'વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી’ના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડા: ગરીબ-પછાત વિદ્યાર્થીઓને સરકારની અનેક યોજનાનો લાભ મળે છે.
૬૫માં સ્થપાયેલી વીર નર્મદ સાઉથ ૧૯ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં સાત જિલ્લા આવે છે. એમાંથી ચાર જિલ્લામાં આદિવાસી પ્રજાની વસતિ વધુ છે એટલે આ યુનિવર્સિટીમાં પણ મોટા ભાગના વિદ્યાર્થી વિવિધ જનજાતિના અને ગરીબ હોય છે.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડા કહે છે કે દક્ષિણ ગુજરાતમાં ઘણી ખાનગી યુનિવર્સિટી છે એ વાત સાચી, પણ બધાનું ધ્યેય અલગ છે. અમારો ઉદ્દેશ ગરીબ, પછાત અને જનજાતિ વર્ગના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાનો છે. અમારા કાર્યક્ષેત્રના સાત જિલ્લાની વસતિ ૧.૪૦ કરોડ જેટલી છે. ત્યાંના ૮૦ ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લેવા અમારે ત્યાં આવે છે. અમારા કૅમ્પસમાં ૪૫થી વધુ કોર્સ ચાલે છે. એ ઉપરાંત, સ્થાનિક જરૂરત પ્રમાણે ટેક્સ્ટાઈલ્સ, મરીન, ટ્રાન્સ્પોર્ટેશન, ડાયમંડ, ઍવિયેશન જેવા વિષયોમાં સર્ટિફિકેશન અભ્યાસક્રમ છે.
ડૉ. ચાવડા કહે છે કે હમણાં બે સેમેસ્ટરની પરીક્ષામાં સાડા પાંચ લાખ વિદ્યાર્થી બેઠા હતા. કુલ ૩૫ લાખ ઉત્તરવહી તપાસવામાં આવી. આનાથી અમારી યુનિવર્સિટીના વ્યાપનો ખયાલ આવી જશે. અમારી સાથે ૩૦૦થી વધુ કૉલેજો સંલગ્ન છે. ૨૧૦ એકરમાં યુનિવર્સિટીનું કૅમ્પસ ફેલાયેલું છે. સરકારી યુનિવર્સિટી હોવાથી ફીનું ધોરણ નીચું છે અને સરકારની તમામ ૧૮૩ યોજનાનો લાભ જનજાતિ, ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળે છે. યુનિવર્સિટીએ ૨૦૧૪થી ફીમાં એક રૂપિયાનો પણ વધારો કર્યો નથી.
ડૉ. કિશોરસિંહ ચાવડા ઉમેરે છે કે અમારે ત્યાં ભલે સામાન્ય લોકો શિક્ષણ લેવા આવે, પણ અમારું રિઝલ્ટ હંમેશાં ૯૦ ટકાથી ઉપર આવે છે. બીજું, અમારા કૅમ્પસમાં જે સવલતો છે એમાંની અમુક કદાચ કોઈ પાસે નહીં હોય. અમારી પાસે ઈનડોર સ્વિમિંગ પૂલ છે, જે ઘણી હોટેલ પાસે પણ નથી. ક્રિકેટ, હૉકી અને બાસ્કેટબૉલનાં મેદાન તથા ઍથ્લેટિક ટ્રેકથી પણ અમે સજ્જ છીએ.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.