અમે આપેલાં વચનો મક્કમતાથી પાળીને જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે. વચન પાળ્યાં છે, વચન પાળીશું. ગુજરાતનું માન વધારીશું.. આ પ્રભાવક ઉદ્ગાર છે ગુજરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના.
વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી બીજી મુદત માટે મુખ્ય મંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલના શાસનના ૧૦૦ દિવસ હમણાં પૂર્ણ થયા. ગુજરાત માટે આ અનેરો અવસર હોઈ સાથ-સહકાર અને સેવાના ૧૦૦ દિવસ અવસરરૂપે ઉજવણી થઈ.
આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું: ‘ગુજરાતમાં નાનામાં નાના માનવીને પણ ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ની અનૂભુતિ સાથે વિકાસની મુખ્ય ધારામાં લાવ્યા છીએ અને તેને પણ વિકાસનો સંવાહક-સાથીદાર અને સહભાગી બનાવ્યો છે. સાથોસાથ અમે ટીમ ગુજરાતે પ્રજાને વચનો આપ્યાં હતાં તે મક્કમતાથી પાળી બતાવ્યાં છે અને એ થકી જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે.’
આમ તો કોઈ પણ સરકારનાં શાસનકાર્યોના મૂલ્યાંકન માટે એકસો દિવસનો સમય અલ્પ ગણાય. જો કે ગુજરાત સરકારે આરોગ્ય, આદિવાસી વિકાસ, શિક્ષણ, કૃષિ, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, ઉદ્યોગ, ઊર્જા, પ્રવાસન, અન્ન નાગરિક પુરવઠા, પરિવહન, વન અને પર્યાવરણ, કાનૂન, યુવા, મહિલા, વગેરે વિભાગોમાં વિકાસની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી અને એ સાકાર કરવા માટે અવિરત પ્રયાસો આદર્યા.
એના સંનિષ્ઠ સુકાની એવા શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવના ભૂપેન્દ્ર પટેલના નિર્ણાયક નેતૃત્વ અને મક્કમ નિર્ધારથી ગુજરાતવાસીઓ સુપેરે પરિચિત છે.
વ્યાજખોરોથી ત્રસ્ત લોકોને પોલીસ દ્વારા ત્વરિત કાનૂની સહયોગ તો દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે બાંધકામોનો નાશ.
ગુજરાતવાસીઓએ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ટીમ પર ભરપૂર વિશ્વાસ મૂકી એને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવીને ગુજરાતનું બીજી વખત સુકાન સોંપ્યું.
એ જ રીતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટીમ ગુજરાતે રાજ્યના સર્વાંગી વિકાસની નેમ દાખવી છે. એ સુશાસનના એકસો દિવસ વીત્યા છે. એના યાદગાર અવસર નિમિત્તે સાથ-સહકાર અને સેવાના એકસો દિવસ દસ્તાવેજી પુસ્તકનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યું.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.