સામાન્ય રીતે ૧ જૂને કેરળના દરિયાકિનારે સીઝનનો પહેલો વરસાદ સા થાય એ પછી ધીરે ધીરે ભારતમાં ચોમાસું જામવા માંડે. જો કે પાછલાં કેટલાંક વર્ષોથી ચોમાસાની પૅટર્ન બદલાઈ રહી છે. આ વર્ષે જ જોઈએ તો મે મહિનાના ત્રીજા સપ્તાહે તો ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ ખાબક્યો. ચોમાસાની વિધિવત્ શરૂઆત પહેલાં આવાં ઝાપટાં પડે છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ઓળખાતી હવામાનની સ્થિતિને કારણે માહોલ એકદમ ચોમાસા જેવો જ જામી ગયો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ આમ તો યુરોપ, આફ્રિકા અને એશિયા એ ત્રણ ખંડ વચ્ચે ઘેરાયેલા ભૂમધ્ય (મેડિટરેનિયન) સમુદ્રના માથે સર્જાતા વાવાઝોડા જેવું તોફાન છે, પણ એની અસર ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગથી માંડી છેક બાંગ્લાદેશ સુધી જોવા મળે છે. વરસાદની સીઝન વગર મુખ્યત્વે ભૂમધ્ય અને કૅસ્પિયન સમુદ્ર પર સર્જાતાં આ વરસાદી તોફાનોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે આ કુદરતી રમખાણને લીધે ઉતાવળે શરૂ થયેલું ચોમાસું સરેરાશથી નબળું રહેવાની શક્યતા નિષ્ણાતો જોઈ રહ્યા છે. ચોમાસું માથે છે ત્યારે વરસાદ વિશેની કેટલીક એવી વાત અહીં કરવી છે, જે સામાન્યપણે લોકોના ધ્યાનબહાર રહી જતી હોય છે.
વેધર ફોરકાસ્ટિંગ-હવામાનના વરતારામાં ભારત પણ દુનિયાના અન્ય દેશની જેમ જ સેટેલાઈટ ઈમેજ, વાદળોની રચના, હવાના દબાણ, વગેરેનું નિરીક્ષણ કરીને ડેટા તૈયાર કરે છે. સરકાર હસ્તકના ભારતીય હવામાન વિભાગ ઉપરાંત સ્કાયમેટ જેવી કેટલીક પ્રાઈવેટ કંપની પણ વાતાવરણનો અભ્યાસ કરે છે. ગુજરાતમાં આ વખતે વહેલું ચોમાસું બેઠું એનું કારણ જણાવતાં દિલ્હીસ્થિત સ્કાયમેટ વેધર સર્વિસના મુખ્ય હવામાનશાસ્ત્રી મહેશ પલાવત ચિત્રલેખાને કહે છેઃ
‘ચોમાસાની અનિયમિતતા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુખ્ય કારણ છે. આ વર્ષે એપ્રિલ અને મે એ બન્ને મહિનામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતાં ખેતીવાડીને અસર કરે એવાં માવઠાં થયાં છે. એ માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર હોવાની પણ શક્યતા છે. જો કે જ્યાં સુધી એકસાથે સતત સાત-આઠ વર્ષ સુધી આ રીતની પરિસ્થિતિ ન સર્જાય ત્યાં સુધી એને ક્લાઈમેટ ચેન્જનું નામ આપવું યોગ્ય નથી.’
ભૂમધ્ય અને કૅસ્પિયન સમુદ્ર પર સર્જાતાં વરસાદી તોફાનોની અસર છેક ભારત સુધી પહોંચે છે. હમણાં આપણે એનો અનુભવ કર્યો.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.