લગભગ ચાર દાયકા પહેલાંની વાત. અમદાવાદની કાળઝાળ ગરમી અને ગંદકીથી ખદબદતા બહેરામપુરા અને પીરાણા ડમ્પિંગ સાઈટ પર ૧૧-૧૨ વર્ષની એક છોકરી કચરામાંથી કાગળ વીણી રહી હતી. ક્યારેક કાગળ વીણતાં હાથમાં કાચ વાગે તો ક્યારેક કેમિકલયુક્ત વસ્તુનો સ્પર્શ થતાં હાથમાં બળતરા થવા લાગે, પણ ઘરમાં ગરીબી એવી કારમી કે આ કામ કર્યે જ છૂટકો. પાલી પરમાર નામની એ બાલિકાને ક્યારેક તો થતું કે એનું જીવન આમ જ કચરો વીણતાં વીણતાં વીતી જશે..
આજે એ ગભરુ છોકરી સાતસો કરતાં પણ વધારે મહિલાઓને સ્ટેશનરી બનાવવાની તાલીમ આપી એમને પગભર કરનારાં બાવન વર્ષી પાલીબહેન સોલંકી તરીકે પ્રખ્યાત છે. એમનું નામ અને એમનાં કામ કંઈકેટલી મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. જો એક મહિલા પગભર થાય તો અનેક જીવન કંચન બની જાય, જ્યારે અહીં તો સેંકડો મહિલાની વાત છે. અડગ નિર્ધાર, મહેનતથી કંઈ પણ કરી શકાય એનું આ જીવતુંજાગતું ઉદાહરણ છે.
ગુજરાતના મહેસાણા જિલ્લાના વસઈ ગામમાં પરિવારમાં જન્મેલાં પાલીબહેન સાવ સામાન્ય ભાઈ-બહેનોમાં બીજા નંબરનાં. માતા-પિતાએ એક વર્ષની પાલીને નિઃસંતાન ભાઈ-ભાભીને સોંપી. વસઈથી પાલી પોતાનાં કાકા-કાકી-દાદી સાથે રહેવા અમદાવાદ આવી. કાકા-કાકીની મિલમાં નોકરી, પરંતુ અચાનક મિલ બંધ પડી અને પરિવારની પરિસ્થિતિ બદલાઈ ગઈ. દસ વર્ષની પાલી ઘરમાં આવી પડેલી અણધારી મુશ્કેલીનો સામનો કરવા કામે વળગી.
આ કામ એટલે કચરામાંથી કાગળ વીણવાના અને કિલોદીઠ રૂપિયાના ભાવે ભંગારવાળા અને પીઠાવાળાને વેચવાના. આ માટે વહેલી સવારથી મોડી સાંજ સુધી કામ કરે ત્યારે માંડ બે-પાંચ રૂપિયા મળે, પણ આટલાથી શું વળે? એમ વિચારીને પાલીએ સુઝ ફાર્મ અને આસપાસના વિસ્તારોમાંથી છાણ ઉપાડવાનું કામ ચાલુ કર્યું. છાણ અથવા ગોબર ભેગું કરી એનાં છાણાં બનાવવાનાં, ૧૦ પૈસાનું એક છાણું વેચવાનું. ત્યાર બાદ કાપડની કતરણમાંથી ચીંદી વીણીને એની સિલાઈ કરી અવનવી વસ્તુ બનાવીને વેચવાની. આવાં પરચૂરણ કામ કરીને પાલી પરિવારને મદદ કરે. રોજ સવારે ઊઠીને કચરામાંથી કાગળ વીણવા, છાણાં થાપવાં, ચીંદીમાંથી સિલાઈ કરવી, વગેરેમાં જ પાલીનો દિવસ પૂરો થાય. નાની આંખો સપનાં જોવે અને રોજ રોતી આંખો સપનાંને ભીનાં કરે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.