હિદી સિનેમા-ઓટીટીના પ્રતિભાશાળી અભિનેતા અને સોશિયલ મિડિયામાં ફડ બ્લોગર તથા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકે સક્રિય એવા આશિષ વિદ્યાર્થીએ થોડા મહિના પહેલાં ૬૦ વર્ષની વયે આસામની રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યાં. લગ્ન બાદ આશિષે કહ્યું: ‘જીવનના આ તબક્કે (૬૦ વર્ષે) લગ્ન કરી રહ્યો છું ત્યારે મનમાં ન સમજાય એવી લાગણી અનુભવી રહ્યો છું.’ ૧૧થી વધુ ભાષાની ફિલ્મોમાં કામ કરનારા આશિષનાં આ બીજાં લગ્ન છે. પહેલાં લગ્ન અભિનેત્રી રાજોશી વિદ્યાર્થી સાથે થયાં હતાં. દંપતીને ૨૪ વર્ષનો પુત્ર અર્થ વિદ્યાર્થી છે. રાજોશી પણ ફિલ્મ-નાટ્યઅભિનેત્રી–ગાયિકા છે. આશિષે લગ્નની જાહેરાત કરી ત્યારે ઈન્ટરનેટ પર એની ખાસ્સી ચર્ચા ચાલી. કોઈએ એવું લખી નાખ્યું કે આ તો ગ્રે મૅરેજ કહેવાય.
જી હા, સોશિયલ મિડિયા અને એની પર મૂકવામાં આવતા ફોટાના રંગીન ફિલ્ટરના યુગમાં હવે લગ્ન તથા છૂટાછેડામાં પણ રંગ ભળ્યો છે. મૅરેજ-ડિવોર્સ હવે બ્લૅક ઍન્ડ વ્હાઈટ જ નહીં, પરંતુ ગ્રે પણ હોય છે. ગ્રે ડિવોર્સ અર્થાત્ વાળ ધોળા થવાની ઉંમરે લેવાતા છૂટાછેડા. અમેરિકામાં થયેલા એક તાજા સર્વેક્ષણ મુજબ છેલ્લાં વીસ વર્ષ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના દેશમાં થયેલા ડિવોર્સમાં ૪૦ ટકા તો પચાસ વર્ષ કે એથી મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષોએ લીધેલા છૂટાછેડા છે. ભારતમાં ગ્રે ડિવોર્સ કેટલા થાય છે એના તો કોઈ આંકડા નથી, પણ સરકારી આંકડા મુજબ, આપણે ત્યાં ૧૦૦માંથી એક લગ્ન છૂટાછેડામાં પરિણમે છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.