![ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ... ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1724941064/articles/X1CTyS4fQ1725454927571/1725459868559.jpg)
કોઈ લગ્નપ્રસંગે કે પછી કોઈ ધાર્મિક પ્રસંગે કોઈ હોટેલ કે પાર્ટી પ્લૉટ કે વાડીમાં તમે જાવ અને ભોજન કરતી વેળા વધુ વાનગી લઈ લો અને પછી એ પ્લેટમાં છોડી દો ત્યારે તમને એ હોટેલ કે પાર્ટી પ્લૉટ કે વાડી બહાર કોઈ ભૂખ્યો બેઠો છે એની ભૂખનો ખયાલ આવે છે? આવતો હોય તો તમે અન્નનો બગાડ ન જ કરો. જો કે એવું થતું નથી અને આવા સમારંભો કે બીજી પાર્ટીમાં જ નહીં, પણ ઘરમાંય અન્નનો બગાડ થાય છે. બીજી બાજુ, અને દુનિયામાં કરોડો લોકો ભૂખ્યા સૂવે છે કે પછી ભૂખમરાથી મરે છે. આવું રોજ બને છે.
ખેતરમાં અન્ન પાકે, એનું વિતરણ થાય ત્યાંથી ભોજન બને અને લોકો એ ખાય ત્યાં સુધીમાં કે એ પછી એટલો બધો બગાડ થાય છે કે એના આંકડા પર નજર કરીએ તો આપણી ભૂખ મરી જાય! હમણાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)નો એક રિપોર્ટ આવ્યો છે, એમાં કહેવાયું છે કે રોજ ૧૦૦ કરોડ લોકોને મળે એટલું ભોજન બગડે છે અને બીજી બાજુ, દુનિયામાં રોજ સરેરાશ ૭૮.૩ કરોડ લોકો ભૂખ્યા સૂવે છે. યુનોના ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ-૨૦૨૪માં એવાં તારણો આપવામાં આવ્યાં છે કે વર્ષે ૧૦૫.૨ કરોડ ટન અનાજ બરબાદ થાય છે. અને એને વ્યક્તિદીઠ ગણીએ તો ૧૩૨ કિલો થવા જાય છે. ખાવા યોગ્ય ૨૦ ટકા ભોજન કચરામાં જાય છે. અને સૌથી શરમજનક વાત તો એ છે કે આપણાં ઘરોમાં પણ ૬૦ ટકા ભોજન બરબાદ થાય છે. એનો કુલ આંકડો ૬૩.૧ કરોડ ટન થવા જાય છે. અને બીજી બાજુ, ૧૫ કરોડ બાળકો કુપોષણથી પીડાય છે. વ્યક્તિદીઠ વર્ષે સરેરાશ ૭૯ કિલો ભોજન બરબાદ થાય છે. અન્નની ઊપજ, વિતરણ અને વેચાણ સુધીની પ્રક્રિયામાં ૧૩ ટકા અનાજ બરબાદ થાય છે.
અને આ અન્નના બગાડની કુટેવ અમીરોમાં છે એવી જ ગરીબોમાં પણ છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અન્નના બગાડનું પ્રમાણ વધતું જાય છે. આફ્રિકામાં ભૂખમરો છે એ આપણે જાણીએ છીએ, પણ આફ્રિકાના દેશોમાં પણ ભયંકર બગાડ થાય છે. નાઈજીરિયામાં વ્યક્તિદીઠ ૧૮૯ કિલો, ઈથિયોપિયામાં ૯૨ કિલો, કોન્ગોમાં ૧૦૩ કિલો, રવાન્ડામાં ૧૬૪ કિલો અનાજ વ્યક્તિદીઠ બરબાદ થઈ જાય છે. આ તો થઈ ઘણુંખરું આફ્રિકાના ગરીબ દેશોની વાત. અનેક સમૃદ્ધ દેશોમાં પણ આ જ સ્થિતિ છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ભાંગી મારી જન્મોજનમની ખામી ભાંગી મારી જન્મોજનમની ખામી](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/GdWaHDa9r1739796157301/1739796409908.jpg)
ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/4hsh5Ho4F1739796450419/1739796725280.jpg)
જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.
![સફળતાની ઠોકર વાગે ત્યારે! સફળતાની ઠોકર વાગે ત્યારે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/K1Wa_A7JU1738911967708/1738912756723.jpg)
સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.
![આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે? આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/PhIA782Du1738910120333/1738911945993.jpg)
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.
![સિમ્પ્લિફાય! ઍપ્લિકાય! સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/UH6l6CLZf1738836045159/1738836808552.jpg)
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'
![રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/VNruUjqFn1738832461728/1738833000642.jpg)
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/mIfd9fKg51738824264732/1738832393019.jpg)
જસ્ટ, એક મિનિટ...
સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.
![સરનામું પણ આગવી ઓળખ છે! સરનામું પણ આગવી ઓળખ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/85MnL6jva1738823837796/1738824238173.jpg)
સરનામું પણ આગવી ઓળખ છે!
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
![લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ! લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/GZ74eUE8V1738513375933/1738514176018.jpg)
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/zuSqZsmzb1738512940384/1738513331989.jpg)
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.