કદાચ હા, કદાચ ના...
એક ખેડૂતનો વર્ષો જૂનો ઘોડો ખેતરમાંથી નાસી ગયો. પાડોશીઓ ભેગા થઈને હમદર્દી દેખાડવા લાગ્યાઃ ‘આ તો બહુ ખરાબ થયું.’
‘કદાચ હા, કદાચ ના.’ ખેડૂતે કહ્યું.
બે દિવસ પછી ઘોડો પાછો આવ્યો. એની પાછળ પાછળ બીજા ત્રણ જંગલી ઘોડા આવ્યા. પાડોશીઓ રાજીના રેડઃ ‘વાહ, કેટલું સરસ કહેવાય!’ ‘કદાચ હા, કદાચ ના.’ ખેડૂતે ફરી એ જ વાક્ય ઉચ્ચાર્યું.
બીજા દિવસે એના દીકરાએ જંગલી ઘોડાને પલાણ્યો. થોડે દૂર ગયો અને ઘોડાએ એને ઉલાળ્યો. એનો પગ તૂટી ગયો.
પાડોશીઓ ઘોડાને બદુવા આપવા લાગ્યાઃ કેટલો ખરાબ છે આ તો!’
‘કદાચ હા, કદાચ ના.’ ખેડૂત બોલ્યો.
બે દિવસ થયા અને ભરતી માટે રાજાના સૈનિકો આવ્યા. ખેડૂતનો પાટાપીંડીવાળો અલમસ્ત દીકરો સૈન્ય માટે પસંદ થઈ ગયો. પાડોશીઓ ખેડૂતને અભિનંદન આપવા લાગ્યાઃ ‘તું તો નસીબવાન છે!'
‘કદાચ હા, કદાચ ના.’ ખેડૂતનું રટણ ચાલુ રહ્યું.
એક પાડોશીને થોડી નવાઈ લાગી. એણે પૂછ્યું: ‘ભાઈ, અમે તારાં સુખ-દુઃખમાં ભાગીદાર થઈએ છીએ અને તું દર વખતે કદાચ હા, કદાચ ના... કહે છે, તો એનો શો મતલબ?'
ખેડૂતે કહ્યું: ‘જીવનમાં દરેક વસ્તુ બદલાઈ જાય છે. જે સારું છે એ ક્યારે ખરાબ થઈ જાય અને જે ખરાબ છે એ ક્યારે સારું થઈ જાય એ આપણે નક્કી નથી કરી શકતા, એ કામ તો સમયનું છે.’
***
૧૯૬૫માં વક્તનામની એક ફિલ્મ આવી હતી. યશ ચોપરાની આ ફિલ્મ મનોરંજન અને મસાલાથી ભરપૂર હતી. વળી, હિંદી સિનેમાના દર્શકોને પહેલી વાર મલ્ટિસ્ટારર ફિલ્મ જોવા મળી હતી. બાળપણમાં વિખૂટા પડી જવાની થીમનો આધાર લઈને યશજીએ આ ફિલ્મમાં જીવનનું એક ગહેરું સત્ય વ્યક્ત કર્યું હતુંઃ સમયની અનિશ્ચિતતા અને ક્ષણભંગુરતા.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.