૨૦૨૩માં કેન્દ્ર સરકારના ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) દ્વારા આ ખાણ વિસ્તારને રક્ષિત સ્મારક જાહેર કરાતા તેની સુરક્ષા વધુ સારી રીતે થઈ શકશે.
સિંધુ સભ્યતાનાં પાંચ મોટાં શહેરોમાં જેની ગણના થાય છે અને જેને યુનેસ્કોની વિશ્વ વિરાસત જાહેર કર્યું છે તે ધોળાવીરા તેના સમકાલીન શહેરોથી ઘણી રીતે અલગ હતું. મોહેં-જો-દડો અને હડપ્પા જેવાં શહેરોના બાંધકામની જેમ ધોળાવીરામાં ઈંટોનું બાંધકામ જોવા મળતું નથી. અહીં પથ્થરોનો ખાસ કરીને લાઇમ સ્ટોન- ચૂનાના પથ્થરોનો ખૂબ મોટાપાયે ઉપયોગ થયો છે. અહીંની ગટર વ્યવસ્થા, પાણી સંગ્રહનું વ્યવસ્થાપન પણ તેને અન્ય નગરોથી અલગ જ ઓળખ આપે છે. જ્યારે ધોળાવીરાનું ઉત્ખનન કરાતું હતું તે સમયે અહીં નજીકમાંથી પથ્થરોની બે ખાણોના અવશેષો પણ મળી આવ્યા હતા. વન વિભાગના કબજા હેઠળની આ ખાણો અત્યાર સુધી બફર ઝોનમાં ગણાતી હતી, પરંતુ ગત વર્ષે કેન્દ્રીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઇન્ડિયા- એ.એસ.આઈ.) દ્વારા તેને રક્ષિત સ્મારક જાહેર કરાઈ છે. આથી હવે આ વિસ્તારમાં બાંધકામ કે અન્ય કોઈ જ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાશે નહીં કે ત્યાંથી પથ્થરો પણ ઉપાડી શકાશે નહીં. આ વિસ્તારમાં આવનારાં પ્રવાસીઓ અને અભ્યાસુઓની સુવિધા માટે બોર્ડ લગાવાશે, પરંતુ અન્ય કોઈ સગવડ વિકસાવી શકાશે નહીં. આથી પાંચેક હજાર વર્ષ જૂની આ ખાણો હાલની સ્થિતિમાં જળવાઈ રહેવાની સંભાવના વધી જાય છે. જોકે, આ ખાણ પુરાતત્ત્વવિદોના ધ્યાનમાં આવ્યાને ત્રણેક દાયકાથી વધુનો સમય વીતી ગયો છે. અત્યાર સુધી આસપાસનાં ગામોના રહેવાસી અહીંથી પથ્થરો લઈ જઈને ઘરોના બાંધકામમાં તેનો ઉપયોગ કરતા હતા. આવો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો હોવાનું ચર્ચાય છે. ત્યારે આ ખાણને, ભૂતકાળની ધરોહરને યથાવત્ સ્થિતિમાં જાળવી રાખવા માટે સુરક્ષાના હજુ વધુ ઉપાયો કરવા પડશે, તે નક્કી છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય