૧૯૯૯ના ડિસેમ્બર મહિનામાં ટેક્નોલૉજીની દુનિયામાં કેવો ભય વ્યાપેલો હતો એનો નવી પેઢીના વાચકોને ખયાલ નહીં હોય. એ વખતે એવું કહેવાતું હતું કે કૅલેન્ડરમાં ૧ જાન્યુઆરી, ૨૦૦૦ની તારીખ અપડેટ થતાંની સાથે જ દુનિયાભરનાં કમ્પ્યુટરો અને નેટવર્ક સિસ્ટમ ખોરવાઈ જશે, કારણ કે કમ્પ્યુટરના આવિષ્કારથી જ એના જન્માક્ષર (ઈનબિલ્ટ કૅલેન્ડર)માં વર્ષ લખવાનાં માત્ર બે જ ખાનાં રખાયાં હતાં, ચાર નહીં, આથી કમ્પ્યુટર ૨૦૦૦ની સાલને ૦૦ ગણી બેસશે એટલે ડિજિટલ દુનિયાના બધા હિસાબકિસાબ ને કારભાર ઠપ. આ સમસ્યાને વાયદ્ગકે (ધ યર ટુ થાઉઝન્ડ) એવું સાંકેતિક નામ આપવામાં આવેલું. એને સોલ્વ કરવા માટે અબજો ડૉલર ખર્ચવા પડ્યા હતા.
વાયટુકેને યાદ કરવાનું કારણ એ કે ગયા અઠવાડિયે ટેક વર્લ્ડમાં અણધારી ઘટના એવી ઘટી કે દુનિયાભરમાં આશરે ૮૫ લાખ કમ્પ્યુટર્સ શરૂ થયાં જ નહીં. કમ્પ્યુટર્સ ઑન કરતાં એમાં માઈક્રોસૉફ્ટની ઑપરેટિંગ સિસ્ટમ બૂટ (કાર્યરત) જ ન થઈ. ટેક્નિકલ ભાષામાં બ્લુ સ્ક્રીન ઑફ ડેથ (બીએસઓડી) તરીકે પડદો ભૂરા રંગે સ્થગિત થઈ ગયો. પછી તો એવી અંધાધૂંધી સર્જાઈ કે વિશ્વભરમાં ઘણી ઍરલાઈન કંપનીઓની સિસ્ટમ મૂંગી થઈ ગઈ. ૪૦૦૦ જેટલી ફ્લાઈટ કૅન્સલ કરવી પડી, ૨૧,૦૦૦થી વધુ ઉડાન વિલંબિત થઈ. ભારતમાં મુંબઈ અને દિલ્હી ઍરપોર્ટ પર ઈન્ડિગો, આકાસા અને સ્પાઈસ જેટ જેવી ઍરલાઈન્સનાં કમ્પ્યુટરો હડતાળ પર ઊતરી જતાં (એટલે કે બગડી જતાં) એમના કર્મચારીઓએ ઉતારુઓને હાથેથી લખેલા બોર્ડિંગ પાસ આપવા પડ્યા.
ઍરપોર્ટ ઉપરાંત ઘણી બૅન્ક, સ્ટૉક એક્સચેન્જ, સુપર માર્કેટ, ટીવી નેટવર્ક બધું ડાઉન થઈ ગયેલું. અમેરિકાની સ્કાય ન્યૂઝ ચૅનલે સવારના પ્રસારણમાં એના જીવનમાં કદાચ પહેલી વાર ચુકાવટ કે લિયે ખેદ હૈ... એવું અંગ્રેજીમાં લખવું પડ્યું. લંડન સ્ટૉક એક્સચેન્જ વિલંબથી શરૂ થયું અને બપોર સુધીમાં તો એનો એફટીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ફ્રીઝ થઈ ગયો.
આ ગફલત એટલા માટે થઈ કે માઈક્રોસૉફ્ટની ૩૬૫ ઍપ અને બીજી સેવાઓને સિક્યોરિટી પૂરી પાડતી કંપની ક્રાઉડસ્ટ્રાઈક ક્ષતિગ્રસ્ત અપડેટ રિલીઝ કરી દીધો હતો. ક્રાઉડસ્ટ્રાઈના સૉફ્ટવેરની જટિલતા એવી છે કે ઘણાનાં કમ્પ્યુટર થોડા કલાકમાં ફિક્સ થઈ ગયાં, પણ કેટલાંક કમ્પ્યુટર સપ્તાહો સુધી ચાલુ નહીં થાય. વિદેશમાં તો ક્રાઉડસ્ટ્રાઈક્ની વૅન ઠેર ઠેર ફરીને મૅન્યુઅલી આ પ્રોબ્લેમ ફિક્સ કરતી હતી.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...