CATEGORIES
સરહદ, સૈનિક અને સેવા
ગંભીર માંદગીનું દર્દ ભૂલવા મથતાં બાળકે હૉસ્પિટલના બિછાને ચિત્રો દોર્યાં અને સૈનિકોને મળવાની જીદ પકડી. એમાંથી પાંગરી દેશપ્રેમની પ્રવૃત્તિ. તનથી પીડિત, પણ મનથી મજબૂત દિલ્હીના બાળવીર અથર્વ તિવારીના અનોખા મિશનની પ્રેરક કથા.
૧૩૨ વર્ષના એલિસ બ્રિજના સમારકામનું મુહૂર્ત નીકળ્યું ખરું!
વાહનવ્યવહાર માટે વર્ષોથી બંધ પડેલા એલિસ બ્રિજને અડીને જ સ્વામી વિવેકાનંદ પુલ બન્યો છે.
કબૂતર જા જા જા કે હા હા હા..?
પારેવું, કબૂતર કે કપોત પક્ષી તરીકે પણ જાણીતા આ ભોળા પક્ષીને રોજ ચણ નાખવાથી પુણ્ય જરૂર મળતું હશે, પણ એમના સંસર્ગથી ફેલાતો ફંગસનો ચેપ ફેફસાંની ગંભીર બીમારી નોતરતો હોવાનું તબીબો કહે છે. અલબત્ત, જીવદયાના ઉપાસકો અને પક્ષીપ્રેમીઓનો મત જુદો પડે છે.
ખેડૂત હોવું એ શું ગુનો છે?
આ સવાલનો જવાબ સીધેસીધો ‘ના' આપી શકાય એમ નથી. જો કે વાસ્તવિકતા એ છે કે ખેતીલાયક જમીન ઓછી થઈ રહી છે, ત્યાં શહેરી શ્રીમંતોનાં વીકએન્ડ હોમ બની રહ્યાં છે, આ કામમાં રસ-કસ રહ્યા નથી અને મૂળ તો ખેતી કરતા યુવાનો સાથે લગ્ન કરીને ગામમાં ઠરીઠામ થવા કોઈ છોકરી તૈયાર થતી નથી. ગામની ગોરીને પણ હવે ગામમાં પરણવું નથી!
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
અંધવિશ્વાસની નાસભાગ સામાન્ય માણસો એમની સામાજિક-પારિવારિક જરૂરત અને મજબૂરીના પહાડ નીચે એવા દટાયેલા છે કે એમનામાં ‘પાપ’ની જિંદગી ત્યજીને પ્રાયશ્ચિત્ત કે તપશ્ચર્યા કરવાની ધીરજ નથી હોતી. એમને રક્ષણ જોઈએ છે, એમને ‘પુણ્ય’ જોઈએ છે, એમને સ્વર્ગ જોઈએ છે, એમને પૃથ્વી પર જ ભગવાનની કૃપા જોઈએ છે...
સરકારે આ ભાર વેંઢારવાની જરૂર છે ખરી?
કાર અકસ્માત, દારૂકાંડ કે બીજાના વાંકે થતા અપરાધમાં પણ સરકાર મૃતકોના પરિવારને વળતર આપે છે. સમય આવી ગયો છે ખરા ગુનેગારને દંડવાનો અને એ રકમમાંથી અસરગ્રસ્તોને સહાય આપવાનો.
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક સામાન્ય માણસનું સામાન્ય સૂચન અસામાન્ય આવિષ્કાર માટે નિમિત્તરૂપ બને છે, જો એના પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે તો.
મારા જિન્સ નઠારા
થાબડશે એ ખભો કે ખંજર હુલાવી દેશે આધાર છે બધોયે એના જનીન ઉપર
પ્રકૃતિની લીલા મહોરાવતું ગીરનું ચોમાસું
ચાર મહિના પ્રવાસીઓને જંગલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. એ વખતે જંગલમાં શું શું ચાલતું હશે? એવી સહજ માનવીય જિજ્ઞાસા લોકોમાં જોવા મળતી હોય છે ત્યારે ચાલો, માણીએ ગીર જંગલનું વિશિષ્ટ આહ્લાદક અને તરોતાજા ચોમાસું...
સ્ત્રીની ઈચ્છા કે જરૂરત પણ ન સમજીવી જોઈએ?
હિસ્ટિરિયાની બીમારીના બંધનમાં બાંધી દઈ મહિલાની મરજીને દબાવી દેવાનું ઉચિત નથી.
ના, આ સ્થિતિમાં ગર્ભાશય કઢાવવું જરૂરી નથી...
મેન્સ્ટ્રુઅલ સાઈકલ નિયમિત કરવાના બીજા રસ્તા પણ છે.
ગુજરાતી ભક્તિાના સાથે ભરતનાટ્યમ
દક્ષિણની સંસ્કૃતિના પ્રભાવ હેઠળ પ્રસ્તુત થતાં ભરતનાટ્યમમાં કોઈ ગુજરાતી સંગીત-કળાને ઢાળવાની વાત કરે તો નવાઈ લાગે, પણ ગુજરાતી કળાજગતમાં આવો પડકારજનક પ્રયોગ કરીને રાજકોટનાં એક નૃત્યાંગના કરિયર બનાવવા આગળ વધી રહ્યાં છે.
અંદાજપત્રનાં આ દસ લક્ષ્ય સમજી લો...
નાણાકીય શિસ્ત જાળવવા સાથે બચત-રોકાણ-વપરાશને પ્રોત્સાહન આપીને આર્થિક વિકાસને વેગ આપવાના લક્ષ્ય સાથેનું બજેટ રજૂ થવાની આશા છે. જો આશા ફળી તો કેવાં પરિણામ જોવા મળશે એની ઝલક જોઈએ.
મોનસૂન-પકોડાંની જુગલબંધી તુલસી ઈસ સંસાર મેં...ભાતભાતનાં ભજિયાં
દેશભરમાં ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે ત્યારે કંદ-કાંદા-બટેટા-મરચાં, વગેરે વગેરેનાં ભજિયાં છત્રી-રેઈનકોટ જેટલાં જ અનિવાર્ય બની રહ્યાં છે. શું કારણ છે વરસતા વરસાદમાં ભજિયાં ખાવાની અદમ્ય ઈચ્છા થવાનું? ગુજરાત, મુંબઈથી લઈને દેશના વિવિધ પ્રાંતમાં મળતાં વિધવિધ ભજિયાં વિશે તમે શું ને કેટલું જાણો છો? બારીની બહાર વરસી રહેલો વરસાદ તથા મનપસંદ વરાઈટીનાં ભજિયાં માણતાં માણતાં કરીએ તૃપ્તિ આ જિજ્ઞાસાની.
સારવાર જો ‘સંવેદના'થી થાય તો...
ઓટિઝમ, ડાઉન્સ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી જેવી બાળકોની માનસિક તકલીફનું શું છે નિરાકરણ?
વાપરો તમે ગુસ્સાને છો કે ગુસ્સો તમને વાપરે છે?
ગુસ્સો સારો કે ખરાબ નથી હોતો. એ કેવી રીતે વ્યક્ત થાય છે એ સારું કે ખરાબ હોય છે. શુદ્ધ રૂપે ગુસ્સો એક ઊર્જા માત્ર છે. ગુસ્સો સારી ચીજ ત્યારે કહેવાય જ્યારે એની ઊર્જા વિધ્વંસ કરવાને બદલે સર્જન કરવામાં વપરાય. ગુસ્સો કારની ટાંકીમાં ઈંધણ જેવો હોય છે. તમે એના ઉપયોગથી ઈચ્છિત સ્થાન પર પહોંચી શકો છો... અને સામે ઝાડમાં અથડાઈ પણ શકો છો.
આંખ પરથી અંધશ્રદ્ધાનાં પડળ દૂર કરો...
ઉત્તર પ્રદેશના હાથરસની ઘટના વધુ એક વાર ભારપૂર્વક કહે છે કે સત્યને પામવા ઈશ્વર સુધી જવાનું હોય તો એમાં વચ્ચે કોઈને રાખવા જરૂરી નથી.
જસ્ટ એક મિનિટ...
કોઈનું દિલ જીતવા માટે કે પારકાને પોતાના બનાવવાની કળા વિકસાવવા સામેવાળાના હૃદયમાં સ્થાન બનાવવું જોઈએ.
એક વિદ્યાર્થી, અનેક શિક્ષક
જીવનમાં રોજ શીખું છું હરદમ નવું નવું એ છે નિશાળ, જેમાં રજા આવતી નથી. - અશરફ ડબાવાલા
શોષણ કરવાની આપણી માનસતા છો ક્યારે?
શ્રમિકોને એમના અધિકાર આપવાની દાનત નથી અને કાયદા પણ પાંગળા બની રહ્યા છે.
સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...
આયર્ન-ફોલિક ઍસિડની સાથે સાથે કૅલ્શિયમ સભર આહાર ગણાય આ ગાળામાં ઉત્તમ.
એમની સાંખોનું નિશાન છે, ત્રીજી આંખ
આજની મહિલા વિવિધ ક્ષેત્ર સર કરી રહી છે ત્યારે સીસીટીવી સિક્યોરિટી સિસ્ટમ જેવા ટેક્નિકલ ફીલ્ડમાં ડિજિટલ છલાંગ ભરી રહેલાં સુરતનાં આ સન્નારી અનેક સ્ત્રીઓ માટે પ્રેરક બન્યાં છે. પ્રસ્તુત છે એક નારીની નવલી બિઝનેસ ગાથા.
ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!
શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગથી રિટેલ રોકાણકારોને દૂર રાખવા, તમામ પ્લેયર્સને સાઈબર જોખમોથી બચાવવા અને ડિજિટલ પ્લૅટફૉર્મના લેભાગુઓથી મધ્યસ્થીઓ સહિત નવા ઈન્વેસ્ટર્સને ચેતવવા ‘સેબી’એ હમણાં વધુ કદમ ભર્યાં છે એની ઝલક જોઈએ.
દસ લાખ આપો...નીટમાં સફળ થાવ!
હવે ગેરરીતિમાં પણ ગૅરન્ટી? ચકચારી એક્ઝામ ફ્રૉડના ગોધરા કનેક્શને ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસને દોડતી કરી દીધી. અનેક ધરપકડો પછી હવે સીબીઆઈએ તપાસ સંભાળી છે.
નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...
મેડિકલ-ડેન્ટલ કૉલેજમાં પ્રવેશ અપાવતી પરીક્ષાનાં પેપર ફાં, વિદ્યાર્થીઓને અણહક્કના ગ્રેસ માર્ક્સ અપાયા અને ખાસ તો અમુક પરીક્ષાર્થીની ઉત્તરવહી સાથે પણ ચેડાં થયાં. સરકાર અને તપાસ એજન્સીઓ હવે અચાનક જાગ્રત થઈ છે. અહીં સવાલ એ છે કે લાખ્ખો વિદ્યાર્થીનાં ભવિષ્યનો સવાલ હોય ત્યારે આગોતરી સાવચેતી કેમ રાખી ન શકાય?
પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન
ગયા વર્ષે ઘરઆંગણે, અમદાવાદમાં એક લાખ કરતાં વધુ દર્શકોની હાજરીમાં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ધોવાઈ ગયેલી ટીમની આબરૂ પુનઃ સ્થાપિત કરવાનું કામ લગીરે સહેલું નહોતું. જો કે રાહુલ દ્રવિડ જેનું નામ. ભૂતકાળના સારા-નરસા અનુભવોનો ભાર રાખ્યા વગર, ગમે એવી પરિસ્થિતિમાં મગજ પરનો કાબૂ ગુમાવ્યા વગર અને વિશેષ તો જરાય ગાજવીજ કર્યા વગર કોચ તરીકે એણે ટીમને ફરી બેઠી કરી અને લાંબા સમયથી ભારત જેનાથી વંચિત હતું એ ટી-૨૦ વર્લ્ડ કપ જિતાડી આપ્યો. એણે મેદાનમાં રમવા ઊતરવાનું નહોતું, ચાલ ચાલવાની રણનીતિ અજમાવવાની હતી.
આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!
અંધજનોની વ્યથા સમજવી છે? ભારત માટે નવતર કહી શકાય એવા આશરે દાયકા અગાઉ શરૂ કરવામાં આવેલા ‘વિઝન-ઈન-ધ-ડાર્ક' પ્રોજેક્ટને હમણાં મ્યુઝિયમ તરીકેની ઓળખ મળી છે અને આ એક અભ્યાસનો-સંવેદનાનો વિષય બન્યો છે.
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.
હજુ કેટલા પરિવારો બરબાદ થશે?
કોઈ પણ કારણસર શાહુકારો પાસેથી પૈસા લીધા એટલે માણસ ખુવાર થઈ જાય એ નક્કી. લીધી હોય એના કરતાં વધુ રકમ પરત કર્યા પછી પણ આ શાહુકારોની ઉઘરાણી ચાલુ જ રહે. એમની સતામણીથી વાજ આવી લોકોએ જીવન ટૂંકાવ્યું હોવાના પણ કિસ્સા છે. રાજકોટમાં હમણાં પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરી, પણ...