રાજાશાહીના સમયની અનેક ઐતિહાસિક ઇમારતો કચ્છનું ગૌરવ છે. વાગડથી માંડીને લખપત સુધીના સમગ્ર કચ્છમાં એવાં અનેક સ્મારકો છે જે ગૌરવશાળી ઇતિહાસના સાક્ષી છે. ભુજમાં ઇટાલિયન ગોથિક શૈલીમાં ૧૯મી સદીમાં બનેલો પ્રાગમહેલ છે, આયના મહેલ છે, જેને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (ઇનટેક) દ્વારા સાંસ્કૃ તિક વારસો જાળવી રાખવા જેવું સ્મારક કહ્યું છે, તે રાણીવાસ, મુન્દ્રા-માંડવીની હવેલીઓ, લખપત સહિતના અનેક કિલ્લાઓ, મંદિરો.. આ યાદીમાં તો હજુ અનેક નામો ઉમેરાઈ શકે તેમ છે, પરંતુ આજે આ પૈકીનાં અનેક સ્મારકોની દશા ખંડેર જેવી થઈ ગઈ છે. ભૂકંપ સહિતની અનેક કુદરતી આપદાઓએ સામે આ ઐતિહાસિક ઇમારતો હારી રહી હોવાનું જોવા મળે છે. તેમના પ્રત્યે સરકાર કે પુરાતત્ત્વ ખાતાનું વલણ મહદ્અંશે ઉપેક્ષાત્મક રહ્યું હોવાથી આપણો આ વારસો નષ્ટ થતો જઈ રહ્યો છે. જો ઐતિહાસિક ઇમારતોનું રિસ્ટોરેશન ન થઈ શકે તો પણ તેનું બારીકાઈથી દસ્તાવેજીકરણ કરવું આવશ્યક છે. જેથી ભાવિ પેઢીઓમાંથી રસ ધરાવનારા કે અભ્યાસુઓ કચ્છમાં ભૂતકાળમાં શું ગૌરવવંતું હતું તે જાણી શકે. મહારાવ મદનસિંહજી ઓફ કચ્છ બેનિવૉલન્ટ ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઇમારતોના દસ્તાવેજીકરણ માટે પ્રયાસ હાથ ધરાયો છે. આ ટ્રસ્ટ દ્વારા અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી સાથે આગવું મહત્ત્વ ધરાવતા ભુજના પ્રાગમહેલ દરબારગઢના ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરવા માટે એમ.ઓ.યુ. કરાયા છે. આ દસ્તાવેજીકરણ ભવિષ્યમાં આ ઇમારતોના પુનઃસ્થાપન માટે ખૂબ ઉપયોગી થશે.
この記事は ABHIYAAN の March 18, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 18, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.