અમેરિકાના પ્રેસિડન્ટોની સમયમર્યાદા ચાર વર્ષની હોય છે. એક વ્યક્તિ બેથી વધુ વાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ભોગવી નથી શકતો. ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ રિપબ્લિક પાર્ટીના નૉમિની છે, એમણે વર્ષ ૨૦૧૬ના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં જીત મેળવીને ચાર વર્ષ સુધી એ પદ ભોગવ્યું હતું.
એમણે નવ મુસ્લિમ દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશ ન આપવો એવા એક્ઝિક્યુટિવ ઑર્ડરો બહાર પાડ્યા હતા. અમેરિકા અને મેક્સિકોની સરહદ ઉપરની દીવાલને મોટી કરી અને સરહદ ઉપર જ ફૅમિલી સેપરેશન પૉલિસી દાખલ કરી હતી. સો જેટલી પર્યાવરણને લગતી પૉલિસીઓ અને રેગ્યુલેશનો એમણે પાછા ખેંચી લીધા હતા. ટૅક્સ કર્ટસ એન્ડ જોબ્સ ઍક્ટ, ૨૦૧૭ દાખલ કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોને નીમ્યા હતા. ચાઇના જોડે વ્યાપારિક ધોરણે યુદ્ધ શરૂ કર્યું. અનેક ઇન્ટરનેશનલ એગ્રીમૅન્ટોમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું. કોવિડ૧૯ના ભયંકર રોગચાળા વખતે કૅર ઍક્ટ દાખલ કર્યો હતો. સત્તાનો ગેરઉપયોગ અને કોંગ્રેસની કાર્યવાહીમાં વિઘ્નરૂપ બનવા માટે વર્ષ ૨૦૧૯માં એમના ઉપર તહોમત મૂકીને એમને ઇમ્પીચ કરવામાં આવ્યા હતા, પણ અમેરિકાની સેનેટે એમને એમાંથી મુક્ત કર્યા.
ડોનાલ્ડ ટ્રમ્પ માટે એવું કહેવામાં આવે છે કે, તેઓ રેસીસ્ટ છે અને ઇતિહાસકારો અને સ્કોલરોએ એમના એ પ્રેસિડન્ટપણા માટે એવું જણાવ્યું કે, અમેરિકાના ઇતિહાસમાં તેઓ સૌથી ખરાબ પ્રેસિડન્ટ હતા. આવા ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરીથી અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ચૂંટાઈ આવ્યા છે અને ૨૦મી જાન્યુઆરી, ૨૦૨૫ના તેઓ રિપબ્લિક પાર્ટીના નૉમિની તરીકે વોશિંગ્ટન ડીસીમાં આવેલ અમેરિકાના પ્રેસિડન્ટના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?