મતદારોનો ફેંસલો જે હોય, હવે પછીનાં થોડાં વર્ષ રાજકીય મોરચે ગુજરાતની ચૂંટણીનો પ્રભાવ જરૂર વર્તાશે.
છેવટે ફેંસલો થઈ ચૂક્યો છે. આ વખતે ભાજપની બેઠકો વધશે કે ઘટશે? કોંગ્રેસનું શું થશે?થી શરૂ થઈને છેલ્લે આમ આદમી પાર્ટી કેટલી બેઠક મેળવશે? જેવા સવાલો સુધી આવીને અટકેલી ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી મૌન રહેલા મતદારોએ ઈવીએમનું બટન દબાવીને એ વાતે મૌન તોડ્યું છે કે એને હજી ભાજપ પર જ ભરોસો છે કે પછી એ હવે પરિવર્તન ઈચ્છે છે?!
અલબત્ત, ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં આવશે ત્યારે એ વાતનો પણ ફેંસલો થઈ ચૂક્યો હશે. પરિણામ બહાર આવી ગયા પછી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ હશે અને આ બધાની વચ્ચે જીતેલા પક્ષ દ્વારા નવી સરકારની રચનાનાં સમીકરણો પણ ગોઠવાઈ રહ્યાં હશે.
મંગળવાર, ૬ ડિસેમ્બરની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં બન્ને તબક્કાનાં મતદાન પછી રિવાજ પ્રમાણેના એક્ઝિટ પોલ્સ પણ બહાર આવી ચૂક્યા છે. રાજકીય પક્ષો હજુ ઓછા-વધુ મતદાનનાં સમીકરણો પોતાને કેટલો ફાયદો-નુકસાન કરાવશે એ ગણતરી માંડી રહે એ પહેલાં એક્ઝિટ પોલ્સે ભાજપની સરકાર બનાવી પણ દીધી છે.
મોટા ભાગના વરતારા ભાજપ ગુજરાતમાં સાતમી વખત સરકાર બનાવશે એવું ભાખી રહ્યા છે, પણ આપણે અહીં મતદાનના આંકડા કે એક્ઝિટ પોલ્સના આટાપાટામાં નથી પડવું, કારણ કે આ અંક તમે વાંચતા હશો ત્યાં સુધીમાં પરિણામ ઑલરેડી સ્પષ્ટ થઈ ચૂક્યું હશે.
- એટલે આ વખતે વાત કરવી છે પરિણામો પછીની રાજકીય શક્યતાઓની. આ ચૂંટણીનાં પરિણામો ગુજરાતનાં અને દેશનાં હવે પછીનાં રાજકીય સમીકરણો બદલાવવામાં કેવી ભૂમિકા ભજવી શકે છે તથા ભાજપ કે કોંગ્રેસની હાર-જીતથી રાષ્ટ્રીય કક્ષાએ રાજકીય ચિત્ર કેવી રીતે બદલાઈ શકે છે એ સમજવું પણ એટલું જ મહત્ત્વનું છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે પણ ગુજરાતનાં પરિણામો સમજવાં જરૂરી છે. સામાન્ય રીતે ચૂંટણીની રમતમાં જો અને તોને સ્થાન નથી. ચૂંટણીના રણમાં તો જે જીતે એ જ શૂર, પણ ભવિષ્યનાં રાજકીય સમીકરણો ઘડવામાં આ જો અને તો બહુ મહત્ત્વના હોય છે.
કેવી કેવી શક્યતા છે?
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.