કલ્પના કરો કે ઉનાળાની ભરબપોરે માથા પર તપતો તાપ અચાનક વેગીલા પવનનું રૂપ ધારણ કરી લે છે. થોડી વારમાં એ વેગીલો પવન વધુ ઉગ્ર બને છે અને પોતાની સાથે ધૂળની ડમરી પણ લઈ આવે છે. થોડો સમય એ વેગીલો પવન ટકે છે ત્યાં તો આસપાસના વાતાવરણમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ધૂળ જ ધૂળ નજરે પડે છે. ઘરમાં, રસ્તા પર, વાહનોને માથે, વગેરે પર પળવારમાં ધૂળના થર જામી જાય છે. આવી પરિસ્થિતિ આપણે ત્યાં કદાચ ઓછી નજરે પડે છે, પરંતુ ડસ્ટ સ્ટ્રોમ તરીકે જાણીતી આ કુદરતી આફતની ઘટના હવે આપણે ત્યાં વધતી જાય છે!
માનવજાત વર્ષે લાખો કુદરતી આફતનો સામનો કરે છે. એમાંથી કેટલીક કુદરતી આફત તો માણસો સુધી પહોંચતી પણ નથી. તેમ છતાં માનવજાતને અસર કરતી હોય એવી આફતોનો આંકડો ઘણો મોટો છે. આ બધામાં ઉનાળા દરમિયાન જોવા મળતા ડસ્ટ સ્ટ્રોમની આફત પણ માનવજાતને ઘણી અસર કરે છે.
ડમરી ઊડે ત્યારે ખાસ્સા મોટા વિસ્તારમાં ધૂળ છવાઈ જાય છે. દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ભારત-પાકિસ્તાન સહિતના રણપ્રદેશમાં આવા વંટોળનું પ્રમાણ હવે વધ્યું છે અને જે રીતે જંગલ કપાઈ રહ્યાં છે એ જોતાં આ સમસ્યા ઔર વકરવાની છે.
ડસ્ટ સ્ટ્રોમ એટલે ધૂળનો વંટોળ, (ડસ્ટ સ્ટ્રોમ અને સૅન્ડ સ્ટ્રોમ બન્ને ધૂળનો વંટોળ વચ્ચે ફરક છે. રેતીનું તોફાન ખાલી મરુ પ્રદેશમાં જ જોવા મળે છે, જ્યારે ડસ્ટ સ્ટ્રોમની સમસ્યા દુનિયાના લગભગ દરેક ભાગમાં જોવા મળે છે) જેમાં પવન સાથે ઊડીને ટનબંધ ધૂળ અને અન્ય કચરો પણ આવતો હોય છે. આવા વંટોળ આપણે ત્યાં પણ ચડે છે, પરંતુ એમાંથી મોટા ભાગના બહુ ઓછા સમય સક્રિય રહેતા હોવાને કારણે એની કોઈ ખાસ નોંધ નથી લેતું, પરંતુ બીજી તરફ મધ્ય આફ્રિકા, મધ્ય એશિયા, મોંગોલિયા અને દક્ષિણ અમેરિકામાં આકાર લેતા વિકરાળ ધૂળિયા વંટોળિયા હવે વૈશ્વિક સમસ્યા બની ચૂક્યા છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.