કચ્છના દોઢ સદી જૂના પત્રકારત્વની તારીખતવારીખનું સંશોધન
ABHIYAAN|Abhiyaan Magazine 10/08/2024
૧૮૬૫થી કચ્છના તેજાબી કલમના આરાધકોએ પત્રકારત્વમાં પોતાનો ફાળો આપ્યો છે. છેક કેરળમાં સાહસિક પત્રકારત્વનું ઝળહળતું ઉદાહરણ પેશ કર્યું છે. ત્યારથી માંડીને આજ સુધી વિરલાઓ પ્રજાની પડખે રહીને તેના પ્રશ્નો નિવારવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જ્યારે જ્યારે ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસની વાત થાય, ત્યારે ત્યારે કચ્છને નજરઅંદાજ કરવામાં આવે છે.કચ્છના પત્રકારત્વના ઇતિહાસને ઉજાગર કરવા માટે હવે વિદ્વાનો અને સંશોધકોએ કમર કસવી રહી.
સુચિતા બોઘાણી કનર
કચ્છના દોઢ સદી જૂના પત્રકારત્વની તારીખતવારીખનું સંશોધન

કચ્છના અગ્રણી, તેજતર્રાર પત્રકાર, લેખક તરીકે સ્વ. પ્રવીણચંદ્ર શાહનું નામ સુખ્યાત છે, તેમણે ૧૮૬૫થી ૧૯૯૭ સુધી કચ્છના પત્રકારત્વની તવારીખ સાચવી રાખી છે. તેમણે લખેલા, સંગ્રહેલા લેખોની મદદથી ‘કચ્છના પત્રકારત્વની તવારીખ' નામની તાજેતરમાં બહાર પડાયેલી પુસ્તિકા કચ્છના પત્રકારત્વના ઇતિહાસ વિશે પ્રકાશ પાડે છે.

આઝાદીના સમય સુધી કચ્છ અલગ રાજ હતું. તે ગુજરાત સાથે સાંસ્કૃતિક રીતે કે બીજી રીતે સઘન રીતે જોડાયેલું ન હતું. સૂરજબારીનો પુલ બન્યો ન હતો, ત્યાં સુધી તે ગુજરાતની મુખ્ય ભૂમિથી વિખૂટું પડેલું હતું. આના પરિણામે જ કચ્છના ઇતિહાસની નોંધ, તેના આગવા પ્રદાનની નોંધ ક્યારેય ગુજરાત સમકક્ષ રીતે લેવાઈ નથી. કચ્છના મોટા ભાગના લોકો અભણ કે ઓછા ભણેલા, પછાત, ખેતી આધારિત જીવન જીવનારા અને વારંવાર પડતા દુષ્કાળના પરિણામે સહાય માગનારા એવી એક સર્વસામાન્ય છાપ ગુજરાતના અન્ય વિસ્તારોમાં હતી અને ઓછા વત્તા પ્રમાણમાં આજે પણ છે. આ જ વાત કચ્છના પત્રકારત્વ વિશે પણ લાગુ પડતી હોય તેવું લાગે છે. ગુજરાતના, સૌરાષ્ટ્રના પત્રકારત્વના ઇતિહાસની નોંધ લેતી વખતે કચ્છના પત્રકારત્વને નજરઅંદાજ કરાયાનું એક ચિત્ર જાણકારોને જોવા મળે છે, પરંતુ કચ્છનું પત્રકારત્વ આજે દોઢ સદી પુરાણું થઈ ચૂક્યું છે. કચ્છમાં રાજાશાહી હતી. અહીં સામાન્ય લોકોને કંઈ પણ છાપવાની કે પ્રેસ શરૂ કરવાની રાજની કડક પાબંધી હતી. અમુક સમયે કચ્છ બહારથી મંગાવેલું કોઈ પણ વર્તમાનપત્ર વાંચવા ઉપર પણ પ્રતિબંધ હતો. તેથી જ રાજાશાહી જમાનામાં કચ્છના જે પત્રકારોએ અખબારો કે સામયિકો કાઢ્યા તે બધા કચ્છ બહારથી,મહદ્અંશે મુંબઈથી બહાર પડતા હતા. આ બાબતના કારણે પણ ક્યારેય કચ્છના પત્રકારત્વ વિશે અલગથી વિશેષ નોંધ લેવાઈ ન હોય તેવું બની શકે. વર્તમાનમાં એક સુંદર પહેલ થઈ છે, સ્વ. પ્રવીણચંદ્ર શાહ લિખિત, સંપાદિત અને દલપત દાણીધારિયા પ્રકાશિત ‘કચ્છના પત્રકારત્વની તવારીખ (૧૮૬૫- ૧૯૯૭) પહેલી સદીના સંઘર્ષનું વિહંગાવલોકન' નામની માહિતીસભર પુસ્તિકાથી.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView all
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025