ઘુડખર બડું અલગ મિજાજ ધરાવતું છે આ પ્રાણી
Chitralekha Gujarati|June 24 , 2024
ગુજરાતનો વનવિસ્તાર દેશનાં બીજાં રાજ્યો કરતાં ઓછો ભલે હોય, પરંતુ વન્યસૃષ્ટિની બાબતમાં ગુજરાત સમૃદ્ધ છે. વિશ્વનાં દુર્લભ પ્રાણીઓ એશિયાટિક સિંહની જેમ ઘુડખર (વાઈલ્ડ એસ) પણ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ઘુડખરની વસતિગણતરી કરવામાં આવી એટલે બહુ ઓછા લોકોનું ધ્યાન એના પર પડ્યું. આ પ્રજાતિના પ્રાણીની સંખ્યામાં ખાસ્સા વધારાની ધારણાને લઈને વન્યપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે આવો જાણીએ, રણને ખૂંદતા આ પ્રાણીના અસ્તિત્વ વિશે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
ઘુડખર બડું અલગ મિજાજ ધરાવતું છે આ પ્રાણી

ગુજરાતમાં તો એ દિવસોમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થઈ ગયું હતું, પરંતુ દેશના બીજા ઘણા વિસ્તારોમાં હજી ચૂંટણીની ગરમી હતી. ગુજરાતમાંય ગરમી હતી જ, પણ અલગ પ્રકારની. મે મહિનાના છેલ્લા દિવસોમાં આકાશમાંથી રીતસર અગ્નિવર્ષા થઈ રહી હતી અને એ વચ્ચે કચ્છના નાના રણમાં વન વિભાગના ૭૦૦ જણનો સ્ટાફ આશરે ૧૫૦૦ વૉલિન્ટિયર્સ સાથે મળીને એક મહત્ત્વની કવાયત કરી રહ્યો હતો.

એ કવાયત હતી ઘુડખરની ગણતરીની. ઘુડખર એ પહેલી નજરે ગધેડા જેવું દેખાતું પ્રાણી. ઘુડ એટલે ઘોડો અને ખરનો અર્થ ગધેડો. જો કે આમ તો એ ખચ્ચર અને ગધેડાથી થોડાં અલગ લક્ષણ ધરાવતી જુદી જ પ્રજાતિનું પ્રાણી છે, જે જંગલી અથવા રાની ગધેડા (ઈન્ડિયન વાઈલ્ડ ઍસ) તરીકે પણ ઓળખાય છે. હિંદીમાં એને ગોરખર કહે છે. વાસ્તવમાં ઘુડખર આ બન્ને પ્રાણી કરતાં જીવશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બન્ને રીતે અલગ જાતિનું છે. ઘુડખર એક ખડતલ પ્રાણી છે અને એનું વજન ૭૦થી ૯૦ કિલો સુધીનું હોય છે. ઘુડખરના શરીરનો ઉપરનો ભાગ પીળાશ રંગનો હોય છે, જ્યારે હોઠ અને નાક કાળા રંગનાં હોય છે. નર અને માદા બન્ને સરખાં રૂપ-રંગ ધરાવે છે.

એશિયાટિક સિંહ જેમ આખા ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે એમ ઘુડખર પણ માત્ર કચ્છના નાના રણમાં જોવા મળે છે. ત્યાં આ પ્રાણીઓની વસતિને ધ્યાનમાં લઈ એના ૪૯૫૪ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને વર્ષ ૧૯૭૩માં ઘુડખર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને આ જ આખા વિસ્તારમાં કુલ ૩૫૦ જેટલા પૉઈન્ટ પર હમણાં ઘુડખરની ગણતરી કરવામાં આવી. ગીરમાં સિંહોની ગણતરીની જેમ આધુનિક ટેક્નોલૉજીની મદદ અહીં પણ લેવામાં આવી.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 mins  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 mins  |
September 16, 2024