કચ્છની અન્ય વિશિષ્ટતાની જેમ જ અહીંનાં મ્યુઝિયમો પણ વિશિષ્ટ છે. કચ્છનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ, ભૂકંપ, વિજ્ઞાન, હસ્તકલાઓ, ભૂસ્તરશાસ્ત્ર, દેશભક્તિ વગેરે અનેક વિષયોનાં સંગ્રહાલયો કચ્છમાં છે. આ સંગ્રહાલયો ઉપર જો ઉપરછલ્લી નજર પણ નાખવામાં આવે તો કચ્છના ભૂતકાળ, વર્તમાનનાં દર્શન સહેલાઈથી થઈ શકે. કચ્છ મ્યુઝિયમ તો ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. તો ભૂકંપ દિવગંતોની યાદમાં બનાવવામાં આવેલું સ્મૃતિવન અને તેનું મ્યુઝિયમ ભૂકંપની માહિતી આપનારું ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ છે. તેવી જ રીતે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ ઍન્વાયરન્મેન્ટ સાયન્સ વિભાગમાં આવેલું જિયોલૉજિકલ મ્યુઝિયમ પણ તદ્દન અલગ છે. કચ્છના સાંસ્કૃતિક વારસામાં મહત્ત્વની એવી હસ્તકલાને ભાવિ પેઢી માટે સાચવીને બેઠેલાં મ્યુઝિયમો પણ અહીં છે. કચ્છનાં લોકસંગીત અને વાદ્યોને સમાવતું મ્યુઝિયમ બનાવવા પણ હિલચાલ શરૂ થઈ છે. તો ધોળાવીરામાં આવેલા મ્યુઝિયમમાં કચ્છના રણ સમા વિસ્તારમાં આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં વસતા લોકો અને તેમની સંસ્કૃતિનો ઇતિહાસ સંગ્રહાયેલો છે. કચ્છમાં આવતાં પ્રવાસીઓને સફેદ રણ, માંડવીનો દરિયા કિનારો, કોટેશ્વર- નારાયણ સરોવર જેવી જગ્યાઓની સાથે સાથે કચ્છના મ્યુઝિયમ જોવામાં પણ ખૂબ રસ હોય છે. આ મ્યુઝિયમોની જાળવણી યોગ્ય રીતે થાય, તેનો પ્રચાર અને પ્રસાર સારી રીતે થાય તે જરૂરી છે. તેમ જ સરકાર કે ટ્રસ્ટ હસ્તક રહેલાં મ્યુઝિયમો પાસે જે વિવિધ નમૂનાઓ છે તે પણ વ્યવસ્થિત રીતે પ્રદર્શિત થવા જોઈએ. નવા નમૂનાઓ મેળવવા માટે પણ પ્રયાસ કરવા જરૂરી છે. કચ્છના અનેક સંગ્રાહકો પાસે અલભ્ય નમૂનાઓનો સંગ્રહ છે. તેઓ પોતે જ મ્યુઝિયમ બનાવવા માટે પ્રયત્ન તો કરે છે, પરંતુ તેમને સફળતા મળતી નથી. આવા સંગ્રાહકો પાસેના નમૂનાઓ પણ જો વ્યવસ્થિત ચાલતાં સંગ્રહાલયોમાં સચવાય તો આ અદ્ભુત ખજાનો ભાવિ પેઢીઓ નિહાળીને તેનું જ્ઞાન મેળવી શકે.
એલ.એલ.ડી.સી. મ્યુઝિયમમાં વિવિધ જ્ઞાતિના પહેરવેશ તાદ્રશ્ય થાય છે
この記事は ABHIYAAN の June 24, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の June 24, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ