બારીમાંથી આપણે જેમ બહારનું દૃશ્ય જોઈ શકીએ છીએ એ મુજબ જ ‘યુએસએ વિઝા વિન્ડો’ આ લેખ દ્વારા ‘અભિયાન’ના વાચકોને અમેરિકાના જુદા-જુદા પ્રકારના ઇમિગ્રન્ટ તેમ જ નોન-ઇમિગ્રન્ટ વિઝા વિશે જાણકારી મળી રહી છે.
અમેરિકાની સરકાર દર વર્ષે પંચાવન હજાર ગ્રીનકાર્ડ વિઝા લોટરી દ્વારા આપે છે. વિઝા લોટરીમાં ઇમિગ્રન્ટ વિઝાના અરજદારોએ પોતાનું નામ, ઉંમર, સરનામું અને અન્ય વિગતો આપીને જે ફોર્મ ભરીને સુપરત કર્યું હોય એ જો ખેંચાઈ આવે તો એ વ્યક્તિને ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. આ ફોર્મ સહેલાઈથી ભરી શકાય છે. એ દાખલ કરવા માટે કોઈ ફી નથી.
બધા જ દેશના લોકો વિઝા લોટરીમાં ભાગ લઈ નથી શકતા. જે દેશમાંથી છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં એ દેશના નાગરિકોએ અમેરિકામાં સ્થળાંતર કર્યું હોય, ત્યાંના ગ્રીનકાર્ડ મેળવ્યા હોય એ દેશના લોકોને વિઝા લોટરીમાં ભાગ લેવાની મનાઈ છે, પણ જો તમારો જન્મ એવા દેશમાં થયો હોય જે દેશના નાગરિકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે એમ હોય અથવા તમારા લગ્ન એવા દેશની વ્યક્તિ જોડે થયા હોય, જે દેશના નાગરિકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે, તો તમે ‘જન્મ’ યા ‘લગ્ન’ના આધારે વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો.
તમારી અરજી વિઝા લોટરીમાં ખેંચાઈ આવે એટલે તમને ગ્રીનકાર્ડ મળશે જ એવું નથી. સૌપ્રથમ તમારી અરજી વિઝા લોટરીમાં ખેંચાઈ આવવી જોઈએ. ત્યાર બાદ તમારે એ દેખાડી આપવાનું રહે છે કે તમે ગુનેગાર નથી, ચેપી રોગ ધરાવતા નથી, વગેરે વગેરે. એકંદરે વિઝા લોટરીમાં ભાગ લઈ શકાય એમ હોય તો આ અમેરિકાનું ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરવાનો બહુ સરળ માર્ગ છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?