સૌરાષ્ટ્ર અને કચ્છ - વિશેષ કરીને સૌરાષ્ટ્ર ફરી એક વાર ૨૦૨૨ની બૅટલમાં અગત્યની ભૂમિકા ભજવશે તેવું સૌ માને છે. એવું માનવા માટેનાં કારણો પણ છે, કેમ કે ત્રીજી વાર આ પ્રદેશમાં ત્રીજું પરિબળ અગત્યનું બની રહ્યું છે. ૨૦૧૨ અને ૨૦૧૭માં સૌરાષ્ટ્રનાં પરિણામો અગત્યનાં રહ્યાં અને એ જ રીતે ૨૦૨૨માં અહીં શું પરિણામો આવે છે તે નિર્ણાયક સાબિત થવાના છે.
૨૦૧૨માં કેશુભાઈ પટેલની જીપીપી (ગુજરાત પરિવર્તન પાર્ટી) મેદાનમાં ઊતરી હતી. જોકે કેશુભાઈ ગાજ્યા એટલા વરસ્યા નહીં અને માત્ર બે બેઠકો લીધી. કેશુભાઈ પોતે વિસાવદરથી જીત્યા અને ધારીમાંથી કોટડિયા જીત્યા. ભાજપના મતો વહેંચી નાખશે, તેની ધારણાથી વિરુદ્ધ ઓબીસીના મતો પણ કેશુબાપાએ ભાજપને અપાવ્યા અને ભાજપને જ ફાયદો થઈ ગયો હતો.
૨૦૧૨માં ગુજરાત વિધાનસભા બેઠકોનું સીમાંકન અમલી બન્યું હતું અને સૌરાષ્ટ્રની ચાર બેઠકો ઘટી હતી - ૫૨માંથી ઘટીને ૪૮. તેમાંથી ભાજપને (કચ્છ સહિતની) ૩૮ બેઠકો મળી હતી અને કેશુભાઈને કારણે કોઈ જ ફાયદો કોંગ્રેસને થયો નહોતો. સીમાંકનમાં ૪૦ ગ્રામીણ બેઠકોમાં ફેરફાર થયો અને તેનું નવું સ્વરૂપ શહેરી બન્યું. એ રીતે શહેરી બેઠકો પણ વધી અને કોંગ્રેસને તેનું પણ નુકસાન થયું.
હવે સૌરાષ્ટ્ર અને કચ્છની ૫૪ બેઠકો ગણવામાં આવે છે (ધંધુકા જિલ્લાવાર અમદાવાદમાં હોવાથી મધ્ય ગુજરાતમાં ગણવામાં આવે છે, પરંતુ લોકસભા પ્રમાણે સુરેન્દ્રનગરમાં સમાવેશ થતો હોવાથી સૌરાષ્ટ્ર સાથે તેને ગણીને ૪૯ બેઠકો ગણી શકાય. ૪૯ સૌરાષ્ટ્ર અને ૬ કચ્છ, કુલ ૫૫ બેઠકો ગણી શકાય.)
૨૦૧૨માં કેશુભાઈના લેઉવા પટેલ પાવરની અસર ના થઈ, પરંતુ ૨૦૧૭માં પટેલ અનામત આંદોલનની અસર સૌરાષ્ટ્રમાં થઈ તેવું સાર્વજનિક તારણ કાઢવામાં આવ્યું. ૨૦૧૭માં પણ આંદોલનના પ્રતિસાદમાં ઓબીસીના મતોનું ધ્રુવીકરણ નકારી ના શકાય, પરંતુ યુવા મતદારોનું સ્ટ્રેટેજિક વોટિંગ અને લગભગ અઢી ટકા મતો શિફ્ટ થયા તેનો ફાયદો કોંગ્રેસને થયો. કોંગ્રેસની (૬૧થી ૭૭ એમ) ૧૬ બેઠકો વધી તેમાંથી ૧૫ બેઠકોનો ફાયદો સૌરાષ્ટ્ર-કચ્છમાં થયો હતો. અમરેલી જિલ્લાની બધી જ બેઠકો કોંગ્રેસને મળી અને પરેશ ધાનાણી જેવા યુવા વિપક્ષના નેતા અને અંબરીષ ડેર જેવા આશાસ્પદ ધારાસભ્યો પક્ષને મળ્યા.
この記事は ABHIYAAN の October 08, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の October 08, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!