વર સંશોધન પ્રોજેક્ટ!
ABHIYAAN|May 13, 2023
ચાઇના ગવર્મેન્ટે વસતીના વધતા દરમાં ઓટ ન આવે એવા રાષ્ટ્રહિત માટે, એવો ફતવો બહાર પાડેલો કે છોકરો કે છોકરી અનુક્રમે ૨૧ વર્ષ કે ૧૮ વર્ષ પૂરાં કરે કે તરત જ માતા-પિતાએ એમનાં (એમનાં એટલે કે પેલાં છોકરા-છોકરીનાં!) યુદ્ધના ધોરણે લગ્ન કરાવી દેવાં
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
વર સંશોધન પ્રોજેક્ટ!

થોડા સમય પહેલાં એવા સમાચાર હતા કે એ જાણ્યા પછી મોટા ભાગનાં પરણેલાંઓને ધોધમાર ઈર્ષાઓ થવા માંડી!

સમાચાર જાણે એમ હતા કે, ચાઇના ગવર્મેન્ટે વસતીના વધતા દરમાં ઓટ ન આવે એવા રાષ્ટ્રહિત માટે, એવો ફતવો બહાર પાડેલો કે છોકરો કે છોકરી અનુક્રમે ૨૧ વર્ષ કે ૧૮ વર્ષ પૂરાં કરે કે તરત જ માતા-પિતાએ એમનાં (એમનાં એટલે કે પેલાં છોકરા-છોકરીનાં!) યુદ્ધના ધોરણે લગ્ન કરાવી દેવાં, જો એમ કરવામાં કોઈ વિલંબ કરશે તો મોટા ચમરબંધીનેય છોડવામાં નહીં આવે, એને કડકમાં કડક સજા કરવામાં આવશે. જોકે એક વાતની અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ‘ચમરબંધી’ અને ‘કડકમાં કડક સજા’ એ બંને શબ્દોના અર્થ ચાઇના અને ઇન્ડિયામાં એક સરખા જ થતાં હશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી.

એક કા દો અથવા સિંગલના ડબલ કરવાની પ્રવૃત્તિ, માત્ર નાણાં જગતમાં કે બિઝનેસ ફિલ્ડમાં જ થતી હોય એવું નથી, વ્યવહાર જગતમાં પણ આ પ્રવૃત્તિ થતી જ હોય છે. ફરક એટલો કે વ્યવહાર જગતમાં થતી આ પ્રવૃત્તિ, ક્યાં તો કમુરતાં શરૂ થતાં પહેલાં, ક્યાં તો કમુરતાં પૂરાં થતાં જ, તો ક્યારેક અખાત્રીજના દિવસે કે એ પછી શરૂ થઈ જતી હોય છે. જેવા જેના યોગ, જેવા જેના સંજોગ!

કેટલાક પ્રેમીઓ લગ્ન કરવાની બાબતે મુહૂર્તના મોહતાજ નથી હોતાં. કદાચ આ કારણે જ એ લોકોને સ્વાવલંબી પ્રેમીઓ કે સ્વાવલંબી કપલ્સ તરીકે નવાજવામાં આવે છે.

જોકે આજે - ૨૧મી સદીમાં પણ કેટલાંક યુવક-યુવતીઓ આ બાબતે - મતલબ કે લગ્ન કરવા જેવા સાહસ બાબતે સ્વાવલંબી નથી હોતાં. પહેલાં એવું કહેવાતું કે, ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ આજે હવે એવું નથી રહ્યું. આજે હજુ પણ ક્યાંક ક્યાંક એવું કહેવાતું હોય છે કે, ‘દીકરી ને ગાય, જ્યાં ધકેલે ત્યાં જાય.’ કોઈકને ‘દોરવું’ અને ‘ધકેલવું’ એમાં ફરક છે સાહેબ!

‘હલો. . . હલો. .. હા, આ... ટાવર પકડાતું નથી.’

‘અરે યાર, મેં તમને ટાવર શોધવા મોકલ્યા છે કે વર શોધવા? હલો.. હલો.. કપાઈ ગયો..' બાબુ બૉસે ફોન મૂકતાં બબડાટ કર્યો, ‘આના કરતાં તો લેન્ડલાઇન ફોન હતો એ શું ખોટો?’

‘કોણ કપાઈ ગયું?’ મિસિસ બાબુએ મતલબ કે બિબતાએ રસોડામાંથી બૂમ પાડી.

‘સંપર્ક.’

‘કોનો?’

‘આપણો.’

この記事は ABHIYAAN の May 13, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の May 13, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 分  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 分  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 分  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 分  |
Abhiyaan Magazine 26/10/2024