ભાવિશા બુદ્ધદેવ: હરિયાળી ધરતી માટે હાકલ કરતી યુવતી..
Chitralekha Gujarati|May 08, 2023
એનો જન્મ નાનકડા ગામમાં. ભણતર બિઝનેસ મૅનેજમેન્ટનું. કારકિર્દી વિશે કોઈ સ્પષ્ટ સમજણ નહીં. બસ, લગ્ન પછી ઘરમાં બેસી રહેવાના બદલે સમાજને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ કરવાની ગાંઠ મનમાં વાળી હતી. પછી તો બાળકોને સંગીત શીખવતાં શીખવતાં એમને વિચાર આવ્યો મ્યુઝિક માધ્યમથી જ પર્યાવરણની જાળવણીનો..
કેતન ત્રિવેદી
ભાવિશા બુદ્ધદેવ: હરિયાળી ધરતી માટે હાકલ કરતી યુવતી..

આ વાત સૌરાષ્ટ્રના નાનકડા એવા જામસલાયા ગામમાં જન્મેલી છોકરી એકલેહાથે શું કરી શકે છે એની છે. આ વાત પોતાની આવડતને પર્યાવરણ સાથે જોડીને પ્રકૃતિના સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકાય એની છે. આ વાત પ્રકૃતિના પ્રેમમાં પડેલી એવી એક યુવતીની છે, જે દિવસ-રાત ફક્ત પર્યાવરણની જાળવણીનો જ વિચાર કરે છે અને પોતે જે કાંઈ પ્રવૃત્તિ કરે એમાં એને વણી લે છે..

એનું નામ છે ભાવિશા બુદ્ધદેવ. ગુજરાતીઓ માટે આ અટક એટલે કે સરનેમ થોડીક અજાણી લાગે, પણ એ તો પેઢીઓથી મહારાષ્ટ્રના બુલઢાણામાં વસતા ગુજરાતી મૂળના પ્રફુલ્લ બુદ્ધદેવને પરણ્યાં એટલે. અન્યથા, પિયરમાં તો એ લાકડાવાળા તરીકે ઓળખાતા ઈમારતી લાકડાંના વેપારી તુલસીભાઈ અને તારાબહેનની દીકરી. પહેલાં જામસલાયા અને પછી જામખંભાળિયામાં લાડકોડથી અને જાહોજલાલીમાં ઉછરેલી ભાવિશાએ ફક્ત ૧૨ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું, પણ બીજાને મદદ કરવાના સંસ્કાર તુલસીભાઈ સંતાનોમાં રોપતા ગયેલા એટલે એનામાં એ બધું આપોઆપ આવ્યું.

ખેડૂતોને આજીવિકા માટે માર્ગદર્શનથી માંડી ‘કિસાન કી બાત’ રેડિયો પ્રોગ્રામ જેવા પ્રયાસ.

કદાચ એ સંસ્કારોમાંથી જ પ્રગટેલી સંવેદનાએ એને કળા અને પર્યાવરણ તરફ વાળી. લગ્ન પછી પંદરેક વર્ષ દિલ્હીમાં અને અત્યારે પતિ-સંતાનો સાથે પૂણેમાં રહેતાં ભાવિશાએ સ્કૂલ-કૉલેજોમાં વૃક્ષારોપણ કૅમ્પેન દ્વારા અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. અનેક કલાકારોને ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવતાં શીખવાડીને એમને યોગ્ય બજાર પૂરું પાડ્યું છે. દિલ્હીની અનેક સ્કૂલોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી બનાવી છે. સ્કૂલમાં વૉટર હાર્વેસ્ટિંગના કામથી લઈને ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવાની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિમાં યોગદાન આપ્યું છે.

પ્રિયદર્શિની સાથેની વાતચીતમાં ભાવિશા કહે છેઃ ‘હું કોઈ પણ પ્રવૃત્તિ કરતી હોઉં, પણ એની પાછળનું ધ્યેય તો પ્રકૃતિ અને પર્યાવરણ જ હોય. ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી નોટબુક વિતરણ કરવાની હોય કે મહિલાઓને રોજગારીની તાલીમ આપવાની હોય, અમારા દરેક કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણીનો સંદેશ કેન્દ્રસ્થાને જ હોય. છેવટે તો પ્રકૃતિ છે તો જ આપણે છીએ એ વાતને જીવનમંત્ર તરીકે અપનાવવાની આજે ખાસ જરૂર છે.'

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
Chitralekha Gujarati

નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર

ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.

time-read
2 mins  |
October 28, 2024
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
Chitralekha Gujarati

બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!

પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.

time-read
4 mins  |
October 28, 2024
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?

‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.

time-read
3 mins  |
October 28, 2024
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
Chitralekha Gujarati

દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન

બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?

time-read
3 mins  |
October 28, 2024
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
Chitralekha Gujarati

એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?

બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...

time-read
3 mins  |
October 28, 2024
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
Chitralekha Gujarati

લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...

નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.

time-read
4 mins  |
October 28, 2024
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
Chitralekha Gujarati

ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન

મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?

time-read
1 min  |
October 28, 2024
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
Chitralekha Gujarati

ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...

નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.

time-read
4 mins  |
October 28, 2024
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
Chitralekha Gujarati

એક ફોન કૉલ ને માણસ કંગાળ..

સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?

time-read
7 mins  |
October 28, 2024
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati

પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.

time-read
4 mins  |
October 28, 2024