પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 24/08/2024
ઝાંસીનો કિલ્લો : શૌર્ય, સ્વતંત્રતા અને બલિદાનનો અવિચળ સાક્ષી
રક્ષા ભટ્ટ
પ્રવાસન

આપણા હિન્દુસ્તાનના શૌર્યથી ભરપૂર ઇતિહાસમાં મજબૂત કિલ્લાઓનું મહત્ત્વ ભારતની સ્વતંત્રતાની લડત જેટલું જ મૂલ્યવાન છે. દિલ્હીનો લાલ કિલ્લો હોય કે ગ્વાલિયરમાં સ્થિત ગ્વાલિયરનો કિલ્લો હોય, આપણા હિન્દુસ્તાનના કિલ્લાઓ અનેક યુદ્ધો, આક્રમણો અને ભારતની બ્રિટિશરો સામેની લડતના બળવાન સૈનિકો છે.

બળવાન સૈનિકો જેવા શક્તિશાળી અને અભેદ્ય કિલ્લાઓની યાદીમાં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સ્થિત ઝાંસીનો કિલ્લો આજની તારીખે મણિકર્ણિકા તાંબે એટલે કે ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ, ઝાંસીની રિયાસત, ૧૮૫૭નો ભારતીય વિદ્રોહ, બ્રિટિશ શાસનનો પ્રતિરોધ અને ભારતની સ્વતંત્રતાની લડતના શૂરવીર ઇતિહાસનું સ્મરણ કરાવે છે.

પશ્ચિમે મધ્યપ્રદેશનું શિવપુરી, ઉત્તરે દતિયા અને ગ્વાલિયર, પૂર્વે બેતવા નદીના કિનારે રહેલું પરીછા અને દક્ષિણે ફરી બેતવા અને લલિતપુરનો બુંદેલવંશી ઇતિહાસ લઈને જીવતું ઝાંસી ગામ ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈના ઝાંસીના કિલ્લાથી પ્રખ્યાત છે.

સત્તરમી સદીના પ્રથમ દાયકામાં ઓર્કા રાજ્યના બુંદેલ વંશના રાજપૂત રાજા વીર સિંઘદેવ બુંદેલાએ સમારોપિત કરેલો આ કિલ્લો બુંદેલોનો ગઢ હતો, જે ઝાંસી ગામના બંગીરા નામના પર્વત શિખર પર સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવતો આજે પણ અડીખમ ઊભો છે અને સતત ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ જેવા વીરાંગનાના દેશપ્રેમની વાતો કરતો બુલંદ અવાજે કહે છે કે, ‘મેં મેરી ઝાંસી નહિ દુંગી’

મરાઠા સામ્રાજ્ય, પેશવાઓ, નેવાલકર, સિંધિયા અને બ્રિટિશ રાજની હકૂમત ભોગવી ચૂકેલો આ ઐતિહાસિક કિલ્લો ઝાંસી શહેરની બરાબર મધ્યમાં આવેલો છે. ૩૧૨ મીટર લાંબા અને ૨૨૫ મીટર પહોળા આ કિલ્લાને સોળથી વીસ ફૂટ જાડી કાંગરાવાળી ગ્રેનાઇટની દીવાલો છે. પંદર એકરની વિશાળ ભૂમિ પર સ્થિત આ કિલ્લાને ખંડેરાવ, દતિયા, ઉન્નાવ, બડાગાંવ, લક્ષ્મી, સાગર, ઓર્કા, સૈનાર અને ચાંદ ગેટ જેવા દસ તોતિંગ દરવાજાઓ છે અને પ્રવેશદ્વારે પૂર્વજોની ઈશ્વર ભક્તિના પ્રતીક સમું પ્રાચીન ગણેશ મંદિર અને શિવ મંદિર પણ છે.

ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈના પતિ ગંગાધર રાવના ભાઈ રઘુનાથ રાવ વાસ્તુકલાના શોખીન હોવાથી તેના કલાપ્રેમને સન્માન આપવા બંધાયેલી બારાદરીનું સ્ટ્રક્ચર અહીં જોવા જેવું છે. બારાદરીની ભવ્ય સંરચનાનું રુફ અહીં એવી રીતે ડિઝાઇન થયેલું છે કે તે એક તળાવની રચના કરે છે, જે તળાવમાંથી સતત બારાદરીના બિલ્ડિંગ પર પાણીનો છંટકાવ થયા કરે.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView all
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 mins  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025