આપશે.”
ખેડૂતપુત્રમાંથી એક સફળ બિઝનેસમેન સુધીની સફર કરનારા ચંદુભાઈ વિરાણી ગુજરાતના એક એવા અણમોલ રત્ન છે, જે પોતાના ખાદ્ય ઉત્પાદનની ઉત્તમ ગુણવત્તા અને વાજબી ભાવને લીધે દરેક વર્ગના લોકોમાં જાણીતા બન્યા છે. પોતાની વેફર્સ, નમકીન, સ્નેક્સ તેમજ નૂડલ્સ જેવા નાસ્તા થકી દુનિયામાં આગવું નામ ધરાવતા બાલાજી વેફર્સે આજે દેશનાં ૧૩ જેટલાં રાજ્યોમાં તેમ જ વિદેશના ૨૫ દેશોમાં પોતાનું સ્થાન ઊભું કર્યું છે. બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડના એમ.ડી. અને ચૅરમેન ચંદુભાઈ વિરાણીએ બિઝનેસના કોઈ પાઠ ભણ્યા વગર તેમની આવડત અને બિઝનેસ પ્રત્યેની સૂઝ સમજને લીધે એક સફળ બિઝનેસમેન તરીકેની નામના મેળવી છે.
શરૂઆત
બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડના એમ.ડી. અને ચૅરમેન ચંદુભાઈ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નાના એવા ધૂનધોરાજી ગામના ખેડૂતપુત્ર છે. ધોરણ દસ સુધીનો અભ્યાસ કરી પિતાએ આપેલા માત્ર ૨૦,૦૦૦ રૂપિયા લઈ વર્ષ ૧૯૭૪માં તે રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવવાની ચાહ સાથે પોતાના બે ભાઈઓ સાથે આવ્યા હતા. શરૂઆતમાં ચંદુભાઈએ રાજકોટની એક માત્ર એસ્ટ્રોન સિનેમાઘરની કેન્ટીનમાં બે વર્ષ નોકરી કરી હતી, ત્યાર બાદ કેન્ટીનનું સંચાલન પણ સંભાળવાનો અનુભવ લીધો. આ સાથે તેમણે એક શાળામાં ૮ વર્ષ સુધી કેન્ટીનનું સંચાલન પણ કર્યું હતું. આમ એક પછી એક તેઓ બિઝનેસના પાઠ શીખતા ગયા. ૧૯૮૧થી લઈ ૧૯૮૪ સુધી ચંદુભાઈ અને તેમના ભાઈઓએ ઘરેથી વેફર્સ બનાવી આસપાસના માર્કેટ સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું. વેફર્સનો સ્વાદ ગ્રાહકોને પસંદ આવ્યો. આથી માંગ પણ વધતી ગઈ. વેફર્સના નાના વેપારની સામે પહાડ જેવા કેટલાક સંઘર્ષો પણ ઊભા હતા. પરિવારના વડીલોના માર્ગદર્શન અને સારા સંસ્કારોને લીધે ચંદુભાઈ વિરાણી હંમેશાં મક્કમ મનોબળ, અથાગ પરિશ્રમ અને નીતિથી કાર્ય કરતા. તેમની આસપાસ રહેલા દરેકને માન સન્માન આપતા અને ફળની આશા વગર કર્મને જ પોતાનો ધર્મ માની આગળ વધતા. સમય જ્યા તેનું પરિણામ પણ તેમને સારું મળ્યું.
સંઘર્ષ સાથે પ્રગતિની શરૂઆત
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?