ઇતિહાસમાં પહેલાં કદી ન થયો હોય એટલો અને એવો વાણીનો ઉપયોગ કે દુરુપયોગ આ સદીએ જોયો છે. સામાન્ય માણસ પણ વિશ્વના કોઈ પણ વિવાદ કે વિષય પર, ઇન્ટરનેટના સેંકડો અખાડાઓમાંથી કોઈ એકમાં ઝંપલાવી પોતાની વાત મૂકી શકે છે. વિશાળ જનસમુદાય પોતાનો ઑપિનિયન નક્કી કરવા વિધવિધ પ્લૅટફૉર્મ્સ પરના અવાજ કે ઘોંઘાટને સાંભળે છે, એમાં પોતાનો સૂર પણ ઉમેરે છે. એક નહીં, અનેક મોરચે જાતભાતની નૅટિવની વૉર ઓનગોઇંગ છે. ભારતીય ઉપખંડમાં શાસ્ત્રાર્થની પરંપરા છે. આદિ શંકરાચાર્ય અને પંડિત મંડન મિશ્રાની ડિબેટનો કિસ્સો ઘણો પોપ્યુલર. સૉક્રેટિસ શિષ્યોને સવાલો પૂછીને જ્ઞાનનું પ્રેરણ કરાવવાની પદ્ધતિ વાપરતા, પરંતુ ડિસ્કૉર્સ યાને વાર્તાલાપની આવી પદ્ધતિઓનું વિવિધ ઇ-ઠેકાણાંઓ પર મૉડર્ન સ્વરૂપ રીતસરના વાયુદ્ધમાં પરિણમે છે. દરેકને દરેક સમયે, દરેક મુદ્દા પર સાચા ઠરવું છે, પ્રતિપક્ષ પર હાવી થવું છે. વાયુદ્ધ મૉડર્ન છે તો એમાં અજમાયેશ પામતાં વૅપન્સ પણ નવાં હોવાનાં.
૧૯૩૮માં પ્રેટ્રિક હેમિલ્ટનનું એક નાટક ભજવાયેલું, ‘ગૅસલાઇટ’. એમાં પતિ માનસિક ત્રાસ આપી, અવહેલના કરી પત્નીના મનમાં એવું ઠસાવવા મથે છે કે એ દિમાગી સંતુલન ખોઈ રહી છે. પતિની ચાલાકીથી પત્ની ગૅસથી સળગતી લાઇટ મંદ થતી જુએ, જે વહેમ હોવાનું એના મનમાં દૃઢ કરાવી, એ પાગલ થઈ રહી હોવાનો તેને વિશ્વાસ અપાવવાનું કાવતરું છે. નાટક પરથી ૧૯૪૦માં બ્રિટિશ, ૧૯૪૪માં અમેરિકન ફિલ્મ બની. ૨૦૨૩ની સારા અલી ખાન અભિનીત ‘ગૅસલાઇટ’ પણ સમાન કૉન્સેપ્ટને આધાર બનાવે છે. આટલા દાયકાઓમાં ઘણું વીસરાઈ જતું હોય છે, કિન્તુ ગૅસલાઇટ શીર્ષક એકવીસમી સદીમાં અધિક ચર્ચાવા લાગ્યું. કોઈ વ્યક્તિને માનસિક રીતે ભરમાવવાની યુક્તિ માટેના ક્રિયાપદ કે કૃદન્ત નામ તરીકે ગૅસલાઇટિંગ યાને ગૅસલાઇટ કરવું, એ સંવાદો અને શબ્દકોશોમાં સ્થાન પામ્યું. ‘ગૅસલાઇટિંગ’૨૦૨૨માં મેરિયમ-વેબસ્ટર ડિક્શનરીનો વર્ડ ઑફ ધી યર ડિક્લેર થયો.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?