તમારી આસપાસ બની રહેલી ઘટનાઓનું અવલોકન કરતાં હશો તો તમે નોંધ્યું હશે કે ક્યાંક એવી ઘટના બને છે કે માતાએ તેના પુત્રને ફોનમાં ગેમ રમતા રોક્યો અને પછી પુત્રએ ગુસ્સામાં આવીને ઘરમાં તોડફોડ કરી. ક્યાંક એવા સમાચાર પણ મળે છે કે પરીક્ષામાં સારા માર્ક ન આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો. તો વળી એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે સોશિયલ મીડિયા પર અમુક પ્રકારના વીડિયો જોઈ બાળકે માતાપિતા પાસે કોઈ મોંઘી ચીજો લઈ આપવાની માગણી કરી હોય અને તેનો સ્વીકાર ન થતાં પોતાનાં માતાપિતા સાથે જ મારામારી કરી હોય. આ પ્રકારની બધી જ ઘટના કોઈ એક કારણથી થઈ હોય એવું કહી શકાય નહીં, પરંતુ આ તમામ ઘટનાઓમાં ઊડીને આંખે વળગે એવી એક વાત છે તરુણોનું માનસિક સ્વાસ્થ્ય. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા એક સંશોધનમાં એવું પુરવાર થયું છે કે તેમનું માનસિક સ્વાસ્થ્ય બગાડવામાં કોઈ એક કારણ સૌથી વધુ જવાબદાર હોય તો એ છે સોશિયલ મીડિયા.
વિશ્વવિખ્યાત સ્પિંજર-નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધને ટીનેજર્સ અને સોશિયલ મીડિયા વચ્ચેના સંબંધો તથા તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો પર એક નવો જ દૃષ્ટિકોણ આપણી સમક્ષ મૂક્યો છે. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ વચ્ચે દર વર્ષે નિશ્ચિત સમયે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. દર વર્ષે કુમળી વયના અને તરુણાવસ્થામાં પ્રવેશી ચૂકેલાં બાળકોની સોશિયલ મીડિયા વાપરવાની આદતો પર અને તે સમયગાળા દરમિયાન જીવનમાં મળતા સંતોષ, પ્રગતિ પર પ્રશ્નો પૂછવામાં આવતા હતા. દરેક વર્ષે તેમને જીવનથી કેટલો સંતોષ મળી રહ્યો છે તેનો પણ ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. આ સંશોધનમાં ઉંમર ૧૦થી ૨૧ વર્ષની વચ્ચે હોય તેવા ૧૭ હજારથી વધુ કિશોર, તરુણ અને યુવાનોને સામેલ કરવામાં આવ્યાં હતાં.
આ સંશોધનમાં એક મુખ્ય તારણ એવું જોવા મળે છે કે જ્યારે બાળકો તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે એ સમયગાળો – એટલે કે છોકરીઓ માટે ૧૧થી ૧૩ વર્ષ અને છોકરાઓ માટે ૧૪ કે ૧૫ વર્ષની ઉંમરમાં સોશિયલ મીડિયાનો પ્રમાણમાં વધારે ઉપયોગ કરે છે અને એ દરમિયાન તેમનામાં અતિ ચીડિયાપણું તથા જીવન પ્રત્યેનો અસંતોષ પણ જોવા મળે છે. આવો જ બીજો તબક્કો એટલે કે ૧૯ વર્ષની ઉંમર જ્યાં આ તરુણો પુખ્ત અવસ્થા તરફ ડગલું માંડે છે. આ એવો સમયગાળો છે કે જેમાં મોટા ભાગના લોકો પોતાના ઘરથી દૂર જાય છે, વધુ સ્વતંત્ર બને છે, પરંતુ સાથે-સાથે સામાજિક દબાણ વધે છે.
この記事は ABHIYAAN の March 04, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 04, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ