ચોમાસું બેસી જાય બેસી જાય એટલે દેડકાં દેખાવા લાગે. દેડકો એટલે શું એ આપણી જેમ કચ્છ, રાજસ્થાન અને લદાખના લોકોને ખબર હોય છે. આપણે ત્યાં વરસાદમાં સ્નાન કરવાના આનંદ સિવાય જો દેડકો દેખાય તો તેને જોવાનો આનંદ બાળકો માટે ખાસ હોય છે. હિન્દીમાં મેંડક તરીકે જાણીતો આ જીવ જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહે છે. તે ઝડપથી તરે છે. જમીન ઉપર કૂદકા મારીને ચાલે છે. આ ઉભયવાસી પ્રાણી ડ્રાઉં ડ્રાઉં જેવો અવાજ કરે છે. પહેલાં તેને પૂંછડી હોય છે અને તે ધીમે ધીમે નાશ પામે છે. આવાં ઘણાં વાક્ય બાળકો દેડકાં વિષેના નિબંધમાં લખે. ગુજરાતીમાં દેડકાંને લઈને રૂઢિપ્રયોગ છે, દેડકાં છોલવાં એટલે નકામી વાત કરવી કે ગપ્પાં મારવાં. દેડકાં ડાંભવાં એટલે ગરીબ ઉપર જુલ્મ કરવો કે નબળાને ત્રાસ આપવો. દેડકાંની પાંચશેરી એટલે ગમે તેમ ગોઠવતાં પણ વ્યવસ્થિત ગોઠવાય નહિ એવી સ્થિતિ. જોકે હવે વર્તમાન વ્યવહારુ જીવનમાં દેડકો યાદ આવે એવું ખાસ બનતું નથી. બાકી, એક સમય હતો જ્યારે દેડકો શાસ્ત્રમાં સ્થાન પામ્યો હતો.
સૌથી જૂનો ગ્રંથ અને પ્રથમ વેદ કહેવાય છે તે ઋગ્વેદના સપ્તમ મંડલનું સૂક્ત એકસો ત્રણ દેડકાંની વાત કરે છે. ઋગ્વેદનું સંસ્કૃત હજારો વર્ષ પહેલાંનું છે, આજકાલના મનુષ્યની ખરેખર ઋગ્વેદની ભાષા સમજવાની યોગ્યતા છે કે નહીં, એ પ્રશ્ન પણ ગૂઢ છે. યજ્ઞ સંબંધિત આધ્યાત્મિક ક્રિયા કે કર્મથી ભરેલા ઋગ્વેદમાં મોટે ભાગે જે કહેવાયું છે એ સાંકેતિક કે કોડેડ ભાષામાં લખાયું છે. આજના શબ્દ અને અર્થ અનુસાર ભાષાંતર કરતાં આપણને જે મળે તે ક્યારેક વિચિત્ર લાગે તો ક્યારેક વિસ્મયજનક. હશે, અત્યારે આપણે દેડકાંની વાત કરીએ છીએ એટલે બીજી વાત પર કૂદકા નથી મારતા. આવો એ સૂક્તમાં શું કહ્યું છે તે જાણવાની કોશિશ કરીએ.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?