‘આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ' ઊજવાયો
ABHIYAAN|September 10, 2022
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં ભાગ લીધો
‘આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ' ઊજવાયો

દેશની આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત ‘આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો અનોખો સંદેશો આપતો ‘ખાદી ઉત્સવ’ ઊજ્વાયો હતો. વિશ્વના આ સૌથી મોટા ‘ખાદી ઉત્સવ’માં દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સહભાગી થયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ‘ખાદી ઉત્સવ'માં દેશની આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે ૭,૫૦૦ બહેનો-માતાઓએ એકસાથે અંબર ચરખા પર સૂતર કાંતીને રેકોર્ડ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે ૭,૫૦૦ ખાદી કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે.

વડાપ્રધાનશ્રીએ ખાદીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે, આજે વિશ્વ આખામાં ટકાઉ જીવનની વાત ચાલે છે, તેવા સમયે ખાદી સસ્ટેનેબલ ક્લોથિંગ પુરવાર થાય તેમ છે. સાથે સાથે ખાદી એ ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ક્લોધિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ છે અને તેના ઉપર ગર્વ કરીશું તો દુનિયા પણ માન આપશે. ક્લાઇમેટ ચેન્જના કારણે તાપમાન વધુ રહે છે તેવા દેશોમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં ખાદીને લોકલથી ગ્લોબલ થવામાં કોઈ શક્તિ રોકી શકશે નહીં તેવો વિશ્વાસ પણ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો.

સાબરમતી નદીના તટ ખાતે ખાદી ઉત્સવમાં ૭,૫૦૦ જેટલા ખાદી કારીગરોએ એકસાથે ચરખો કાંત્યો હતો. જ્યારે વડાપ્રધાનશ્રીએ બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલ ચરખો કાંતીને પ્રેરણાત્મક સંદેશો પાઠવીને ખાદી કારીગરો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

વડાપ્રધાનશ્રીએ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કાર્યાલય ભવનનું પણ ઇ-લોકાર્પણ કરીને પ્રજાજનોની સેવામાં અર્પણ કર્યું હતું.

આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ.૭૪ કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કરીને અમદાવાદીઓને નવા નજરાણાની ભેટ ધરી હતી.

この記事は ABHIYAAN の September 10, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の September 10, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 分  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 分  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 分  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025