તુર્કીમાં શ્રેણીબદ્ધ ધરતીકંપ સર્જાયા એમાં પહેલો કંપ ૭.૮ની તીવ્રતાનો નોંધાયો હતો, જેને આ દેશે છેલ્લાં સો વર્ષોમાં અનુભવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ તરીકે ગણાવવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)ની વેબસાઇટ પરની માહિતી અનુસાર ૧૨ કલાકના ગાળામાં દક્ષિણપૂર્વીય તુર્કીમાં સીરિયાની સરહદોની નજીકના સમાન વિસ્તારમાં ૪ કે તેથી વધુની તીવ્રતાના ઓછામાં ઓછા ૪૧ ભૂકંપ નોંધાયા હતા.
આ પછીનો એક ધરતીકંપ પહેલાંના જેટલો ભયંકર હતો, જેની તીવ્રતા ૭.૫ હતી. મોટા ધરતીકંપ વખતે પછીના થોડા દિવસો સુધી આંચકા આવવા સ્વાભાવિક છે, જે અઠવાડિયાં સુધી પણ ચાલુ રહેવાની શક્યતા હોય છે.
ધરતીકંપની દૃષ્ટિએ સંવેદનશીલ પ્રદેશ
જ્યાં ભૂકંપ આવ્યો છે તે પ્રદેશ જાણીતી સિસ્મિક ફોલ્ટ લાઇન સાથે જોડાયેલો છે જેને એનાટોલિયા ટેક્ટોનિક બ્લોક કહેવાય છે, એ ઉત્તર, મધ્ય અને પૂર્વી તુર્કીમાંથી પસાર થાય છે. તે ધરતીકંપની દષ્ટિએ સક્રિય ક્ષેત્ર છે. તેમ છતાં ધરતીકંપના સંદર્ભે વિશ્વના સૌથી ખતરનાક પ્રદેશોમાંના એક હિમાલયન ક્ષેત્ર જેટલો સક્રિય નથી.
તાજેતરનાં વર્ષોમાં પાંચ કે તેથી વધુની તીવ્રતાના મોટા ધરતીકંપો વારંવાર આવ્યા નથી. USGS મુજબ ૧૯૭૦થી આ વિસ્તારમાં ૬ કે તેથી વધુની તીવ્રતાના માત્ર ત્રણ ભૂકંપ આવ્યા છે. આ વિસ્તારમાં છેલ્લો ભયંકર ભૂકંપ જાન્યુઆરી ૨૦૨૦માં આવ્યો હતો. આ પ્રદેશમાં ધરતીકંપ આફ્રિકન, યુરેશિયન અને અરેબિયન પ્લેટો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનું પરિણામ છે. અરેબિયન પ્લેટ ઉત્તર તરફ ધકેલાતી હોવાનું જાણીતું છે, જે એનાટોલિયન પ્લેટ માટે થોડી પશ્ચિમ તરફની હિલચાલનું પરિણામ છે. તુર્કી આ એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ પર વસેલો દેશ છે. આ પ્લેટ યૂરેશિયન, આફ્રીકન અને અરેબિયન પ્લેટ વચ્ચે ફસાયેલી છે. આ પ્લેટ ભટકાતી હોવાને કારણે ભૂકંપ આવતો હોવાનું વિજ્ઞાનિકોનું માનવું છે.
યુએસજીએસની વેબસાઈટ જણાવે છે કે ‘સોમવારનો ભૂકંપ સીરિયાની સરહદની નજીક પૂર્વી એનાટોલિયન બ્લોક પર નજીકની ઊભી ફોલ્ટ લાઇનની આસપાસ આવ્યો હતો.’
この記事は ABHIYAAN の February 25, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の February 25, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ