‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' યાને A.I. બાબતે તજજ્ઞો માને છે કે એ બહુ ઝડપથી આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની જશે. એની હાજરીની ખાસ નવીનતા નહીં લાગે. A.I. વિશે જાતભાતની દુવિધાઓ દાયકાઓથી ઉકેલાયા વગરની પડી છે. બુદ્ધિક્ષમતાની એક હદ વટાવી ગયા પછી શું A.I. મનુષ્ય જેવી ‘સેન્ટિયન્ટ’ અર્થાત્ સંવેદનશીલ કે ચેતનાવાન બની જશે? A.I. એ સ્તરે પહોંચે ત્યારે જોઈશું. હાલ વ્યાવહારિક કે વાસ્તવિક જીવન સાથે સંકળાઈને A.I. શું કમાલ કે ધમાલ કરી શકે એ કથાઓના સહારે જાણવું રસપ્રદ બની રહેશે. કેટલીયે વિજ્ઞાનકથાઓ, ફિલ્મો, ટીવી-વેબ સિરીઝમાં A.I. વિષયવસ્તુ બનેલ છે, જેમાં નોંધપાત્ર છે, ‘પર્સન ઑફ ઇન્ટરેસ્ટ’. ૨૦૧૧-૧૬ દરમિયાન પ્રસારિત થયેલ આ અંગ્રેજી ટીવી સિરીઝમાં વાત છે, ‘ધ મશીન’ નામક કાલ્પનિક A.I.ની, જેને ૯/૧૧ના આતંકવાદી હુમલા પશ્ચાત અમેરિકાએ સુરક્ષા મજબૂત કરવા ડેવલપ કરેલી. સાંપ્રત સિનેમા જગતના બ્રિલિયન્ટ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનના બ્રધર, જોનાથન નોલન આ સિરીઝના સર્જક છે. અત્યંત બુદ્ધિશાળી લેખક જોનાથને સિરીઝમાં નજીકના જ ભવિષ્યની દુનિયાની જરાક ઝાંખી કરાવી સંભવિત ભયસ્થાનો તરફ આંગળી ચીંધી છે.
કથા આરંભે છે ન્યૂ યૉર્કમાં. બેઘર જેવા લઘરવઘર જોન રીસની મારામારીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. રેકોર્ડમાં ફિંગરપ્રિન્ટ પરથી એ ચાર દેશોમાં વૉન્ટેડ જણાય છે, પરંતુ પોલીસ કંઈ કરે એ પહેલાં ભેદી ધનાઢ્ય માણસ, હેરોલ્ડ ફિન્ચ એને છોડાવે છે. જોનના ભૂતકાળ અને ધ્યેયવિહીન વર્તમાનથી પરિચિત હેરોલ્ડ કહે છે, ‘માહિતી મારા માટે સમસ્યા નથી. માહિતીનું શું કરવું એ મારી સમસ્યા છે. ત્યાં તારું કામ પડશે. તારે જીવનમાં એક હેતુની જરૂર છે. એંસી લાખ લોકો છે આ શહેરમાં, ભવિષ્યમાં પોતાનું શું થશે એનાથી અજાણ. દર અઢાર કલાકે અહીં એક હત્યા થાય છે. આવેશમાં આવીને થતા અપરાધો સિવાયના, દિવસોના આયોજન, પાક્કી ગણતરી સાથે થતા અપરાધોને જો તું રોકી શકે તો? મારી પાસે એવા લોકોની યાદી છે જે કોઈ રીતે આયોજનપૂર્વકના હિંસક અપરાધોનો ભોગ બનશે.’
この記事は ABHIYAAN の July 01, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の July 01, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય