![સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1719499300/articles/l8kjT48KW1720417261020/1720417755313.jpg)
SBID ઈન્ટરનૅશનલ ડિઝાઈન એવૉર્ડ, ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઈન પ્લેટિનમ એવૉર્ડ, CII ડિઝાઈન એક્સલન્સ એવૉર્ડ, લંડન ડિઝાઈન પ્લેટિનમ એવૉર્ડ સહિત વિશ્વના આઠ પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યા છે ભૂજમાં બાવીસેક મહિના પહેલાં બનેલાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને.
- અને હમણાં આ યશકલગીમાં ઉમેરો થયો વિશ્વપ્રસિદ્ધ પ્રિક્સ વર્સેલ્સ વર્લ્ડ સિલેક્શન ફૉર મ્યુઝિયમ ૨૦૨૪થી અર્થાત્ વિશ્વનાં સાત સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવનનું નોમિનેશન થયું. આ પ્રતિષ્ઠાના પાયામાં છે પીડાનું સ્મરણ અને પરંપરાની જાળવણી. એ ઘટના એટલે વર્ષ ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ કચ્છને ધ્રુજાવી નાખનારો ભયાનક ભૂકંપ. એમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. એ મૃતકોની ચિરંજીવ સ્મૃતિ માટે ગુજરાત સરકારે સંવેદના દાખવવા બનાવ્યું સ્મૃતિવન.
ભૂજમાં ૪૭૦ એકર વિસ્તારનો ભૂજિયા ડુંગર સ્મૃતિવનની પ્રોજેક્ટ ભૂમિ છે. ત્યાં પ્રથમ તબક્કામાં અંદાજે ૧૭૦ એકરમાં સ્મારક ઉપરાંત પાંચ લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિનું દેશનું સૌથી મોટું જંગલ, ૫૦ ચેકડેમ, સન પૉઈન્ટ, આઠ કિલોમીટર લાંબો પાથ-વે, એક મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ, વગેરે બન્યા. ચેકડેમની દીવાલો પર શ્રદ્ધાંજલિ રૂપે ૧૨,૯૩૨ ભૂકંપપીડિતોનાં નામની તકતી પણ મૂકવામાં આવી છે તથા પ્રાચીન કિલ્લાનું નવીનીકરણ થયું.
૧૧,પ૦૦ ચોરસમીટર વિસ્તારમાં દેશનું પ્રથમ અને ભૂકંપ થીમનું આ એકમાત્ર મ્યુઝિયમ કચ્છના ખાવડા સ્ટોનમાંથી બનાવવામાં આવ્યું છે. એના વિશિષ્ટ થિયેટરના વિશાળ સ્ટિમ્યુલેટરમાં કંપન, ધ્વનિ અને પ્રકાશનાં સંયોજનથી ભયાનક ભૂકંપની ભયાવહ પળનો મુલાકાતી અનુભવ કરી શકે છે. આ માટે ૩૬૦ ડિગ્રી ઈન્ટરેક્ટિવ પ્રોજેક્શન સાથે ૫૦ ઑડિયો-વિઝ્યુઅલ મોડેલ, હોલોગ્રામ, વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ થયો છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/K_Chk0sZ51722253536326/1722254035042.jpg)
અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!
મહારાષ્ટ્રની આ ‘ગરીબ’ યુવતી બોગસ સર્ટિફિકેટ આપીને સરકારી ઑફિસર બની બેઠી હોવાની બબાલ જામી છે.
![ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/eWx5SceNK1722252861710/1722253474209.jpg)
ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ન જઈ શકનારા વિદ્યાર્થીઓ હવે ગિફ્ટ સિટીના માધ્યમથી એ સપનું સાકાર કરી શકશે. એ જ રીતે, અહીંથી બીજા દેશોમાં વિવિધ ઉપયોગ માટે નાણાં મોકલવાનો પ્લાન કરનારી વ્યક્તિનું કામ પણ અહીં થઈ જશે.
![કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/d8Uh-trhQ1722252258660/1722252828834.jpg)
કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?
કેફી દ્રવ્યોની લતનું પ્રમાણ આપણાં બાળકો-તરુણોમાં બહુ વધી રહ્યું છે. એ રોકવાના ઉપાય છે...
![છોટી સી બાતથી છૂટાછેડા સુધી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/FEmFCOU1i1722251269274/1722252237483.jpg)
છોટી સી બાતથી છૂટાછેડા સુધી...
સંબંધમાં વિચ્છેદ ન પડે એવું ઈચ્છતાં હો તો આટલી તકેદારી લો.
![મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/_ay71kSjM1722236547330/1722237029487.jpg)
મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા
ચોમાસા દરમિયાન પુછાતો યક્ષપ્રશ્નઃ આવી ચીજવસ્તુ ખાવી કે નહીં?
![બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/OprTDdqGy1722235426336/1722236519786.jpg)
બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ
સારવારનો અભાવ બાળકોને મોત નહીં તો પણ યાતનામય જિંદગી તરફ ધકેલે એવા ટાઈપ-વન પ્રકારના ડાયાબિટીસ વિશે લોકોને સભાન કરવાનું કામ એમને વધુ સંતોષ આપે છે. આખરે તો દાદાજીને આપેલા વચનનું એનાથી પાલન થાય છે.
![શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/LGVRVcb1Z1722231803823/1722232231590.jpg)
શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી
સરહદ પર લડવા સિપાહીઓ છે, પણ સરહદની અંદર રહીને દેશસેવાની મશાલ પણ કોઈએ તો પ્રગટાવવી જોઈએ ને? સુરતની એક સંસ્થા દેશભરના શહીદના પરિવારો માટે સેવાનું અનોખું કામ કરે છે.
![હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/QwtE-1Rjt1722231008788/1722231740769.jpg)
હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!
ઑપરેશન વિજયની સ્વર્ણજયંતી હિંદુસ્તાન કો નાઝ હોગા હમ દીવાનોં પર... પચ્ચીસ વર્ષ પહેલાં પાકિસ્તાનની દગાખોરીનો આપણા શૂર સિપાઈઓએ જડબાંતોડ જવાબ આપ્યો એની સ્વર્ણજયંતી ૨૬ જુલાઈએ દેશભરમાં ઊજવાશે. કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના કારગિલ જિલ્લાની દ્રાસ નગરીમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલું વિજય સ્મારક હવે દેશના પર્યટનસ્થળની યાદીમાં ઉમેરાયું છે. ઉમ્બંગ ઘાટીઓની શૃંખલાથી બનેલો કારગિલ જિલ્લાનો એક અનોખો ઈતિહાસ છે, ભૌગોલિક વિશેષતા તથા પોતીકી સંસ્કૃતિ છે.
![કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/SRHNkKRhL1722152576579/1722153550970.jpg)
કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ
શાંતિનો સંબંધ બંધાઈ રહ્યો હતો અને લડાખના પર્વતો પર બરફ પીગળી રહ્યો હતો ત્યારે ભારતીય સરકાર અને સેનાને ગાફેલ રાખી પાકિસ્તાને કારગિલ અને એની આસપાસની નિયંત્રણરેખા ઉવેખી ભારતમાં ઘૂસણખોરી કરી. આશરે અઢી મહિના બાદ પાક સેનાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. જો કે એ પહેલાં સરહદની બન્ને બાજુ જવાનોની ભારે ખુવારી થઈ. ઑપરેશન વિજય’ને પચ્ચીસ વર્ષ પૂરાં થવામાં છે ત્યારે ‘ચિત્રલેખા’ તાજા કરે છે કારગિલ યુદ્ધના આંખેદેખ્યા હાલનો પ્રથમ મણકો.
![સરહદ, સૈનિક અને સેવા](https://reseuro.magzter.com/100x125/articles/34/1769966/4HFkIsyIA1722150922012/1722152526269.jpg)
સરહદ, સૈનિક અને સેવા
ગંભીર માંદગીનું દર્દ ભૂલવા મથતાં બાળકે હૉસ્પિટલના બિછાને ચિત્રો દોર્યાં અને સૈનિકોને મળવાની જીદ પકડી. એમાંથી પાંગરી દેશપ્રેમની પ્રવૃત્તિ. તનથી પીડિત, પણ મનથી મજબૂત દિલ્હીના બાળવીર અથર્વ તિવારીના અનોખા મિશનની પ્રેરક કથા.