એક્સ્ટ્રક્ટ આર્ટ એટલે બિંદુ, રેખા, આકાર અને રંગોનો એવો મહેરામણ જેમાં ડૂબકી લગાવીને ભાવક તેને પામી શકે છે, માણી શકે છે. કલાના આ અમૂર્ત સ્વરૂપની રૂપરેખા ‘ચોક્કસ’ના ચોકઠામાં બંધાતી નથી. વાસ્તવના ધરાતલ પર પ્રગટેલી છતાં એ કલ્પનાતીત ભાસે છે. કૅન્વાસ પર રંગ અને આકારની મુક્ત અભિવ્યક્તિથી અનેરો લય રચાય છે. સર્જકના કલ્પનના છેડાને આંબીને દર્શક સ્વયં અર્થ પ્રાપ્ત કરે છે, તેનો પોતાનો આગવો અર્થ; દરેક ભાવકની અનુભૂતિ સ્વતંત્ર; દૃષ્ટિ બદલાતાં કેલિડોસ્કોપની માફક પળવારમાં નજર સામે અલગ ભાત ઊભી થાય. વાસ્તવની નક્કરતા ઓગળતી જાય; ચિત્ર વાસ્તવથી વેગળી વિભાવના વ્યક્ત કરે અને જોનારના મનમાં તેની છબી ઝીલાય. મહાન ચિત્રકાર એડગર ડેગા કહે છે તેમ – "Art is not what you see but what you make others see."
કલાના આ તરલ સ્વરૂપને હસ્તગત કરવું હથેળીમાં રેતી પકડી રાખવા જેવું કામ છે. તેથી જ આ કલા સાથે જોડાયેલા કલાકારો તેને હસ્તગત કરવાની મથામણ કરવા કરતાં કલાની આંગળી ઝાલીને તેના જ લયમાં વિહરવાનું પસંદ કરે છે.
અમદાવાદમાં રહેતાં સિદ્ધાર્થ પટેલ એવા જ એક ચિત્રકાર છે જેમણે નોન-ઓબ્જેક્ટ એટ્રેક્ટ આર્ટમાં પગરણ માંડ્યાં છે અને છેલ્લાં ચારેક વર્ષથી તેમાં સફળ ખેડાણ કરી રહ્યા છે. ગણતરીનાં વર્ષોમાં તેઓ એબ્જેક્ટ આર્ટમાં નોંધનીય કામ કરી શક્યા છે તાજેતરમાં જ હઠીસિંહ વિઝ્યુલ આર્ટ સેન્ટર ખાતે તેમનું ત્રીજું સોલો એક્ઝિબિશન – ‘ગેટેડ રીવર્બ’ યોજાઈ ગયું. એ નિમિત્તે થયેલી ચર્ચાથી જાણવા મળ્યું કે તેઓ કોઈ પણ પ્રકારનું કલા સાથે જોડાયેલું બૅકગ્રાઉન્ડ ધરાવતા નથી. તેઓ જાતે જ પોતાનો રસ્તો કંડારીને ચાલતાંચાલતાં આટલે પહોંચ્યા છે. સિદ્ધાર્થભાઈની કલા જ નહીં, પણ કલા ક્ષેત્રમાં થયેલા તેમના પ્રવેશની ભૂમિકા પણ ખૂબ રસપ્રદ છે.
સામાન્ય પરિવારનું બીજું સંતાન, વાણિજ્યના સ્નાતક થયેલો બિઝનેસ કરતો યુવાન અચાનક બધું સમેટીને કલાનો ભેખ ધરી લે એ માનવામાં આવે એવી વાત નથી, પરંતુ વ્યક્તિની અંતઃસ્ફુરણાથી ન માનવામાં આવે એવી વાત પણ આશ્ચર્યજનક રીતે શક્ય બનતી હોય છે. આ આશ્ચર્યનો ઉત્તર આપતાં સિદ્ધાર્થભાઈ કહે છે કે તેના મૂળમાં તેમનો સાહસિક સ્વભાવ અને ક્યુરિયસ માઇન્ડ છે. સતત નવું જોવા, જાણવા અને અનુભવવાની ઝંખનાને કારણે તેમણે જીવનના જુદા-જુદા પડાવ પર અનેક પ્રકારના અનુભવો અંકે કર્યા છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય