ભારતમાં છેક અંગ્રેજોના વખતથી મોતની સજા રૂપે ફાંસી આપવાનો રિવાજ છે. એને કારણે દેશના અમુક વિસ્તાર સાથે આજે પણ ફાંસી શબ્દ સંકળાયેલો છે, જેમ કે ફાંસી ઘર. દિલ્હી ઉપરાંત અમૃતસર અને ઝારખંડના હઝારીબાગ સહિતનાં શહેરોમાં અંગ્રેજોના સમય દરમિયાન સ્વાતંત્ર્યસેનાનીઓને જ્યાં ફાંસીના માંચડે લટકાવવામાં આવતા એવી જગ્યા આજેય ફાંસી ઘર તરીકે ઓળખાય છે. મુંબઈમાં વળી આઝાદ મેદાન નજીકનું ધોબી તળાવ ફાંસી તળાવ તરીકે પણ જાણીતું થયું હતું, કારણ કે એ તળાવ પાસે કેટલાક સેનાનીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી.
એમ તો છેક મહાભારતમાં પણ અધર્મીઓનો વધ કરવાને જ સાચો ધર્મ ૪ દર્શાવવામાં આવ્યો છે. આપણે ત્યાં ગુનેગારને ફાંસીના માંચડે લટકાવીને મારવામાં આવે છે, જેમાં અપરાધીએ બહુ પીડા સહન કરવી પડે છે એવી માનવઅધિકારવાદી કર્મશીલોની વાત સ્વીકારી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડના અપરાધીને બને એટલું ઓછું દર્દનાક મોત મળે એવી રીત નક્કી કરવાની ભલામણ કરી. હવે અપરાધીને ઓછું પીડાદાયક મોત મળે એવી રીત શોધવા સરકાર એક કમિટી રચશે.
યુરોપના અમુક દેશ અને અમેરિકાનાં કેટલાંક રાજ્યોને બાદ કરતાં દુનિયાના લગભગ દરેક દેશમાં મૃત્યુદંડનો કાયદો છે. ક્યાંક બળાત્કાર કરનારને મૃત્યુદંડ આપવામાં આવે છે તો ક્યાંક ખૂન કરનારને. અલગ અલગ દેશમાં મૃત્યુદંડ આપવાની રીત પણ અલગ અલગ છે. ક્યાંક વેરની વસૂલાતના કાયદા ઉદાહરણરૂપ બને એવા પાશવી છે તો ક્યાંક માનવઅધિકારને ધ્યાનમાં રાખી બને એટલી આસાનીથી મોત આપવામાં આવે છે. અરબ દેશમાં ગુનેગારને જાહેરમાં ગોળીએ દેવાની પ્રથા છે તો ચીનમાં અપરાધીનાં ગળાં ચીરી નાખવામાં આવે છે. આપણે ત્યાં હવે એકદમ અપવાદરૂપ કિસ્સા (રેરેસ્ટ ઑફ રેર કેસ)માં જ ફાંસી આપવામાં આવે છે. એમાં પણ અદાલતે ફાંસીની સજા ઘોષિત કર્યા પછી પણ અપરાધી રાષ્ટ્રપ્રમુખ સમક્ષ દયાની અરજી દ્વારા એની ફાંસી રદ કરાવી શકે એવી જોગવાઈ છે. અફઝલ ગુરુ, અજમલ કાસબ અને યાકુબ મેમણ જેવા આતંકી ઠેરવાયેલા ગુનેગારને ફાંસી ન મળે એ માટે છેક છેલ્લી ઘડી સુધી ન્યાયતંત્રને વ્યસ્ત રાખવામાં આવ્યું હતું.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.