મનહર બા વાઘેલા: જીવન સમર્પિત બોલકાં બાળકો ને અબોલ શ્વાનને.
Chitralekha Gujarati|October 02, 2023
આ રજપૂતાણીએ અનોખા અંદાજમાં ‘બાળક બચાવો, બાળપણ બચાવો’ની ઝુંબેશ આદરી છે. અભ્યાસમાં નબળાં તથા વિષમ પારિવારિક સંજોગનાં શિકાર એવાં બાળકોને ભણાવી-ગણાવી ઝંઝાવાત નામે જીવન સામે ઝઝૂમવા સજ્જ કરે છે.. સાથે સાથે રસ્તે રઝળતા શ્વાનનાય એ રખેવાળ છે.
હેતલ રાવ
મનહર બા વાઘેલા: જીવન સમર્પિત બોલકાં બાળકો ને અબોલ શ્વાનને.

સરકારી હૉસ્પિટલના બેડ પર ટૂંટિયું વાળીને પડેલો એક લાચાર પુરુષ. કાખમાં બે મહિનાનું બાળક અને હાથમાં પતિ માટે જમવાનું લઈને આમથી તેમ આંટા મારતી લાચાર મહિલા. રોજમદારી છોડીને દીકરા પાસે વલોપાત કરતી વૃદ્ધા અને.. આ બધું નિઃસહાય બનીને જોયા કરતી સાત વર્ષની કન્યા. એને ભણવું છે, પરંતુ કોણ ભણાવે? ભણાવવાની વાત તો બાજુએ, એને રાખવાય કોઈ તૈયાર નથી.

આવું નિરાશાજનક દશ્ય મનહરબા વાઘેલા જુએ છે ને એ મનમાં ગાંઠ વાળે છેઃ આવાં બાળકોનો હું સથવારો બનીશ.. અને ખરેખર આ મહિલાએ પોતાનું જીવન એવાં બાળકોને સમર્પિત કર્યું છે, જેમનાં માતા-પિતા ન હોય અથવા બેમાંથી એક જ હોય અથવા બન્ને હોય, પરંતુ બેમાંથી એકને ગંભીર બીમારી હોય. આવાં બાળકોને મનહરબા શોધીને પોતાને ત્યાં રાખે છે. ભણાવી-ગણાવી એમને પગભર બનાવે છે.

ગાંધીનગર જિલ્લાના દોલારાણા વાસણા ગામમાં બે ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાનાં મનહરબા. પિતા ફતેસિંહ રાઠોડ પોલીસકર્મી. માતા કેસરબાને અક્ષરજ્ઞાન નહીં, પણ એ સતત એ વાતનું ધ્યાન રાખે કે સંતાનો નિયમિત શાળાએ જાય, ખૂબ ભણે.

જે સમયે રજપૂતસમાજમાં બાળવિવાહ થતા, પુત્રવધૂ સતત ઘૂંઘટમાં રહેતી એ સમયે મનહરબા અભ્યાસ કરતાં. દીકરીઓને ગામબહારની શાળામાં જવાની અનુમતિ નહોતી ત્યારે મનહરબા હૉસ્ટેલમાં રહી ભણીને પગભર થવાનાં સપનાં જોતાં, પરંતુ કરમની કઠણાઈ કે મનહરબા દસમા ધોરણમાં હતાં ત્યારે પિતાનું અવસાન થયું. ભણી-ગણીને આર્મીમાં જોડાઈ, પિતાની જેમ દેશસેવા કરવાનું સપનું માત્ર સપનું જ બની રહ્યું. પિતાની ઓચિંતી વિદાયે મનહરબાને અંદરથી તોડી નાખ્યાં, છતાં ભણવું તો છે જ એવા નિર્ધાર સાથે એમણે એસએસસી પાસ કર્યું. હવે આગળ અભ્યાસ કેવી રીતે કરવો? ભણવાનો ખર્ચ ભાઈ-બહેન પર કેવી રીતે નાખવો? એવાં મનોમંથનમાં અટવાયેલાં મનહરબા પોતાના ગુરુ ભગવાનશ્રી પાસે ગયાં. ગુરુએ આશીર્વાદ રૂપે એક પરબીડિયું આપ્યું.

એક બાળકી તો સચવાઈ ગઈ, પણ.. બસ, એમાંથી વિચાર આવ્યો ને બચ્ચાંવને અભ્યાસ કરાવવાનું આદર્યું.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
Chitralekha Gujarati

નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર

ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.

time-read
2 mins  |
October 28, 2024
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
Chitralekha Gujarati

બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!

પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.

time-read
4 mins  |
October 28, 2024
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?

‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.

time-read
3 mins  |
October 28, 2024
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
Chitralekha Gujarati

દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન

બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?

time-read
3 mins  |
October 28, 2024
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
Chitralekha Gujarati

એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?

બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...

time-read
3 mins  |
October 28, 2024
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
Chitralekha Gujarati

લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...

નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.

time-read
4 mins  |
October 28, 2024
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
Chitralekha Gujarati

ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન

મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?

time-read
1 min  |
October 28, 2024
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
Chitralekha Gujarati

ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...

નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.

time-read
4 mins  |
October 28, 2024
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
Chitralekha Gujarati

એક ફોન કૉલ ને માણસ કંગાળ..

સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?

time-read
7 mins  |
October 28, 2024
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati

પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.

time-read
4 mins  |
October 28, 2024