સમંદરમાં સમાતાં પહેલાં સૂરજ પોતાના તેજને સંપૂર્ણપણે પ્રગટાવી ચૂક્યો હતો. આકાશ પણ એના તાલે તાલ મિલાવી ઝડપથી રંગ-પરિવર્તન કરી રહ્યું હતું. એને પણ અંધકારમાં ઓઝલ થવાની હોંશ હતી ને! ડૂબી રહેલા સૂરજની ઝાંય સમંદરનાં નીલા પાણીમાં ઘૂંટાઈ રહી હતી...
આ મનભાવન દશ્યને ધરા સાક્ષીભાવે જોઈ રહી. થોડી થોડી વારે હવાની હળવી લહેરખી આવીને ધરાના ચહેરા પરની લટોને રમાડી જતી હતી. ધરાએ બેધ્યાનપણે પોતાના વાળ સંકોર્યા અને આથમતા સૂરજને ફરીથી નિહાળવા લાગી. પાણીમાંથી પરિવર્તિત થતાં કિરણોનું તેજ એની આંખોની ચમકને ઔર પ્રજ્વલ કરતું હતું...
આટલી શબ્દાવલી જોઈને અનુમાન લગાવી શકાય છે કે આજે પ્રિયદર્શિનીમાં કોઈ લેખિકાને મળવાનું છે અને આ અનુમાન સાવ ખોટું પણ નથી. જો કે વાર્તા લખવી એ એમનો શોખ માત્ર છે. એમનું લક્ષ્ય તો એક જ છેઃ ત્રીજી આંખ. જી હાં, ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કૅમેરાનો બિઝનેસ. આ ક્ષેત્રમાં બહુ ઓછી સ્ત્રી સક્રિય છે ત્યારે સુરતની એક મહિલાએ આ ફીલ્ડમાં એક જ વર્ષમાં મોટો મુકામ હાંસલ કર્યો છે. તદ્દન અનોખા ક્ષેત્રમાં સફળતાની ધજા લહેરાવનારાં આ મહિલા છે આપણા આ વખતનાં પ્રિયદર્શિની નેહા દસાડિયા.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.