શહેરી વિસ્તારોની બેઠકો પરની ચૂંટણી નિર્ણાયક સાબિત થશે?
ABHIYAAN|October 15, 2022
મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્ર-કચ્છમાં કયો પક્ષ ફાવી ગયો કે પછી દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેના આધારે ચૂંટણીનાં પરિણામોનું વિશ્લેષણ થતું હોય છે, પરંતુ આ વખતે ત્રીજો વિકલ્પ શહેરોમાં વધારે સક્રિય બન્યો છે ત્યારે શહેરી બેઠકોનું ગણિત ગણવું પડશે તેમ લાગે છે.
દિલીપ ગોહિલ
શહેરી વિસ્તારોની બેઠકો પરની ચૂંટણી નિર્ણાયક સાબિત થશે?

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષના અંત પહેલાં યોજાનારીચૂંટણી ઓ માટેના ઓપિનિયન પોલ - જનમત સર્વેક્ષણો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આવા એક સી-વૉટરના સર્વેક્ષણમાં હિમાચલ પ્રદેશમાં સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર દેખાતો નથી. ગુજરાતમાં પણ આમ જુઓ તો સત્તા પરિવર્તન નહીં થાય, ઉલટાની ભાજપની સ્થિતિ બેઠકોની સંખ્યાની દૃષ્ટિએ મજબૂત બનશે એવું તારણ નીકળ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ ભાજપને ફરીથી સત્તા મળશે એવું લોકોનું કહેવું છે, પરંતુ ત્યાં સીધો મુકાબલો હજીય કોંગ્રેસની સામે જ છે. તેની સામે ગુજરાતમાં ભાજપને વધારે બેઠકો સાથે ફરી સત્તા મળશે એવું લોકોને લાગે છે, પણ ગુજરાતની ચૂંટણીમાં ત્રીજો વિકલ્પ પણ સારા એવા મતો લઈ જશે તેવું માને છે.

‘અભિયાને’ અગાઉના અંકમાં વિગતવાર આંકડા અને તર્ક સાથે દર્શાવ્યું હતું કે આ વખતે ૩૩ વર્ષ પછી ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ છે, પરંતુ આ જંગ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં ખેલાશે એવું લાગી રહ્યું છે, કેમ કે આમ આદમી પાર્ટીની સક્રિયતા સૌથી વધારે શહેરી વિસ્તારોમાં દેખાઈ રહી છે. આદિવાસી પટ્ટામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન થવાનું હતું તે શક્ય બન્યું નથી. છોટુભાઈ વસાવાને લાગ્યું કે પોતાને ઓછો ફાયદો થશે, આપને વધારે ફાયદો થશે એટલે તેમણે ગઠબંધનમાંથી નીકળી જવાનું નક્કી કર્યું. તેનો અર્થ એ કે આદિવાસી બેઠકો પર પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો રહેશે. કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાં પોતાના જોર ૫૨ જીતેલા ધારાસભ્યોને ફરીથી ટિકિટો આપવાની જાહેરાત કરી દીધી છે. એટલે કોંગ્રેસ પક્ષ તરીકે નબળો પડે તોય આ મજબૂત ધારાસભ્યો પોતાના જોરે પોતાની બેઠકો જીતી શકે ખરા. એ રીતે પણ ગુજરાતમાં નિર્ણાયક જંગ શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં ખેલાશે એમ કહેવામાં ખોટું નથી.

ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ૧૬થી ૧૮ ટકા જેટલા મતો મળવાનું અનુમાન છે, ત્યારે તેનું નુકસાન સ્વાભાવિક છે કે કોંગ્રેસને જ થતું હોય તેવું દેખાય. ગત વખતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દેખાવ સૌથી સારો હતો અને ૩૦ બેઠકો મળી ગઈ હતી. ભાજપ ૯૯ના આંકડામાં આવી ગયો હતો, કેમ કે (૨૦૧૨ની સામે ૨૦૧૭માં) સૌરાષ્ટ્રની ૧૩ બેઠકો ભાજપે ગુમાવી અને માત્ર ૨૩ બેઠકો જ બચી હતી.

この記事は ABHIYAAN の October 15, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の October 15, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 分  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 分  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 分  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025